SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ નહિ હોતે છતેત્રમાર્ગની પ્રાપ્તિ નહિ હોતે છતે યથાઉચિત ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી; કેમ કે માર્ગ, વિષમપણું હોવાથી ચિત્તનું ખલન થવાને કારણે પ્રતિબંધની ઉપપત્તિ છે ગુણસ્થાનકની વૃદ્ધિમાં બાધકની ઉપપત્તિ છે. અને માર્ગ ભગવાનથી પ્રાપ્ત થાય છે. એથી માર્ગને આપે છે. એથી માર્ગને દેનારા છે. સરણયાણ : અને શરણને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. અહીં='સરણદયાણં' પદમાં, શરણ ભયથી આર્ત જીવોને ત્રાણ છે=ભયથી પીડિત જીવોને રક્ષણ છે. અને તે શરણ સંસારરૂપી જંગલમાં રહેલા અતિપ્રબલ રાગાદિથી પીડિત એવા જીવોને દુઃખની પરંપરાના સંક્લેશના વિક્ષોભથી સમાશ્વાસનના સ્થાન જેવું તત્વચિંતારૂપ અધ્યવસાન છે. “વિવિદિષા’ એ પ્રમાણે બીજા કહે છે. અને આ હોતે છતેeતત્ત્વચિંતારૂપ અધ્યવસાન હોતે છતે, તત્ત્વ વિષયક શુશ્રષા-શ્રવણ-ગ્રહણ-ધારણાવિજ્ઞાન-હા-અપોહ-તત્વ અભિનિવેશરૂપ પ્રજ્ઞાના ગુણો થાય છે, કેમ કે તત્વચિંતા વગર તેઓનો=પ્રજ્ઞાના ગુણોતો, અભાવ છે. તેના વગર પણ તત્ત્વચિંતા વગર પણ તેના આભાસો સંભવે છે=ભ્રમાત્મક બુદ્ધિના ગુણો સંભવે છે, પરંતુ સ્વાર્થ સાધકપણાથી ભાવસાર થતા નથી પોતાના કલ્યાણના સાધકપણાથી ભાવસાર બુદ્ધિના ગુણો સંભવતા નથી. અને તત્વચિંતારૂપ શ્રવણ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. એથી શરણ આપે છે. એથી શરણને દેનારા છે=ભગવાન શરણને દેનારા છે. બોહિયાણ - અને બોધિને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અત્રય છે. અહીં=બોહિદયાણં' પદમાં, ‘બોધિ' જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ છે–સૂક્ષ્મ પ્રજ્ઞાપૂર્વક ભગવાનના શાસનના તત્વની પ્રાપ્તિ છે. વળી આ=બોધિ યથાપ્રવૃતકરણ, અપૂર્વકરણ, અતિવૃત્તિકરણ ત્રયના વ્યાપારથી અભિવ્યંગ્ય, અભિન્ન પૂર્વ એવા ગ્રંથિના ભેદથી પશ્ચાતુપૂર્વી દ્વારા પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય અભિવ્યક્તિ લક્ષણ તત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન કહેવાય છે. વિજ્ઞપ્તિ’ એ પ્રમાણે બીજા કહે છે. પંચક પણ આ=અભયદયાણ આદિ પંચક પણ આ, અપુતબંધકને થાય છે; કેમ કે પુનબંધકપણામાં ફરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધને કરનારા જીવોમાં, યથોદિત એવા આનો=અભયાદિતો, અભાવ છે. અને આઅભયાદિ પંચક, યથોત્તર પૂર્વ-પૂર્વના ફલભૂત છે. તે આ પ્રમાણે અભયનું ફલ ચક્ષુ, ચક્ષનું ફલ માર્ગ, માર્ગનું ફલ શરણ, શરણનું ફલ બોધિ અને તે=બોધિ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. એથી બોધિને આપે છે. એથી બોધિને દેનારા છે=ભગવાન બોધિને દેનારા છે. આ રીતે અભયદયાણ આદિ પદોનું વર્ણન કર્યું એ રીતે, અભયદાન-ચક્ષુદાન-માર્ગદાન-શરણદાનબોધિદાતથી જ યથોદિત ઉપયોગની સિદ્ધિ હોવાથી-લોગરમાણ' આદિ પદમાં બતાવેલા ભગવાનના ઉપયોગની સિદ્ધિ હોવાથી, ઉપયોગસંપદાની જ=ભગવાનનો જીવોને જે ઉપયોગ છે તેને કહેનારી સંપદાની જ હેતુસંપદા કહેવાઈ.
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy