________________
૨૮
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૩૨૩૩-૩૪
જે કારણથી કહેવાયું છે – “અંતર્મુહૂર્તથી પછી સુસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ, જંતુઓના સમૂહ જેમાં ઉત્પન્ન થાય છે તે માખણ વિવેકી પુરુષો વડે ખાવું જોઈએ નહિ.” (યોગશાસ્ત્ર ૩/૩૪)
અને ઉદુમ્બરથી ઉપલક્ષિત પંચકકવડ, પિપ્પલ, ઉદુમ્બર, પ્લેક્ષ, કાકોદુમ્બરી ફલલક્ષણ ઉદુમ્બરપંચક, મશક આકારવાળું સૂક્ષ્મ બહુજીવોનો સમૂહ હોવાથી વર્જનીય છે. જે કારણથી યોગશાસ્ત્રમાં કહેવાયું
“ઉદુમ્બર, વડ, પ્લેક્ષ, કાકોદુમ્બર વૃક્ષોના અને પિપ્પલના કૃમિના સમૂહથી યુક્ત એવા ફળને ખાવું જોઈએ નહિ.” (યોગશાસ્ત્ર ૮૩/૪૨)
લોકમાં પણ કહેવાયું છે – “અહો ! આશ્ચર્ય છે કે કોઈપણ જન કોઈના ચિત્તમાં અકસ્માત કયાં પણ, ક્યાંકથી પણ, કોઈકના વડે પણ ઉદુમ્બર ફલના પ્રાણીના ક્રમ વડે ક્ષણથી પ્રવેશ કરે છે. જેના વડે=જે પુરુષ વડે, આ પણ પાટિત કરાયે છતે પણ= ઉદુમ્બર ફલ પાટિત કરાયે છતે પણ, વિઘટિત કરાયે છતે, વિસ્ફોટિત કરાય છ0, ત્રોટિત કરાયે છતે, નિષ્પિષ્ટ કરાયે છતે, પરિગાલિત કરાયે છતે, વિદલિત કરાયે છતે, આ=કોઈકના ચિત્તમાં, પ્રવેશ કરેલ પુરુષ નીકળે-તેના ચિત્તમાંથી બહાર નીકળે અથવા નીકળતો નથી. ૧૦. અને હિમ=બરફ, તે પણ અસંખ્ય અપકાયના જીવોરૂ૫પણું હોવાને કારણે ત્યાજ્ય છે. ૧૧. વિષ=સાપનું ફીણ આદિ મંત્ર ઉપહત વીર્યવાનું પણ ઉદર અંતતિ ગંડોલકાદિ જીવઘાતનું હેતુપણું હોવાથી અને મરણ સમયમાં મહામોહ ઉત્પાદકપણું હોવાથી હેય છે. ૧૨. કાકાકરા. અસંખ્ય અપકાયિકપણું હોવાથી કરા-દ્રવીભૂત પાણી વર્ષ છે.
નથી શંકા કરે છે – આ રીતે, અસંખ્ય અકાયપણાથી અભક્ષ્યપણું હોતે છતે પાણીના પણ અભક્ષ્યપણાની આપત્તિ છે. એ પ્રમાણે પૂર્વપક્ષ કહે તો ગ્રંથકારશ્રી કહે છે. તારી વાત સાચી છે. અસંખ્ય જીવમયપણામાં પણ પાણી વગર નિર્વાહનો અભાવ હોવાથી તેની પાણીની, તે પ્રકારની ઉક્તિ નથી=અભક્ષપણારૂપે કથન નથી.
૧૩. અને મૃદજાતિ – સર્વ પણ માટી દર્દરાદિ દેડકાદિ, પંચેન્દ્રિય પ્રાણીની ઉત્પત્તિના નિમિત્તપણા આદિથી મરણાદિનું અનર્થકારીપણું હોવાને કારણે ત્યાજ્ય છે. જાતિગ્રહણ મૃજાતિમાં રહેલ જાતિનું ગ્રહણ, ખટિકાદિ સૂચક છે; કેમ કે તેના ભક્ષણનું=ખટિકાદિના ભક્ષણનું, આમનું આમવાત રોગના, આશ્રયાદિ દોષનું જનકપણું છે અને માટીનું ગ્રહણ ઉપલક્ષણ છે તેથી સુધા આદિ પણ વર્જનીય છે; કેમ કે તેના ભક્ષકને પણ આંતરડાના તાશ આદિ અનર્થનો સંભવ છે. અને માટીના ભક્ષણમાં અસંખ્ય પૃથ્વીકાય આદિની વિરાધના પણ છે. મીઠું પણ અસંખ્ય પૃથ્વીકાયાત્મક છે. એથી સચિત્ત ત્યાય છે. પ્રાસુક=અચિત્ત મીઠું ગ્રાહ્ય છે. પ્રાસકપણું=અચિત્તપણું, અગ્નિ આદિ પ્રબલ શસ્ત્રના યોગથી જ છે. અન્યથા નથી; કેમ કે ત્યાં-મીઠામાં, પૃથ્વીકાય જીવોનું અસંખ્ય પણું હોવાને કારણે