________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
તેથી સારા વર્ણવાળાં સુગંધી, સરસ, ભૂમિ પર નહિ પડેલાં, ખીલેલાં, નહિ તૂટેલી પાંદડીવાળાં અને પ્રત્યગ્ર=શ્રેષ્ઠ, પ્રકીર્ણક=છૂટાં પુષ્પો અથવા વિવિધ પ્રકારથી ગૂંથાયેલાં પુષ્પોથી પૂજા કરવી જોઈએ. અને પુષ્પો પૂર્વમાં કહેલાં છે એવાં જ ગ્રહણ કરવાં જોઈએ. જે કારણથી કહેવાયું છે
૫૩
“શુષ્ક પુષ્પોથી દેવની પૂજા કરવી જોઈએ નહિ. ભૂમિ પર પડેલાં પુષ્પોથી પૂજા કરવી જોઈએ નહિ. વિશીર્ણ દલવાળાં પુષ્પોથી પૂજા કરવી જોઈએ નહિ. અશુભ વસ્તુની સાથે સ્પર્શેલાં પુષ્પોથી પૂજા કરવી જોઈએ નહિ. અવિકસિત પુષ્પોથી પૂજા કરવી જોઈએ નહિ.” ।।૧ ||
-
“કીટકોશથી કાણાં પડેલાં પુષ્પોનું વર્જન કરે. શીર્ણ થયેલાં પુષ્પોનું વર્જન કરે=ચીમળાયેલાં પુષ્પોનું વર્જન કરે. પર્યુષિત=વાસી હોય એવાં પુષ્પોનું વર્જન કરે. ઊર્ણનામથી વાસિત હોય=કરોળિયાના જાળાવાળાં જે અશોભિત હોય એવાં પુષ્પોનું વર્જન કરે.” ।।૨।।
“ખરાબ ગંધવાળાં પુષ્પોનું વર્જન કરે, સુગંધ વગરનાં પુષ્પોનું વર્જન કરે. ખાટી ગંધવાળાં પુષ્પોનું વર્જન કરે. મલમૂત્રાદિના નિર્માણથી ઉચ્છિષ્ટ=ઉછેર કરાયેલાં પુષ્પોનું વર્જન કરે. અને મલમૂત્રાદિના નિર્માણથી કરાયેલાં પુષ્પોનું વર્જન કરે=ભગવાનની ભક્તિમાં એવાં પુષ્પોનો ઉપયોગ ન કરે. ॥૩॥
–
અને સામર્થ્ય હોતે છતે રત્ન, સુવર્ણ, મોતીનાં આભરણ, રજત અને સુવર્ણનાં પુષ્પો વડે, ચંદ્રોદયાદિ વિચિત્ર દુફૂલાદિ વસ્ત્રો વડે પણ જિનપ્રતિમાને અલંકૃત કરે. અને આ રીતે અન્યજીવોને પણ ભાવવૃદ્ધિ આદિ થાય. અર્થાત્ તે પ્રકારે ભગવાનની ભક્તિ આદિ જોઈને અન્યજીવોને પણ ભાવવૃદ્ધિ થાય.” જે કારણથી કહેવાયું છે
“પ્રવર સાધનો વડે=શ્રેષ્ઠ પૂજાની સામગ્રી વડે, પ્રાય: ભાવ પણ શ્રેષ્ઠ થાય છે અને સંતપુરુષોને આમનો=શ્રેષ્ઠ સામગ્રીનો શ્રેષ્ઠતર અન્ય ઉપયોગ નથી=ભગવાનની ભક્તિ સિવાય શ્રેષ્ઠતર અન્ય ઉપયોગ નથી.” (સંબોધપ્રકરણ દેવ અધિકાર ગા. ૧૭૦, પંચાશક ૪/૧૬)
-
શ્રાદ્ધવિધિની ટીકામાં વળી ગ્રંથિમ=“ગૂંથાયેલ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમરૂપ ચાર પ્રકારનાં પ્રધાન, અમ્લાન, વિધિથી લાવેલ, સો પાંદડીવાળાં, હજાર પાંદડીવાળાં જાઈ-કેતકી-ચંપક આદિ વિશિષ્ટ પુષ્પો વડે માળા-મુગટ-શિરસ્કપુષ્પગૃહાદિની વિરચના કરવી જોઈએ.” (૫. ૫૪) એ પ્રમાણે વિશેષ છે. અને ચંદન-પુષ્પાદિની પૂજા તે પ્રમાણે કરવી જોઈએ, જે પ્રમાણે જિનપ્રતિમાનાં ચક્ષુ અને મુખનું આચ્છાદન આદિ ન થાય. અને શોભાનો અતિરેક થાય; કેમ કે તે રીતે જ=મુખનું આચ્છાદન ન થાય અને શોભાનો અતિરેક થાય તે રીતે જ, જોનારને પ્રમોદની વૃદ્ધિ આદિનો સંભવ છે. અન્ય પણ અંગપૂજાનો પ્રકાર કુસુમની અંજલિનું મોચન, પંચામૃતથી પ્રક્ષાલન, શુદ્ધ પાણીની ધારાનું પ્રદાન, કેસર-કપૂરાદિથી મિશ્રિત ચંદનના વિલેપનથી આંગીનું વિધાન-ગોરોચન-કસ્તૂરી-આદિમય તિલકપત્ર ભંગ્યાદિકરણ વગેરે ‘ભક્તિચૈત્યપ્રતિમાપૂજાધિકારમાં’=ભક્તિ ચૈત્યના પ્રતિમાની પૂજાના અધિકારમાં વક્ષ્યમાણ યથાયોગ્ય જાણવું. અને ભગવાનના હસ્તમાં સુવર્ણનાં બીજોરાં નારિયેળ, સોપારી, નાગવલ્લીનાં દલ, નાણકમુદ્રિકાદિનું મોચન, કૃષ્ણાગરુ આદિ ધૂપનો ઉત્સેપ, સુગંધીવાસનું પ્રક્ષેપ આદિ પણ સર્વ અંગપૂજામાં અંતર્ભાવ પામે છે. તે પ્રમાણે ‘બૃહદ્ભાષ્ય’માં કહેવાયું છે