________________
૯૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ર ઉખિત્તવિવેગેણં આગારનો અર્થ કરે છે. ઉખિત્તવિવેગેણં-શુષ્ક ઓદન આદિ ભક્તમાં=ભોજનમાં, પતિત પૂર્વ એવા આચામાપ્ત પ્રત્યાખ્યાનવાળાઓને અયોગ્ય અદ્રવ વિકૃતિ આદિ દ્રવ્ય એવા ઉક્લિપ્તનું ઉદ્ધતનો વિવેક-નિઃશેષપણાથી ત્યાગ, તે ઉસ્લિપ્ત વિવેક છે=આયંબિલમાં કહ્યું તેવા દ્રવ્ય ઉપર પૂર્વમાં ન કલ્પે તેવું દ્રવ્ય નાખેલું હોય અને તેને વિવેકપૂર્વક સંપૂર્ણ ઉક્લિપ્ત કરી જુદું પાડે તેવા દ્રવ્યને છોડીને પચ્ચખાણ છે. અર્થાત્ તેવું દ્રવ્ય આયંબિલમાં ગ્રહણ કરવામાં દોષ નથી. તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે. આયંબિલમાં ભોક્તવ્ય દ્રવ્યનો અભોક્તવ્ય દ્રવ્યના સ્પર્શથી પણ ભંગ નથી. એ પ્રકારનો અર્થ છે. વળી, જે દ્રવ્ય ઉસ્લિપ્ત કરવા માટે શક્ય નથી તેના ભોજનમાં ભંગ છે. ‘ગિહત્યસંસઠેણં' આગારનો અર્થ કરે છે.
ગિહત્યસંસણ=ગૃહસ્થના સંસર્ગથી=ભોજનના આપનાર એવા ગૃહસ્થના સંબંધી કરોટિકાદિ ભાજન વિકૃતિ આદિ દ્રવ્યથી ઉપલિપ્ત ગૃહસ્થ સંસૃષ્ટ કહેવાય. તેને છોડીને="ગિહત્યસંસઠેણં' આગારને છોડીને, વિકૃતિ આદિ સંસૃષ્ટ ભાજત વડે અપાતું ભક્ત=ભોજન, અકથ્ય દ્રવ્યના અવયવથી મિશ્ર છે. અને તેને વાપરનારને પણ ભંગ નથી આયંબિલના પચ્ચકખાણનો ભંગ નથી. જો અકથ્ય દ્રવ્યનો રસ બહુ જણાય નહિ તો ભંગ નથી એમ અવાય છે. વોસિરાવે છે=આચામ અને અશ્લ એવા આહારનો ત્યાગ કરે છે.
અહીં ‘વોસિર' પછી અનાચાર્મ્સને બદલે આચામ્ય દ્રવ્યને વોસિરાવે છે એ પ્રમાણે પાઠ જોઈએ. પાઠ ઉપલબ્ધ
નથી.
હવે અભક્તાર્થ પ્રત્યાખ્યાન બતાવે છે. ત્યાં=અભક્તાર્થ પ્રત્યાખ્યાન રૂપ ઉપવાસમાં પાંચ આગારો છે, જેનું સૂત્ર આ પ્રમાણે છે. _ 'सूरे उग्गए अभत्तटुं पच्चक्खाइ, चउव्विहंपि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं पारिट्ठावणिआगारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरइ' ।
સૂર =સૂર્યના ઉગમથી માંડીને અને આના દ્વારા=સૂર્ય ઊગે એ વચન દ્વારા, ભોજન અનંતર પ્રત્યાખ્યાનનો નિષેધ છે એને કહે છે=સવારના સૂર્યોદય પછી કોઈએ ભોજન કર્યું હોય ત્યારપછી અભક્તાર્થનું પ્રત્યાખ્યાન થઈ શકે નહિ. પરંતુ ભોજન કર્યા પૂર્વે જ પચ્ચખાણ થઈ શકે તે સૂરે ૩૫ શબ્દ બતાવે છે. ભક્તથી ભોજનથી, અર્થ=પ્રયોજન, ભક્તાર્થ છે તે ભક્તાર્થ અભક્તાર્થ છે અથવા ભક્તાર્થ=ભોજનનું પ્રયોજન જે પ્રત્યાખ્યાન વિશેષમાં વિદ્યમાન નથી તે અભક્તાર્થ=ઉપવાસ છે. આગારો પૂર્વની જેમ છે=આગારોનો અર્થ પૂર્વની જેમ છે. ફક્ત પારિષ્ઠાપનિક આગારમાં વિશેષ છે. જો ત્રણ આહારનું પ્રત્યાખ્યાત છે=તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ છે. તો પારિષ્ઠાપનિક કરવા યોગ્ય અન્ય સાધનો આહાર ગુરુની અનુજ્ઞાથી તિવિહાર ઉપવાસવાળાને કલ્પે છે. અને જો ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાત છેઃચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ છે અને પાનક નથી=પરઠવવા યોગ્ય વધારાનું પાણી નથી તો કલ્પતું નથી=આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. વળી, ઉદ્ધરિત પાનક હોતે છતે=આહારની જેમ પાણી પણ વધેલું હોવાથી પરઠવવું પડે તેવા સંયોગ સાધુને હોય