________________
૮૮
ધર્મસંગ્રહ ભાગ-૫ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨
બે-ત્રણ અથવા ચાર=બે આહારનો ત્યાગ હોય છે. અથવા ત્રણ આહારનો ત્યાગ હોય છે અથવા ચાર આહારનો ત્યાગ હોય છે.” (પ્રત્યાખ્યાન ભાષ્ય ગાથા-૧૨)
અને “સાધુને રાત્રિમાં અને નવકારથી સહિત=નવકારશીના પચ્ચખાણમાં, ચાર પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ભવચરિમ, ઉપવાસ-આયંબિલ ત્રણ અથવા ચાર પ્રકારના આહારના ત્યાગવાળું હોય છે. તેથી કોઈ સાધુ ભવના અંત સમયે ત્રણ આહારનો ત્યાગ કરીને અથવા ચાર આહારનો ત્યાગ કરીને પચ્ચખાણ કરે છે. તે રીતે ઉપવાસ અને આયંબિલ પણ ત્રણ અથવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને કરે છે. આયંબિલ કર્યા પછી પાણી વાપરવાનું હોય તો ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરે અને પાણી વાપરવાનું ન હોય તો ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે.” III
શેષ પચ્ચખાણો=ભવચરિમ, ઉપવાસ, આયંબિલ સિવાયનાં શેષ પચ્ચખ્ખાણો દ્વિવિધ-ત્રિવિધ અથવા ચતુવિધ આહારના વિષયમાં હોય છે. અર્થાત્ એકાસણાદિ કરેલ હોય અને મુખવાસ વાપરવો હોય તો દ્વિવિધ આહારનો ત્યાગ કરે. તેથી એકાસણું કર્યા પછી મુખવાસ અને પાણી બે વસ્તુ વાપરી શકે. ત્રિવિધ આહારનો ત્યાગ કરે તો પાણી વાપરી શકે. અને ચતુર્વિધ આહારનો ત્યાગ કરે તો એકાસણું કર્યા પછી ચારે ય આહારનો ત્યાગ કરવો પડે. આ પ્રકારે પચ્ચખાણના વિષયમાં આહારના વિકલ્પો જાણવા.” રા
વળી ‘યતિદિનચર્યામાં સંકેત પ્રત્યાખ્યાન પણ ચાર પ્રકારના આહારનું કહેવાયું છે. અને તે પ્રમાણે તેનું વચન છે.
સંકેત પચ્ચખ્ખાણ સાધુનું રાત્રિભોજન વિરમણવ્રત અને નવકારથી સહિત=નવકારશીનું પચ્ચખ્ખાણ, નિયમથી ચાર પ્રકારના આહારનું છે.” (દવસૂરિરચિત યતિદિનચર્યા ગાથા ૫૦)
ત' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વિવિગઈ અને આયંબિલમાં કપ્યાકધ્યનો વિભાગ સ્વ-સ્વ સામાચારીથી જાણવો. વળી, પ્રત્યાખ્યાનના ભેદ અને તેના ભાંગા આદિ વ્યાખ્યાન કરાય જ છે. એથી પ્રસંગથી સર્યું. પ્રકૃતિને અનુસરીએ છીએ. બીજું દ્વાર પૂરું થયું પચ્ચકખાણનાં સાત દ્વારા પૂર્વમાં બતાવેલાં તેમાંથી તેના ભાંગા રૂપ બીજું સ્થાન પૂરું થયું.
અને અપવાદ રૂપ આકાર સહિત પ્રત્યાખ્યાન કરવું જોઈએ. અન્યથા વળી ભંગ થાય=આગાર વગર પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તો પચ્ચકખાણના ભંગની પ્રાપ્તિ થાય અને તે દોષ માટે છે. જેને કહે છે.
“વ્રત ભંગમાં મોટો દોષ છે. થોડી પણ પાલના ગુણકારી છે. અને ગુરુ-લાઘવ જાણવું જોઈએ=પચ્ચખાણ ગ્રહણ કરતી વખતે ગુરુ-લાઘવ જાણવું જોઈએ. આથી ધર્મમાં આગારો છે.” (પંચાશક-પ/૧૨, પંચવસ્તુક-૫૧૨, પ્રવચનસારો. ૨૧૬) અર્થાત્ જો આગાર વગર પચ્ચકખાણ ગ્રહણ કરવામાં આવે તો તેવા સંયોગમાં સમ્યકુપાલન થાય નહિ. જોકે વ્રતભંગ થાય માટે મોટું પાપ લાગે અને થોડી પણ પાલના ભંગ વગર ગુણ કરનારી છે. તેથી આગારીપૂર્વક પચ્ચખાણનો સંકોચ કરવાથી જે થોડું પણ શુદ્ધ પાલન થાય