SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ વિપરિણામનું અભવન કલ્પાય છે=વણદિના નહીં, બદલાવાથી લોટનું કાલમાન કલ્પાય છે. ગરમ પાણી ત્રણ વખતના ઉકાળા સુધી મિશ્ર છે. ત્યારપછી અચિત્ત થાય છે જે કારણથી ‘પિંડનિર્યુક્તિ ગ્રંથમાં કહેવાયું છે – અનુવસે દંડે–ત્રણ ઉકાળા ન થયેલા હોતે છતે, ગરમ પાણી મિશ્ર છે. વર્ષાઋતુમાં પાણી પતિત માત્ર હોતે છતે મિશ્ર છે=પ્રથમ વરસાદમાં વરસેલું પાણી, મિશ્ર છે. આદેશ ત્રણને મૂકીને ચોખાનું પાણી અબહુપસન્ન મિશ્ર છે.” (પિંડનિર્યુક્તિ - ગા. ૧૮) વ્યાખ્યા - અનુવૃત્ત ત્રણ દંડ હોતે છતે–ત્રણ ઉકાળા નહીં આવે છતે, ઉષ્ણ પાણી મિશ્ર છે. ત્યારપછી અચિત્ત છે અને વર્ષામાં=વરસાદમાં પતિત માત્રામાં, પ્રામાદિમાં ઘણા મનુષ્યની પ્રચારભૂમિમાં જે જળ છે તે જ્યાં સુધી પરિણમન પામતું નથી ત્યાં સુધી મિશ્ર છે. વળી, અરણ્યભૂમિમાં જે પ્રથમ (વરસાદ) પડે છે. તે પતિત માત્ર મિશ્ર છે. પાછળથી પડતું સચિત્ત છે. આદેશત્રિકને મૂકીને ચોખાનું પાણી અબહુપસન્ન મિશ્ર છે. વળી, અતિસ્વચ્છીભૂત અચિત્ત છે. અહીં ત્રણ આદેશો આ પ્રમાણે છે. ૧. ચોખાના પાણીમાં ચોખાના ધોવાયેલા વાસણથી અન્ય વાસણમાં નંખાતું ચોખાનું પાણી ત્રુટિત થઈને વાસણની પાસે લાગેલા બિંદુ જ્યાં સુધી શાંત થતા નથી ત્યાં સુધી મિશ્ર છે. એ પ્રમાણે કેટલાક કહે છે. ૨. વળી, તે પ્રમાણે જ થયેલા બુબુદા=બીજા વાસણમાં નંખાયેલા પરપોટા જ્યાં સુધી શમે નહીં ત્યાં સુધી મિશ્ર છે. એમ બીજા કહે છે. . વળી, ચોખા જ્યાં સુધી રંધાય નહીં ત્યાં સુધી મિશ્ર છે. એમ અન્ય કહે છે. આ ત્રણેય પણ આદેશો==ણ મતો, અનાદેશ છેઃઅપ્રમાણ છે; કેમ કે રૂક્ષ એવું બીજું વાસણ, પવન કે અગ્નિના સંભવ આદિથી આમાં મિશ્રણમાં, કાલનિયમનો અભાવ છે. તેથી અતિસ્વચ્છીભૂત જEવાસણમાં મલ નીચે બેસી જવાથી થયેલ અતિસ્વચ્છ જલ જ, અચિત્ત છે. “નીવાના પાણીનું ગ્રહણઃસાધુને વસ્ત્ર ધોવા માટે નીવાના પાણીનું ગ્રહણ છે. કેટલાક, ભાજનમાં ગ્રહણ કરવાનું કહે છે સાધુના ભાજપમાં ગ્રહણ કરવાનું કહે છે. અશુચિ હોવાને કારણે=નીવાના પાણીમાં અશુચિ હોવાને કારણે પ્રતિષેધ છે સાધુના ભાજનમાં ગ્રહણનો પ્રતિષેધ છે. ગૃહસ્થના ભાજનમાં ગ્રહણ છે=વસ્ત્ર ધોવા માટે સાધુ નીવાનું પાણી ગૃહસ્થના વાસણમાં ગ્રહણ કરે. સ્થિત વર્ષા હોતે છતે મિશ્રણ છે–વરસાદ ચાલુ હોતે છતે તે પાણી મિશ્ર છે. છાર=નીવાનું પાણી ગ્રહણ કર્યા પછી તેમાં ક્ષાર રાખવો જોઈએ.” (પિંડનિર્યુક્તિ - ૩૨) “નીવાનું પાણી અત્યંત ઉષ્ણ એવા સૂર્યનાં કિરણોના સંપર્કથી ગરમ એવા વીવાના સંપર્કથી અચિત્ત થાય છે. આથી તેના ગ્રહણમાં સાધુને વસ્ત્ર ધોવા અર્થે નીવાના પાણીના ગ્રહણમાં, કોઈ વિરાધના નથી. કેટલાક કહે છે. સ્વભાજનમાં=સાધુએ પોતાના ભાજનમાં, તે=ીવાનું પાણી ગ્રહણ કરવું જોઈએ. અહીં આચાર્ય કહે છે. અશુચિપણું હોવાથી સ્વપાત્રમાં સાધુને પોતાના પાત્રમાં, ગ્રહણનો પ્રતિષેધ છે. તેથી કુંડી આદિરૂપ ગૃહસ્થના ભાજનમાં ગ્રહણ કરવું જોઈએ. વરસાદ વરસતે છતે તે મિશ્ર છે. ત્યારપછી સ્થિત વર્ષા હોતે છતે=વરસાદ બંધ થયે છતે, અંતર્મુહૂર્ત પછી ગ્રહણ કરવું જોઈએ તે વરસાદનું પાણી ગ્રહણ કરવું જોઈએ. પાણી કેવલ અચિત્ત પણ ત્રણ પ્રહર પછી સચિત્ત થાય છે. આથી તેની મધ્યમાં=નીવાના પાણીની મધ્યમાં ક્ષાર રાખવો જોઈએ. આ રીતે સ્વચ્છતા પણ થાય” એ પ્રમાણે “પિંડનિર્યુક્તિ વૃત્તિમાં છે. ચોખાના ધોવાણનું પહેલું, બીજું, ત્રીજું પાણી અચિરકૃત મિશ્ર છેeતરતનું ધોવાયેલું પાણી મિશ્ર
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy