SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ઊઠેલો, બંધુઓની પાછળ રહીને=બંધુઓને વળાવીને અને મંગલ કરીને સ્નાન કરે નહિ જ.” અને સ્નાન દ્રવ્ય-ભાવ દ્વારા બે પ્રકારનું છે. ત્યાં=બે પ્રકારના સ્તનમાં, પાણીથી શરીરનું ક્ષાલન દ્રવ્યસ્નાન છે. અને તે દ્રવ્યસ્નાન દેશથી અથવા સર્વથી છે. તેમાં દ્રવ્યથી બે પ્રકારના જ્ઞાનમાં, મલનો ઉત્સર્ગ દંતધાવન-જિલ્લાલેખન હાથ-પગ આદિનું ક્ષાલક-કોગળા કરવા આદિ દેશથી દ્રવ્યસ્નાન છે. વળી સર્વથી દ્રવ્યસ્નાન આખા શરીરનું ક્ષાલન છે. અને ત્યાં દ્રવ્યસ્તાનમાં મલ ઉત્સર્ગ મોતથી નિરવઘ યોગ્ય સ્થાનાદિમાં વિધિથી ઉચિત છે. જે કારણથી કહેવાયું છે – “મૂત્ર ઉત્સર્ગને-મલ ઉત્સર્ગને-મૈથુનને-સ્નાનને-ભોજનને-સંધ્યાદિકર્મને-પૂજાને અને જાપને મૌનવાળો કરે.” વિવેકવિલાસમાં પણ કહેવાયું છે – “મૌની વસ્ત્રથી આવૃત દિવસે અને સંધ્યાદ્વયમાં પણ=દિવસમાં ગમે ત્યારે અને સવારે-સાંજે પણ, ઉત્તર સન્મુખ મલ-મૂત્રને કરે. વળી રાત્રિમાં દક્ષિણ સન્મુખ કરે.” ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. દંતધાવન પણ – “અવક્ર-અગ્રંથવાળું સુંદર કૂચાવાળું-સૂક્ષ્મ અગ્રવાળું અને દશ અંગુલ લાંબું કનિષ્ઠા આંગળીના આગળના ભાગ જેવું સ્થૂલ જાણીતા વૃક્ષવાળું, સુંદર ભૂમિમાં થયેલું કનિષ્ઠા અને અનામિકા આંગળીની વચમાં રાખેલા, દંતધાવનને=દાતણને, ગ્રહણ કરીને ડાબી કે જમણી બાજુની દાઢના તલમાં સંસ્કૃશ કરતો તલ્લીન માનસવાળો દાંત ઘસવામાં લીન માનસવાળો સ્વસ્થ દાંતના માંસની વ્યથાને ત્યાગ કરતો ઉત્તરદિશા અથવા પૂર્વ દિશા સન્મુખ નિશ્ચલ આસનવાળો” ઈત્યાદિ ઈત્યાદિ નીતિશાસ્ત્રમાં કહેલ વિધિથી કરવું જોઈએ. કોગળા પણ – “વળી દાતણના અભાવમાં બાર કોગળા વડે મુખશુદ્ધિની વિધિ કરવી જોઈએ. વળી હંમેશાં જીભનો ઉલ્લેખ કરવો જોઈએ=ઉલ ઉતારવી જોઈએ.” એ વિધિથી અપ્રત્યાખ્યાનીએ કરવું જોઈએ. વળી પચ્ચખાણવાળાને દંતધાવનાદિ વિના પણ શુદ્ધ જ છે; કેમ કે તપનું મહાફલાણું છે. અને આ દ્રવ્યસ્નાન શરીરની પવિત્રતા અને શરીરના સુખકરપણા આદિથી ભાવશુદ્ધિનો હેતુ છે. અને અષ્ટકમાં કહેવાયું છે – પ્રાયઃ અન્યના અનુપરોધથી=બીજાના અપીડનથી, જલથી દેહના દેશનું ક્ષણ માટે જે શુદ્ધિનું કારણ છે તે દ્રવ્યસ્નાન કહેવાય છે.” (સ્તાનાષ્ટક ગાથા ૨) દેહદેશનું ત્વચા માત્રનું જ ક્ષણ માટે પરંતુ ઘણા સમય માટે નહિ, પ્રાય: શુદ્ધિનો હેતુ છે પરંતુ એકાંતે શુદ્ધિનો હેતુ નથી; કેમ કે તેવા પ્રકારના રોગગ્રસ્ત જીવને ક્ષણ માટે પણ અશુદ્ધિ છે ક્ષણ માટે પણ સ્નાનથી શુદ્ધિ નથી. પ્રક્ષાલન યોગ્ય મલથી અન્ય કાન-નાક આદિ અંતર્ગત મલનો અનુપરોધ હોવાથી=અપ્રતિષેધ હોવાથી અંતર્ગત મલ સ્વચ્છ થતો નહિ હોવાથી, એકાંત શુદ્ધિ નથી. એમ અવય છે. અથવા પ્રાયઃ જલથી અન્ય પ્રાણીઓનો અનુપરોધ હોવાથી અનાશ હોવાથી, દ્રવ્યસ્નાન છે બાહ્ય સ્નાન છે. “મલિન આરંભી જે=શ્રાવક, વિધાનથી શાસ્ત્રોક્ત વિધિથી આને કરીને=સ્નાન કરીને, દેવતા-અતિથિનું પૂજન
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy