SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૮૭ ક્યારેય નથી; કેમ કે તેનો અભાવ છે-બાધા કરનાર ક્લેશનો અભાવ છે.” એ પ્રકારનું વચન છે. આના નિરાસ માટેનફ્લેશ રહિત જીવો સર્વત્ર રહે છે એના નિરાસ માટે કહે છે. “નોપ્રમુપમ્યઃ”=લોકના અગ્રભાગને પામેલા જીવોને નમસ્કાર કરું છું એમ અવાય છે. લોકનો અગ્રભાગ ઈષત પ્રાશ્માર નામની પૃથ્વીની ઉપર ક્ષેત્ર, તદુપતે ક્ષેત્રના ઉપ અર્થાત્ સામીપ્યથી તદ્ અપરની સાથે અભિન્ન દેશપણાથી તે ક્ષેત્રમાં રહેલા અન્ય સિદ્ધના જીવોની સાથે અભિન્ન દેશપણાથી, નિઃશેષ કર્મક્ષયપૂર્વક ગત તે ક્ષેત્રને પ્રાપ્ત, લોકાગ્ર ઉપગત છે અને કહેવાયું છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા ભવક્ષય વિમુક્ત અન્યોન્ય અબાધાવાળા સુખને પામેલા સુખી રહે છે.” (આવશ્યકનિર્યુક્તિ-૯૭૫) તેઓએ=સર્વ કર્મક્ષયથી લોકના અગ્રભાગના ક્ષેત્રને પામેલા જીવોને, નમસ્કાર કરું છું એમ અવય છે. નનુ'થી શંકા કરે છે. ક્ષીણકર્મવાળા જીવોની લોકાગ્ર સુધી ગતિ કેમ થાય ? એથી ઉત્તર આપે છે. પૂર્વપ્રયોગાદિના યોગથી ગતિ થાય છે. પૂર્વપ્રયોગની સિદ્ધિથી બંધના છેદથી અને અસંગભાવથી તથા ગતિપરિણામથી તે પ્રકારની સિદ્ધની ઊર્ધ્વગતિ સિદ્ધ છે.” (પ્રશમરતિ-૨૯૫). નનુ'થી શંકા કરે છે. સિદ્ધક્ષેત્રથી આગળ નીચે અથવા તિર્થો કેમ ગતિ થતી નથી ? અને અહીં પણ આ શંકામાં પણ કહેવાયું છે. નીચે ગતિ નથી; કેમ કે ગૌરવનો વિગમ છે-કર્મના ભારરૂપ ગૌરવનો વિગમ છે અને અસંગભાવ છે કર્મના સંગ વગરના છે. મુક્ત થયેલા લોકાંતથી પણ પર જતા નથી; કેમ કે પ્લવકની જેમ=દરિયામાં રહેલા તુંબડાની જેમ ઉપગ્રહનો અભાવ છે. અર્થાત્ દરિયામાં રહેલા તુંબડાને સપાટીથી ઉપરમાં જવા માટે અધિક જલનો અભાવ છે તેમ સિદ્ધના જીવોને ઉપરમાં જવા માટે ગતિમાં સહાયક ધર્માસ્તિકાયનો અભાવ છે. માટે ઉપરમાં જતા નથી એમ અન્વય છે.” ૧ યોગ અને પ્રયોગનો અભાવ હોવાથી તેઓની=સિદ્ધના જીવોની, તિÖગતિ નથી. તે કારણથી સિદ્ધના જીવની આલોકના અંત સુધી ગતિ થાય છે.” રાા (પ્રશમરતિ-૨૯૩-૨૯૪). સદા સર્વસિદ્ધોને=સર્વકાલ સર્વસિદ્ધોને નમસ્કાર થાઓ. સર્વ સાધ્યસિદ્ધ છે જેઓને તે સર્વસિદ્ધ છે તેઓને અથવા સર્વસિદ્ધોને તીર્થસિદ્ધ આદિ ભેટવાળા સર્વસિદ્ધોને, નમસ્કાર થાઓ એમ અન્વય છે. જે કારણથી કહેવાયું છે. “તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તીર્થંકરસિદ્ધ અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુસંકલિગસિદ્ધ, સલિંગસિદ્ધ સ્વલિગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહસ્થલિગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ" (સિદ્ધના આ ૧૫ ભેદો છે.) (પ્રજ્ઞાપના સૂત્ર ૧/૧૬) ત્યાં સિદ્ધના ભેદોમાં, ૧. તીર્થ થયે છd=ચતુર્વિધ શ્રમણ સંઘ ઉત્પન્ન થયે છતે, જેઓ સિદ્ધ થયા તે “તીર્થસિદ્ધ છે.
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy