SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધર્મસંગ્રહ ભાગ-૪) દ્વિતીય અધિકાર | શ્લોક-૧ સાધુની જેમ ઈર્યાસમિતિમાં ઉપયુક્ત થઈને જિનાલય જવું જોઈએ. અને જિનાલયમાં ગયા પછી સામાયિકનો કાળ પૂરો થયા બાદ જિનાલય સંબંધી કોઈ કૃત્ય પોતે કરી શકે તેમ હોય તો સામાયિકને પારીને તે કૃત્ય કરે. પરંતુ એમ ને વિચારે કે સામાયિકનો પરિણામ દ્રવ્યસ્તવ કરતાં શ્રેષ્ઠ છે. માટે સામાયિકમાં રહીને જ ભગવાનની સ્તુતિ આદિ જ હું કરું. વસ્તુતઃ શ્રાવક જિનાલયમાં ભક્તિના અવસર સિવાય દિવસમાં શેષકાળમાં સામાયિક કરી શકે છે. તેથી ત્યારે પ્રસંગને અનુરૂપ ભગવાનની ભક્તિનું કાર્ય થઈ શકતું હોય તો તે વખતે જિનાલય સંબંધી ઉચિત કૃત્ય કરવાથી જ ભગવાનના પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. શ્રાવકે સદા વિચારવું જોઈએ કે તીર્થકર સદા પુરુષોત્તમ પુરુષ છે. તેમનો વિરહ પોતાના માટે અત્યંત અસહ્ય છે. છતાં જ્યારે તીર્થકરનો વિરહ હોય ત્યારે તીર્થકરની પ્રતિમાને જોઈને જ કંઈક સંતોષ થાય છે અને તેમની ભક્તિ કરીને જ કંઈક ચિત્ત પ્રમુદિત થાય છે. આ પ્રમાણે વિચારીને ભગવાનની ઉચિત ભક્તિ કરવાથી તીર્થકરના સાનિધ્યની પ્રાપ્તિની શ્રાવકને વારંવાર ઉત્કૃષ્ટ ઇચ્છા થાય છે. જેના ફળરૂપે જન્માંતરમાં પણ તેવા ઉત્તમપુરુષનો યોગ શીધ્ર થાય છે. એટલું જ નહિ પરંતુ તીર્થંકરની ભક્તિ કરીને તેમના પ્રત્યે બહુમાનભાવથી થયેલા સંસ્કારો જન્માંત્રમાં જાગ્રત થાય છે. તેથી જન્માંતરમાં તીર્થકર આદિને જોઈને ભક્તિનો અતિશય થાય છે અને તેવા ઉત્તમપુરુષોના સાંનિધ્યના બળથી તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરને તરી શકે છે. આ પ્રકારે સતત સ્મરણ કરીને ઋદ્ધિ રહિત શ્રાવકે પણ તીર્થંકર પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે જિનાલયના ઉચિત કૃત્યોમાં શક્તિ અનુસાર યત્ન કરવો જોઈએ. વળી, શ્રાવક જિનચૈત્યમાં વિધિપૂર્વક પૂજન-વંદન કરે છે એમ કહીને તે વિધિનો યથાર્થ બોધ દશત્રિક આદિ ચોવીશ (ર૪) મૂળ દ્વાર વડે ભાષ્યકારશ્રીએ કહેલ છે. તેનાથી જ પૂર્ણવિધિનો બોધ થાય છે. માટે શ્રાવકે જિનાલયમાં જતી વખતે ત્રણ નિશીહિ કરીને કઈ રીતે જવું જોઈએ ? કઈ રીતે ત્રણ પ્રદક્ષિણા દેવી જોઈએ ? ઇત્યાદિનો સૂક્ષ્મબોધ કરીને તે વિધિ અનુસાર યત્ન કરવો જોઈએ. જેમ પ્રથમ નિશીહિ ચૈત્યાલયમાં પ્રવેશ કરતી વખતે કરે ત્યારે તે નિસહિના બળથી તે પ્રકારે ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે. જેથી નિસાહિ દ્વારા કરાયેલી પ્રતિજ્ઞાને અનુરૂપ જિનાલયમાં સંસાર સંબંધી અન્ય કોઈ મનોવ્યાપાર, વાવ્યાપાર કે કાયવ્યાપાર થાય નહિ. પરંતુ તે સર્વ વ્યાપારથી સંવૃત થઈને એક માત્ર જિનાલય સંબંધી ઉચિત કૃત્યોમાં જ મન-વચન-કાયાના ત્રણે યોગો પ્રવર્તે. વળી ગભારામાં પ્રવેશતી વખતે બીજી નિસીહિ કરે ત્યારે તીર્થંકરની પાસે અત્યંત સાંનિધ્યમાં જવાનો યત્ન હોવાથી તીર્થંકરના ગુણો સિવાય અન્ય કોઈ કૃત્યોનું સ્મરણ ન થાય અને અન્ય કોઈ કૃત્ય સંબંધી વચનપ્રયોગ કે કોઈ કાયિક ચેષ્ટા ન થાય અને તીર્થકરની આશાતનાના પરિવાર માટે દઢ યત્ન થાય તે પ્રકારના ચિત્તનું પ્રણિધાન કરવાથે બીજી નિસહિથી પ્રતિજ્ઞા કરાય છે. અને ભગવાનની અંગપૂજા અને અગ્રપૂજા કર્યા પછી ભગવાનની સ્તોત્રપૂજા કરવાથું વિશેષ રીતે ચિત્તને સંવૃત કરવા માટે ચૈત્યવંદન કરતા પૂર્વે ત્રીજી નિસીહિ કરાય છે. જેના બળથી ચૈત્યવંદનકાળમાં બોલાતાં સૂત્રો, સૂત્રોના અર્થો અને જિનપ્રતિમાનું આલંબન ત્રણમાં ચિત્ત પ્રવર્તે તેનાથી અન્ય ચિત્ત ન પ્રવર્તે તે પ્રમાણે યત્ન કરવાથે ત્રીજી નિસીહિનો પ્રયોગ કરાય છે. આ રીતે ત્રણ નિસહિ, ત્રણ પ્રદક્ષિણા વગેરે
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy