SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પૂજવી જોઈએ. (શ્રાદ્ધવિધિ વૃત્તિ પ. ૫૯-૬૦) અને આ રીતે બધી પ્રતિમાઓને સમાન રીતે પૂજવી જોઈએ. એ રીતે. અવિધિથી કરાયેલી પ્રતિમાને પૂજવાથી તેની અનુમતિના દ્વારા અવિધિની અનુમતિ દ્વારા, આજ્ઞાભંગ લક્ષણદોષની આપત્તિ નથી; કેમ કે આગમનું પ્રામાણ્ય છે. તે આ પ્રમાણે શ્રી કલ્પ બૃહદભાષ્યમાં કહેવાયું છે – નિશ્રાકૃત-અનિશ્રાકૃત સર્વ ચૈત્યમાં ત્રણ સ્તુતિ કરવી જોઈએ. વેલાને અને ચૈત્યોને જાણીને એક-એક પણ કરવી જોઈએ.” નિશ્રાકૃત=ગચ્છ પ્રતિબદ્ધ, અનિશ્રાકૃત તદ્ વિપરીત ગચ્છ અપ્રતિબદ્ધ, સર્વ ચૈત્યમાં ત્રણ સ્તુતિ કરાય છે અને પ્રતિચેત્ય સ્તુતિત્રય અપાયે છતે વેલાતો અતિક્રમ થાય છે. અથવા ત્યાં ઘણાં ચૈત્યો છે તો વેલાને અને ચૈત્યોને જાણીને પ્રતિચૈત્યને એક-એક પણ સ્તુતિ આપવી જોઈએ. આ ચૈત્યગમત, પૂજા, સ્નાત્રાદિવિધિ સર્વ પણ ઋદ્ધિપ્રાપ્ત શ્રાવકને આશ્રયીને કહેવાઈ છે; કેમ કે તેને જ આટલા યોગોનો સંભવ છે=ઋદ્ધિપ્રાપ્ત શ્રાવકને જ આટલા સર્વ આચારોનો સંભવ છે. વળી અરુદ્ધિપ્રાપ્ત શ્રાવક=ધનના વૈભવ વગરનો શ્રાવક, સ્વગૃહમાં સામાયિક ગ્રહણ કરીને કોઈની પણ સાથે ઋણના વિવાદ આદિનો અભાવ હોતે છતે ઈર્ષા સમિતિમાં ઉપયુક્ત સાધુની જેમ ચૈત્યમાં જાય છે. અને પુષ્પાદિ સામગ્રીના અભાવને કારણે દ્રવ્યપૂજામાં અસમર્થ એવો શ્રાવક સામાયિકને પારીને કાયાથી જો પુષ્પાદિના ગૂંથવા આદિનું કાર્ય કર્તવ્ય થાય તો તે કરે છે અને સામાયિકના ત્યાગથી દ્રવ્યસ્તવનું કરણ અનુચિત છે એમ શંકા ન કરવી; કેમ કે સામાયિકનું સ્વાધીનપણું હોવાથી શેષકાળમાં પણ સુકરપણું છે. અને ચૈત્યકૃત્યનું સમુદાયને આધીનપણું હોવાથી કદાચિપણું છે. અને દ્રવ્યસ્તવનું પણ શાસ્ત્રમાં મહાફલત્વનું પ્રતિપાદન છે. જે કારણથી ‘પદ્મચરિત્રમાં કહેવાયું મનથી મનથી જવાના વિચારમાત્રથી, ચતુર્થ થાય છે=ઉપવાસનું ફળ થાય છે. છઠનું ફળ ઊભા થયેલાને થાય છે. ગમનના પ્રારંભમાં અઠમના ઉપવાસનું ફળ થાય છે.” III “ગમનમાં વળી દસ ભક્ત=૪ ઉપવાસનું ફળ થાય છે. તે રીતે બાર ભક્તનું=પ ઉપવાસનું ફળ, ગયે છતે થાય છે. કંઈક મધ્યમાં=જિનાલયના માર્ગના મધ્યમાં, પંદર ઉપવાસનું ફળ થાય છે અને જિનપ્રતિમા જોવાયે છતે માસોપવાસ થાય છે. પુરા જિનભવનને સંપ્રાપ્ત પુરુષ છ માસના ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. વળી એક વર્ષના ઉપવાસનું ફળ દ્વારના દેશમાં રહેલો પ્રાપ્ત કરે છે.” lia પ્રદક્ષિણાથી ૧૦૦ વર્ષના તેના ફળને=૧૦૦ વર્ષના ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જિનની પૂજા કરાયે છતે હજાર વર્ષના તપના ફળને પ્રાપ્ત કરે છે. જિનની સ્તુતિ કરાવે છતે અનંત પુણ્ય પ્રાપ્ત કરે છે.” is પ્રમાર્જનામાં=જિનપ્રતિમાની પ્રમાર્જનામાં, સો વર્ષના ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વિલેપનમાં=જિનપ્રતિમાના વિલેપનમાં હજાર વર્ષના ઉપવાસનું ફળ મળે છે. માલાના આરોપણમાં સો હજાર વર્ષના તપના ફળને પ્રાપ્ત કરે છે.' ગીતવાદમાં અનંત ફળને પ્રાપ્ત કરે છે.”
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy