SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ “વળી જે વૃત્તાક, કાલિંગ અને મૂળાનો ભક્ષક છે તે મૂઢાત્મા અનંતકાલે હે પ્રિયે ! મારું સ્મરણ કરશે નહિ.” (શિવપુરાણ) ૨૦. ચલિતરસ :- અને ચલિત વિનષ્ટ, રસ-સ્વાદ, ઉપલક્ષણપણાથી વર્ણાદિ=ચલિત વર્ણાદિ, છે જેને તે ચલિતરસ; કેમ કે કુથિત અન્ન પષિત દ્વિદલ, પૂપિકાદિ, કેવલ પાણીથી રંધાયેલ ક્રાદિનું અનેક જંતુથી સંસક્તપણું છે. પુષ્પિત ઓદન, પક્વાન આદિ બે દિવસથી અતીત એવાં દહીં આદિ પણ ચલિત રસવાળાં છે. ત્યાં પક્વાન આદિને આશ્રયીને આ પ્રમાણે કહેવાયું છે – આરંભ કરાયેલા પ્રથમ દિવસથી વર્ષાઋતુમાં પંદર દિવસ, શિયાળામાં એક માસ અને ઉનાળામાં ૨૦ દિવસ સાધુને કહ્યું છે–પફવાન આદિ કલ્પ છે.” વળી, કેટલાક આ ગાથાનું અલભ્યમાન સ્થાનપણું કહેતા જયાં સુધી ગંધ-રસાદિ દ્વારા વિનાશ ન પામે ત્યાં સુધી અવગાહિમ–તળેલું, શુદ્ધ છે, એ પ્રમાણે કહે છે. બે દિવસથી અતીત એવા દહીંમાં પણ જીવસંસક્તિ છે. જે પ્રમાણે કહ્યું છે – જો મગ-અડદ આદિ વિદલ=દ્વિદળ, કાચા ગોરસમાં પડે તો ત્રસજીવની ઉત્પત્તિ કહી છે. અને દહીંમાં પણ બે દિવસ ઉપર ત્રસજીવોની ઉત્પત્તિ કહે છે.” III. “છાશ, કાંજી, તીમનાદિમાં રસથી ઉત્પન્ન થયેલા પાયુ કૃમિની આકૃતિવાળા અતિસૂક્ષ્મ જીવો થાય છે" એ પ્રમાણે હારિભદ્રી દશવૈકાલિક વૃત્તિમાં પણ કહેવાયું છે. (૪/૧-૫.૧૪૧) બે દિવસથી અતીત દહીંમાં પણ જીવો થાય છે." એ પ્રમાણે તેમસૂરિનું હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું, વચન છે. (યોગશાસ્ત્ર-૩/૭) ૨૧. તુચ્છ ફળ :- અને તુચ્છ=અસાર, પુષ્પ અને ફળ તે આદિ છે જેને તે પુષ્પફલાદિ તુચ્છ પુષ્પફલાદિ – “ઘ' સમુચ્ચમાં છે. આદિ' શબ્દથી મૂલ-પત્રાદિનો પરિગ્રહ છે. ત્યાં તુચ્છ પુષ્પ અરણિ, કરીર, શિગૂ, મધૂક આદિ સંબંધી છે. તુચ્છ ફળ મધૂક, જંબુ, ટિમ્બરુ, પીલુ, પાકેલાં કરમદાં, ઇંગુદીફલ, પિંડ્યૂ, મકુર, વાલુઉલિ, બૃહદ્ધદર, કચ્છ, કોઠિંબડાં, ખસખસ આદિ છે. વર્ષાઋતુમાં તદુલીયક આદિનાં પત્ર બહુજીવ સંમિશ્રપણું હોવાથી ત્યાજ્ય છે. અન્ય પણ આવા પ્રકારના મૂળા આદિ ત્યાજ્ય છે. અથવા જે અર્ધનિષ્પન્ન કોમળ ચવલક અને મગની શીંગો આદિ ત્યાજ્ય છે; કેમ કે તેના ભક્ષણમાં કેવા પ્રકારની તૃપ્તિ નથી અને ઘણી વિરાધના છે. ૨૨. દ્વિદળ:- અને આમ એ પ્રમાણે અને આમ=કાચું, એવું ગોરસ તે આમગોરસ, ત્યાં સંપૂક્ત આમગોરસયુક્ત કાચા દૂધ-દહીં-છાશથી સંમિલિત દ્વિદળ હેય છે; કેમ કે કેવલીગમ્ય, સૂક્ષ્મજીવ સંસક્તિનો સંભવ છે અને “સંસક્ત નિર્યુક્તિ આદિમાં કહેવાયું છે – સર્વ પણ દેશોમાં, સર્વ પણ તેવા પ્રકારના કાળમાં, કાચા ગોરસથી યુક્ત એવાં કઠોળમાં નિગોદ અને પંચેદ્રિય જીવો ઉત્પન્ન થાય છે." III (સંબોધ પ્રકરણ શ્રા. ૮૪) વળી દ્વિદળનું લક્ષણ આ પ્રમાણે કહે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy