SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ અનંત સ્થાનને ભગવાન પામેલ છે; કેમ કે અનંતજ્ઞાનના વિષયથી યુક્તપણું છે. અક્ષય સ્થાનને ભગવાન પામેલા છે. વિનાશના કારણનો અભાવ હોવાથી સતત અવશ્વર એવા સ્થાનને ભગવાન પામેલા છે એ પ્રમાણે અર્થ છે. અવ્યાબાધ સ્થાનને ભગવાન પામેલા છે; કેમ કે અકર્મપણું છેઃકર્મરહિતપણું છે. અપુનરાવર્તી સ્થાનને ભગવાન પામેલા છે પુનઃ આવૃત્તિ અર્થાત્ સંસારમાં અવતાર જેનાથી નથી તેવા સ્થાનને ભગવાન પામેલા છે. સિદ્ધિગતિનામધેય સ્થાનને ભગવાન પામેલા છે. સિદ્ધ થાય છે નિષ્ઠિત અર્થવાળા થાય છે આમાં, પ્રાણીઓએ લોકાંતક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને તે જ સિદ્ધિ જ ગમ્યમાતપણું હોવાથી ગતિ સિદ્ધિગતિ જ નામ છે જેને તે તેવી છે સિદ્ધિગતિનામધેય છે. આમાં રહે છે સિદ્ધિગતિમાં રહે છે એ સ્થાન વ્યવહારથી સિદ્ધક્ષેત્ર છે. જેને કહે છે – અહીં શરીરને છોડીને ત્યાં=સિદ્ધક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે.” (આવશ્યકતિયુક્તિ-નિ. ૯૫૯) “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વળી, નિશ્ચયથી નિશ્ચયનયથી સ્વરૂપ જ સ્થાન છે આત્માનું સ્વરૂપ જ સ્થાન છે; કેમ કે સર્વભાવો આત્મભાવમાં રહે છે એ પ્રકારનું વચન છે. અને વિશેષણો સિદ્ધિ સ્થાનના સિવમયલાદિ વિશેષણો તિરુપચરિતપણાથી જોકે મુક્ત આત્મામાં જ અત્યંત સંભવે છે. તોપણ સ્થાન અને સ્થાનીનો અભેદ ઉપચાર હોવાથી–સિદ્ધશિલાનું સ્થાન અને સિદ્ધશિલામાં રહેલા જીવોનો અભેદ ઉપચાર હોવાથી, આ પ્રકારનો વ્યપદેશ છે સ્થાનને જ શિવ-અચલાદિનો વ્યપદેશ છે. તે કારણથી આવા પ્રકારના સ્થાન પ્રાપ્ત થયેલા=સમ્યફ પ્રકારે સર્વ કર્મના ક્ષયરૂપ વિસ્મૃતિથી સ્વરૂપના ગમતને કારણે પરિણામ અંતરની પ્રાપ્તિથી પ્રાપ્ત થયેલા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. વિભુને=સર્વવ્યાપી આત્માને આવા પ્રકારની પ્રાપ્તિનો સંભવ નથી; કેમ કે સર્વગતપણું હોતે છતે સદા એક સ્વભાવપણું છે. અને નિત્ય આત્માઓનું એકરૂપપણાથી અવસ્થાન છે; કેમ કે તદ્ભાવથી અવ્યયનું નિત્યપણું છે. આથી ક્ષેત્રથી અસર્વગત અને પરિણામી જ એવા આત્માને આ પ્રકારની પ્રાપ્તિનો સંભવ છે. આથી જ કાયપ્રમાણ આત્મા છે તે સુસ્થિત વચન છે. તેઓને=આવા સ્થાન પામેલા ભગવાનને નમસ્કાર કરું છું એ પ્રમાણે ક્રિયાનો યોગ છે. આવા પ્રકારનાં જ=નમુત્થરં સૂત્રમાં બતાવેલા એવા પ્રકારના જ ભગવાન વિચારકજીવોને નમસ્કાર યોગ્ય છે. અને આદિ-અંતમાં સંગત એવો નમસ્કાર=નમોહૂણં સૂત્રના પ્રારંભમાં અને નમો જિણાણું જિઅભયાણ એ રૂપ અંતમાં રહેલો નમસ્કાર મધ્યવ્યાપી છે=વચલાં દરેક પદો સાથે સંબંધિત છે એ પ્રકારની ભાવના છે. જિતભયવાળા પણ આ જ છે=સિદ્ધના જીવો જ છે, અન્ય નથી, એ પ્રતિપાદન કરવા માટે ઉપસંહાર કરતાં કહે છે.
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy