SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ત્યાર પછી હર્ષથી ઉલ્લસિત થતો, કરાયેલા મુખકોશવાળો જિનેન્દ્ર પ્રતિમાનું રાતનું વાસી નિર્માલ્ય મોરપીંછીથી દૂર કરે.” રા. ત્યાર પછી જિનગૃહનું પ્રમાર્જન કરે, અથવા અન્ય પાસે કરાવે. ત્યાર પછી વિધિપૂર્વક યથાયોગ્ય જિનબિબોની પૂજાને કરે.” liaiા (ચૈત્યવંદનમહાભાષ્ય ૧૯૩-૫) અને અહીં સંઘચૈત્યમાં, વિશેષથી શુદ્ધ ગંધવાળા પાણીથી પ્રક્ષાલન, કેસરમિશ્ર ગોશીષચંદનથી વિલેપન, અંગની રચના, ગોરોચન કસ્તુરી આદિથી પત્રની રચનાનું કરણ, જુદી જુદી જાતિની પુષ્પમાલાનું આરોપણ, ચીકાશુંક વસ્ત્રનું પરિધાપત, કૃષ્ણાગરુ મિશ્ર કપુરનું દહન, અનેક દીપનું ઉદ્યોતન, સ્વચ્છ અખંડ અક્ષતથી અષ્ટમંગલનું આલેખન, વિચિત્ર પુષ્પગૃહ રચનાદિ કર્તવ્ય છે. અને જો પૂર્વે કોઈકના વડે પૂજા કરાયેલી હોય તો વિશિષ્ટ અન્ય પૂજાસામગ્રીના અભાવમાં તે અંગરચનાને દૂર કરે નહિ; કેમ કે ભવ્યજીવોને તેના દર્શનજન્ય પુણ્યાનુબંધી પુણ્યબંધના અંતરાયનો પ્રસંગ થાય. પરંતુ તેને જ પૂર્વમાં કોઈકના વડે કરાયેલી અંગરચનાને જ અતિશયિત કરે. જે કારણથી બૃહદ્ભાષ્ય છે – પૂર્વમાં જ કોઈકના વડે સુવૈભવથી કરાયેલી પૂજા હોય તેને પણ સવિશેષ શોભાવાળું જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કરવું જોઈએ.” III “આ રીતે=પૂર્વની કોઈકની અંગરચનામાં વિશેષ શોભાને કરવામાં આવે એ રીતે નિર્માલ્યના લક્ષણનો અભાવ હોવાથી=પૂર્વમાં કોઈકની કરાયેલી અંગરચનામાં નિર્માલ્યના લક્ષણનો અભાવ હોવાથી, નિર્માલ્ય પણ કહેવાતું નથી; કેમ કે ભોગવિનષ્ટ દ્રવ્ય નિર્માલ્ય છે એ પ્રમાણે ગીતાર્થો કહે છે.” iારા “આથી જ જિનેશ્વરોને જે પ્રમાણે વસ્ત્ર આભરણાદિનું અને બાજુબંધ-કુંડલ આદિનું ફરી પણ આરોપણ કરાય છે તે પ્રમાણે કોઈકની કરાયેલી પૂજાને વિશેષ પ્રકારે કરાય છે.” flaI “અન્યથા–કોઈકની કરાયેલી આંગીને અતિશય વિશેષ કરવાની વિધિ ન હોય તો એક કાષાયિક વસ્ત્રથી જિનેશ્વરની એકસો આઠ (૧૦૮) પ્રતિમાને લૂછતા વિજયાદિ દેવો શાસ્ત્રમાં કેમ વર્ણન કરાયા છે ?” Iકા આ રીતે મૂલબિંબની વિસ્તારપૂર્વક પૂજા કર્યા પછી સૃષ્ટિથી=વૈભવથી, સર્વ બીજા બિબની પૂજા યથાયોગ્ય કરવી જોઈએ. દ્વારકા બિંબની અને સમવસરણના બિબની પૂજા પણ મુખ્યબિંબની પૂજાદિ કર્યા પછી ગર્ભગૃહના નિર્ગમન સમયમાં કર્તવ્ય છે. એ પ્રમાણે સંભાવના છે પરંતુ પ્રવેશ વખતે નહિ. વળી, નજીકમાં પૂજાદિ કરવાનાં છે તેવાં પ્રતિમાઓને, પૂર્વમાં પણ=મૂળનાયકને પ્રણામ કરતા પૂર્વમાં પણ, પ્રણામ માત્ર યુક્ત છે; કેમ કે ત્રીજા ઉપાંગની સાથે અવિસંવાદિની એવી સંઘાચારમાં કહેવાયેલ વિજયદેવની વક્તવ્યતામાં આ રીતે જ પ્રતિપાદન છે. તે આ પ્રમાણે – ત્યાર પછી સુધર્મા સભામાં જવા માટે, જિનની દાઢાના દર્શન થયે છતે પ્રણામ કરીને દાબડાને ઉઘાડીને મોરપીંછીથી પ્રમાર્જના કરે.” III “સુગંધીજલ વડે એકવીસ વખત પ્રક્ષાલ કરીને ગોશીષચંદન વડે અનુલેપ કરીને ત્યાર પછી પુષ્પો વડે વિજયદેવ અર્ચન કરે છે.” iારા
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy