SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૬૯ પ્રતિક્રમણમાં બે ચૈત્યવંદન થાય છે. સૂતી વખતે એક અને જાગતી વખતે એક એમ બે ચૈત્યવંદન શ્રાવક કરે છે અને ત્રિકાળપૂજામાં ત્રણ ચૈત્યવંદન કરે છે. એમ કુલ શ્રાવકને સાત ચૈત્યવંદન થાય છે. તેથી જે શ્રાવકો અત્યંત સંવૃત પરિણામવાળા છે, તેથી સંયમની અતિ નજીક પરિણતિવાળા છે અને તેને કારણે આત્માને તત્ત્વથી અત્યંત ભાવિત કર્યો છે, છતાં સર્વવિરતિની શક્તિનો સંચય થયેલો નથી તોપણ અપ્રમાદભાવથી શ્રાવકનાં કૃત્યો કરે છે તેઓ સવારના પ્રતિક્રમણકાળમાં હું આવશ્યક કરે છે તે વખતે એક ચૈત્યવંદન કરે છે, સંધ્યાકાળમાં પ્રતિક્રમણ વખતે એક ચૈત્યવંદન કરે છે, સૂતી વખતે એક ચૈત્યવંદન કરે છે અને સવારના ઊઠતી વખતે એક ચૈત્યવંદન કરે છે. આ રીતે જે શ્રાવક ભગવાનના ગુણોથી અત્યંત ભાવિત છે અને અત્યંત ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરીને સતત ભગવાનના ગુણોથી આત્માને અત્યંત ભાવિત કરે છે તેવા શ્રાવકને પારમાર્થિક ત્રિકાળ પૂજાનાં ત્રણ અને અન્ય ૪ ચૈત્યવંદન એમ ૭ ચૈત્યવંદન ભાવથી થાય છે. શેષ મુગ્ધ શ્રાવક શાસ્ત્રનું શ્રવણ કરીને આ રીતે ૭ ચૈત્યવંદન કરતા હોય તોપણ આચાર માત્રથી ૭ ચૈત્યવંદન થાય છે. તેઓ ચૈત્યવંદનકાળમાં ભગવાનના ગુણોથી રંજિત ચિત્ત કરી શકતા નથી. અને જેઓ દઢ પ્રણિધાનપૂર્વક આ રીતે ૭ ચૈત્યવંદન કરે છે તેઓનું ચિત્ત બહુલતાએ દરેક ચૈત્યવંદનકાળમાં ભગવાનના પારમાર્થિક ગુણોને સ્પર્શે તેવું નિર્મળ-નિર્મળતર થાય છે. જેના કારણે સંસારના ઉચ્છેદને અનુકૂળ સતત પ્રવર્ધમાન પરિણામ તેવા મહાત્માને સદા વર્તે છે. તેવા મહાત્માઓ કદાચ બળ સંચય ન થયો હોય તો સર્વવિરતિ ગ્રહણ ન કરે તોપણ પ્રતિદિન શ્રાવકાચારના બળથી સર્વવિરતિના પ્રાપ્તિના પ્રબળ કારણરૂપ એવી પરિણતિનો સંચય સતત કરતા હોય છે. જેથી જન્માંતરમાં અવશ્ય સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. જેમ પ્રદેશીરાજા કેશીગણધર પાસેથી ધર્મને પામ્યા પછી સતત સ્વભૂમિકાનુસાર શ્રેષ્ઠ શ્રાવકધર્મનું પાલન કરીને પ્રથમ દેવલોકમાં ગયા છે. અને ત્યાંથી મહાવિદેહમાં જઈને મોક્ષને પામશે. તેથી શ્રાવકાચાર પાળીને પણ સર્વવિરતિને અનુકૂળ શ્રેષ્ઠ બળસંચય થયેલ હોવાથી દેવભવમાં જઈને પણ ઉત્તમ ભાવોની પુષ્ટિ કરીને તે મહાત્મા સુખપૂર્વક સંસારનો ક્ષય કરી શકશે. માટે સંસારથી ભય પામેલા અને સંસારના ઉપદ્રવથી મુક્ત થવાના અર્થી જીવે શક્તિ હોય તો અવશ્ય સાત ચૈત્યવંદન કરવાં જોઈએ. જેથી શીધ્ર સંસારનો અંત થાય. ફક્ત સંખ્યાની પરિગણના કરીને ૭ ચૈત્યવંદન કરવા માત્રથી સંતોષ માનવો જોઈએ નહિ. ભગવાનની પૂજાકાળમાં ભગવાનની છદ્મસ્થાવસ્થાની ત્રણ ભૂમિકા શ્રાવકે ભાવન કરવી જોઈએ. જે પિંડસ્થ અને પદસ્થાવસ્થા સ્વરૂપ છે. જેમાં જન્માવસ્થા અને રાજ્યવસ્થા તે પિંડસ્થાવસ્થા છે. સાધુપણાની અવસ્થા તે પદસ્થાવસ્થા છે. અને અષ્ટ પ્રાતિહાર્યયુક્ત રૂપથ અવસ્થા છે. અને સિદ્ધાવસ્થા તે રૂપાતીત અવસ્થા છે. સામાન્યથી તીર્થકરનો ચરમભવ સર્વ અન્ય જીવો કરતાં અતિ ઉત્તમકોટિનો હોય છે. તેથી જન્મથી પણ પ્રભુ નિર્મળ એવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે અને આથી જ તીર્થકરોની ગુણસંપત્તિથી અને પુણ્યાઈથી આવર્જિત થયેલા દેવતા-ઇન્દ્રો વગેરે પ્રભુનો જન્મોત્સવ કરે છે. તેથી પૂજાકાળમાં શ્રાવકે વિચારવું જોઈએ કે સામાન્ય મનુષ્યજીવનો બાલ્યકાળ તુચ્છ અને અસાર હોય છે. જ્યારે તીર્થકર ગર્ભથી માંડીને નિર્મળકોટિના મતિજ્ઞાનવાળા, નિર્મળકોટિના શ્રુતજ્ઞાનવાળા, નિર્મળકોટિના અવધિજ્ઞાનવાળા હોય છે. જેથી સ્વભૂમિકાનુસાર અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. અને પોતાનું
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy