SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ પક્ષાલનું જલ એકબીજા તીર્થકરને સ્પર્શે તેમાં દોષ નથી, કેમ કે આચરણાની યુક્તિ છે તે પ્રકારે ચોવીશી કરવાની આચરણા છે. અથવા તે પ્રકારે પરિકારવાળા જિનબિંબ કરાવવાની આચરણા છે. અથવા તે પ્રકારે પુસ્તકાદિ સ્થાપન કરવાની આચરણા છે. એ યુક્તિથી દોષ નથી અને ગ્રંથોમાં દેખાય છે પટકાદિ કરવામાં વિધાનો દેખાય છે માટે દોષ નથી.” li૬ાા (સંબોધપ્રકરણ ગા. ૧૭૮-૧૭૯) બૃહભાષ્યમાં પણ કહેવાયું છેeગ્રંથોમાં જે દેખાય છે તેમ જે પૂર્વમાં કહ્યું તેથી ગ્રંથોમાં તેવી આચરણા ક્યાં દેખાય છે તે બતાવતા કહે છે કે બૃહકલ્પભાષ્યમાં પણ કહેવાયું છે – ભક્તિયુક્ત કોઈ શ્રાવક પ્રગટ પ્રાતિહાર્યવાળા અને દેવાગમથી શોભિત એક પ્રતિમાને જિનઋદ્ધિના દર્શન માટે કરાવે છે.” ૧II. દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના માટે કોઈ શ્રાવક ત્રણ જિનપ્રતિમાને કરાવે છે. પરમેષ્ઠિના નમસ્કારના ઉજમણા માટે પાંચ જિનપ્રતિમા ભરાવે છે.” રા. “અથવા કલ્યાણકતપના ઉજમણા માટે બહુમાન વિશેષથી ભરતક્ષેત્રમાં થયેલા ચોવીશ તીર્થકરોની પ્રતિમા કોઈ શ્રાવક કરાવે છે.” [૩ “મનુષ્યલોકમાં ઉત્કૃષ્ટથી એકસો સીત્તેર તીર્થકરો વિચરે છે. એથી ભક્તિથી કોઈ ધનાઢ્ય એકસો સીત્તેર પણ જિતબિબોને કરાવે છે.” જા (સંબોધપ્રકરણ દેવસ્વરૂપ અધિકાર, ગા. ૧૮૩થી ૧૮૬, ચૈત્યવંદનમહાભાષ્ય ૨૭થી ૩૦). તે કારણથી ત્રણ તીર્થી, પંચતીર્થી, ચોવીસી આદિ પટ્ટાદિનું કરાવવું વ્યાધ્ય દેખાય છે. તેમ હોતે છતે તેના પક્ષાલન આદિ પણ નિર્દોષ જ છે. અંગનું રક્ષણ અને હસ્તાદિ પૃથક્ ભાજપમાં રહેલા શુદ્ધ પાણીથી ધોવા જોઈએ. પ્રતિમાના પક્ષાલના પાણીથી નહિ, ચંદનાદિની જેમ=તિલક કરવા માટેનું કેસર જુદું રખાય છે તેમ હાથ ધોવાનું પાણી પ્રક્ષાલના પાણીથી જુદું રાખવું જોઈએ. એ પ્રમાણે જિનરૂપતની વિધિ છે. ભાવાર્થ :પ્રભુના પ્રક્ષાલની વિધિઃ શ્રાવક વિધિપૂર્વક સ્નાનાદિ કરીને ભગવાનનો પ્રક્ષાલ કરતા પહેલાં ભગવાનની ભક્તિની સર્વ સામગ્રી એકઠી કરે છે. કઈ રીતે એકઠી કરે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્રાવક ભગવાનની ભક્તિના અર્થે માળીને સંતોષ થાય એ રીતે ધન આપીને માળીના બગીચામાં જે સુંદર સ્થાન હોય તે સ્થાનથી પવિત્ર ભાજનમાં પુષ્પો લાવે. તેથી એ પ્રાપ્ત થાય કે બગીચામાં જ્યાં ગંદકી આદિ હોય તેવા સ્થાનથી પુષ્પો ન લાવે પરંતુ સુંદર સ્થાનથી પુષ્પો લાવે અને ભગવાનની ભક્તિ માટે આ પુષ્પો છે તેથી નાભિથી ઉપરના ભાગમાં બે હાથ વડે ધારણ કરે. જેના કારણે ઉત્તમ પુરુષોની ભક્તિ અર્થે આ પુષ્પો છે એ પ્રકારનો બહુમાનભાવ અભિવ્યક્ત થાય છે અને સ્વયં લાવી શકે તેમ ન હોય તો વિશ્વાસુ પુરુષ દ્વારા તે પ્રકારે સુંદર પુષ્પો મંગાવે. વળી, ભગવાનના પ્રક્ષાલ અર્થે પાણી પણ શુભ સ્થાનથી સુંદર
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy