SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૬૯ ચંદ્રોથી નિર્મળતર, સૂર્યોથી અધિક પ્રકાશ કરનારા, સાગરવા ગંભીર સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિને આપો.” પંચમીના અને તૃતીયાના એ સૂત્રથી, (શ્રી સિ. ૮-૩-૧૩૬) પંચમીના અર્થે સપ્તમી છે. આથી ચંદ્રોથી નિર્મળતર એવા સિદ્ધ ભગવંતો છે; કેમ કે સકલ કર્મમલનો અપગમ છે. અથવા પાઠાંતર પ્રમાણે “વલે િનિમ્મર'=ચંદ્રોથી નિર્મળતા સિદ્ધ ભગવંતો છે. એ રીતે સૂર્યોથી અધિક પ્રકાશને કરનારા સિદ્ધ ભગવંતો છે; કેમ કે કેવલજ્ઞાનના ઉદ્યોતથી લોકાલોકનું પ્રકાશકપણું છે. અને કહેવાયું છે. “ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશન કરે છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ લોકાલોકને પ્રકાશન કરે છે.” (આવશ્યકનિર્યુક્તિ-૧૧૦૨) સાગરવર=સ્વયંભૂરમણ નામનો સમુદ્ર, પરિષહ-ઉપસર્ગાદિથી અક્ષોભ્યપણું હોવાથી તેનાથી પણ ગંભીર સ્વયંભૂરમણસમુદ્રથી પણ ગંભીર, એવા સિદ્ધ કર્મના વિગમન કારણે કૃતકૃત્ય છે એવા સિદ્ધો મને પરમપદની પ્રાપ્તિરૂપ સિદ્ધિને આપો. અહીં=લોગસ્સ સૂત્રમાં, અઠાવીસ (૨૮) પદ પ્રમાણ સંપદા છે. વર્ણ બસો છપ્પન (રપ) છે. નામજિનના સ્તવરૂપ આ ચતુર્વિશતિનો અધિકાર છે.” એથી નામઅરિહંતના વંદનના અધિકારરૂપ ચોથો અધિકાર, ત્રીજો દંડક થયો. ભાવાર્થ: શ્રાવક ચૈત્યવંદન કરીને ભાવતીર્થકરો પ્રત્યે ભક્તિની વૃદ્ધિ કરવાથું નમુત્થણ' સૂત્ર બોલે છે. તેના અંતે દ્રવ્યતીર્થકરોની ભક્તિ કરવાર્થે “જે અઈઆ સિદ્ધાથી ત્રણ કાળના તીર્થકરોને નમસ્કાર કરે છે. “અરિહંત ચેઇઆણં” દંડક દ્વારા સ્થાપના તીર્થકરને નમસ્કાર કરે છે. જેથી તીર્થંકર પ્રત્યેની ભક્તિનો અતિશય સતત હૈયામાં વૃદ્ધિ પામે છે. આ રીતે સ્થાપના તીર્થંકરની સ્તવના કર્યા પછી તીર્થકરોનું નામ પણ કીર્તન કરવા યોગ્ય છે. તેથી લોગસ્સસૂત્ર દ્વારા તીર્થકરોના નામનું સ્મરણ કરવાપૂર્વક નામનિક્ષેપાથી પણ ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ કરવા શ્રાવક યત્ન કરે છે. ત્યાં ભાવતીર્થકરોનું સ્વરૂપ સ્મૃતિમાં આવે તે અર્થે પ્રથમ ગાથાથી પ્રતિજ્ઞા કરે છે કે આવા ગુણોવાળા તીર્થકરોનું હું કીર્તન કરીશ. આ પ્રકારે સંકલ્પ કરવાથું ભાવતીર્થકર કેવા છે ? તેને સંક્ષેપથી ઉપસ્થિત કરે છે. અને અરિહંત કેવા છે ? તેના વિશેષણ રૂપે અન્ય પદો છે. અરિહંત લોકના ઉદ્યોતને કરનારા છે. એ પ્રકારે બોલવાથી ઉપસ્થિતિ થાય છે કે પંચાસ્તિકાયમય લોક છે અને તીર્થકરો કેવલજ્ઞાનથી લોકનું યથાર્થ જ્ઞાન કરાવે છે. તેથી ભગવાનના વચનાનુસાર લોકના સ્વરૂપનું જ્ઞાન કરીને યોગ્ય જીવો પોતાના હિતને અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં કુશળ બને છે. તેમાં પ્રબળ કારણ તીર્થકરો છે. વળી ભગવાન ધર્મતીર્થની સ્થાપના કરનાર છે. જેથી ભગવાનના તીર્થનું અવલંબન લઈને સંસારીજીવો દુર્ગતિના પાતથી આત્માનું રક્ષણ કરી શકે છે અને સદ્ગતિની પ્રાપ્તિ દ્વારા ઉત્તરોત્તરના ધર્મને સેવીને તીર્થકર તુલ્ય પોતે પણ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. આવા તરવાના સાધનરૂપ ધર્મતીર્થની સ્થાપના કરનારા ભગવાન છે. વળી ભગવાને મોહને જીત્યો છે તેથી જિન છે. તે રીતે
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy