________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
પપ - “વળી ત્રીજી ભાવપૂજા ચૈત્યવંદનના, ઉચિતદેશમાં રહીને યથાશક્તિ વિવિધ પ્રકારની સ્તુતિ-સ્તોત્ર આદિથી દેવવંદન કરવા જોઈએ.” III
“નિશીથ'માં પણ. “વળી તે ગંધાર શ્રાવક સ્તવ સ્તુતિથી સ્તુતિ કરતો ત્યાં પર્વતની ગુફામાં અહોરાત્ર રહ્યો.” અને વસુદેવહિન્દીમાં પ્રભાતમાં કરાયેલા સમગ્ર શ્રાવકના સામાયિક આદિ નિયમવાળો, ગ્રહણ કરાયેલા પચ્ચખ્ખાણવાળો, કર્યા છે કાઉસ્સગ્ન સ્તુતિ વંદન જેમણે એવા વસુદેવ હતા.”
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
આ રીતે અનેક સ્થાનમાં શ્રાવકાદિ વડે પણ કાયોત્સર્ગ-સ્તુતિ આદિથી ચૈત્યવંદના કરાઈ. એ પ્રમાણે કહેવાયું. અને તે=ચૈત્યવંદના, જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારની છે. જે કારણથી ભાષ્ય છે.
નવકારથી જઘન્યથી ચૈત્યવંદન છે. દંડ અને સ્તુતિ યુગલથી મધ્યમ ચૈત્યવંદન છે. પાંચ દંડક સ્તુતિ ચતુષ્ક સ્તવન અને પ્રણિધાનથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે.” (ચૈત્યવંદન મૂલભાષ્ય ગા. ૨૩)
વ્યાખ્યા–નવકારથી અંજલિબંધ શિરોમનાદિ લક્ષણ પ્રમાણ માત્રથી અથવા નમો અરિહંતાણં ઈત્યાદિથી અથવા એક શ્લોકાદિરૂપ નમસ્કારના પાઠપૂર્વક નમક્રિયારૂપ કરણભૂતથી, જાતિનો નિર્દેશ હોવાથી ઘણા પણ નમસ્કારથી કરાતી જઘન્ય સ્વલ્પ વંદના થાય છે; કેમ કે પાઠ અને ક્રિયાનું અલ્પપણું છે. ચૈત્યવંદન ભાષ્ય'ના ઉદ્ધરણમાં “નમુવારે નન્ના' પછી “વન્દ્રના મવતિ' અધ્યાહાર છે એ બતાવવા માટે “વન્દ્રના મવતીતિ થ' કહેલ છે. અને ત્યાં=નમસ્કારની ક્રિયામાં પ્રણામ પાંચ પ્રકારના છે.
“મસ્તકના નામ=મસ્તકના નમનમાં, એક અંગ થાય. કરદ્રયના નમનમાં બે અંગ થાય. ત્રણના નમનમાં ત્રણ અંગ થાય. ક્યાં ત્રણ અંગના નમનમાં ત્રણ અંગ થાય ? તેથી કહે છે – કરદ્રય અને મસ્તકના મનમાં ત્રણ અંગ થાય છે.” IIના
“ચારના=બે કર અને બે જાનું રૂપ ચારના, નમનમાં ચતુ અંગ થાય ચાર અંગથી નમસ્કાર થાય. અને મસ્તક, બે કર અને બે જાનુરૂપ પાંચના મનમાં પંચાગ થાય=પંચાગ પ્રણામ થાય.” iારા
તિ’ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
અને દંડક="ચૈત્યવંદનભાષ્ય'માં કહેલ દંડક અરિહંત ચેઇઆણં' ઈત્યાદિ ચૈત્યસ્તવ સ્વરૂપ છે. સ્તુતિ પ્રતીત છે. જે તેના અંતમાં અપાય છે=સ્તુતિ અરિહંતચેઈઆણ ઈત્યાદિના અંતમાં બોલાય છે. તે બંનેનું યુગલ અથવા આ જ=દંડક અને સ્તુતિ એ જ યુગલ મધ્યમાં છે. અને આ વ્યાખ્યાન= “ચૈત્યવંદનભાર્થ'નું આ વ્યાખ્યાન, આ કલ્પગાથાને આશ્રયીને કરાય છે. તે આ પ્રમાણે –
નિશ્રાકૃત અને અનિશ્રાકૃત સર્વ ચૈત્યમાં પણ ત્રણ સ્તુતિ કરવી જોઈએ. વેલાને સમયને અને ચૈત્યોને જાણીને એક-એક પણ સ્તુતિ કરવી જોઈએ.” (ચૈત્યવંદનમહાભાષ્ય ગા. ૧૬૪)
જે કારણથી દંડકના અવસાનમાં અરિહંત ચેઈઆણે રૂપ સૂત્રના અંતમાં, એક સ્તુતિ કરાય છે, એથી દંડક સ્તુતિ યુગલ થાય છે. અને પાંચ દંડકો વડે ૧ શક્રસ્તવ અર્થાત્ નમુત્થરં સૂત્ર, ૨