SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ધર્મસંગ્રહ ભાગ-૩/ દ્વિતીય અધિકાર | શ્લોક-૫૯ અથવા તીર્થકરના જન્મકલ્યાણકસ્થળમાં, દીક્ષા કલ્યાણકસ્થળમાં, કેવલજ્ઞાનકલ્યાણકસ્થળમાં કે નિર્વાણકલ્યાણકસ્થળમાં જિનભવન કરીને ભગવાનની ભક્તિ કરે છે; કેમ કે તીર્થંકરનાં જન્મકલ્યાણકાદિ સ્થળો જોઈને શ્રાવકને સ્મૃતિ થાય છે કે સર્વોત્તમ પુરુષો આ પવિત્ર ભૂમિ પર જન્માદિ પામ્યા છે. માટે તે સ્થાન પણ ભક્તિપાત્ર છે અને તેવા સ્થાને ભગવાનની સ્મૃતિ અર્થે વિધિપૂર્વક જિનભવન નિર્માણ કરીને તીર્થંકર પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ શ્રાવક કરે છે. વળી, કેટલાક સુખી સંપન્ન શ્રાવકો સંપ્રતિરાજાની જેમ દરેક નગરોમાં સ્થાને સ્થાને જિનાલયો કરીને ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ અતિશયિત કરે છે. તેથી જે શ્રાવકને સંસારથી ભય લાગેલો હોય, તીર્થંકર પ્રત્યે અત્યંત ભક્તિ છે, તેથી શક્તિ અનુસાર શ્રાવકના ઉચિત આચારનું જ્ઞાન મેળવે. કઈ રીતે ભગવાનની ભક્તિ કરવાથી દ્રવ્યસ્તવ, ભાવરૂવરૂપ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે તેના રહસ્યને જાણે અને ભગવાનના શાસન પ્રત્યે કોઈને દ્વેષ ન થાય, યોગ્ય જીવોને બીજાધાનની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉર્જિત આશયપૂર્વક જિનભવન નિર્માણ કરે તો તે પ્રવૃત્તિથી વિતરાગ પ્રત્યેના બહુમાનને કારણે અવશ્ય ચારિત્રની પ્રાપ્તિ કરીને તે શ્રાવક અલ્પ સમયમાં સંસારસાગરથી પારને પામે છે. વળી, જે શ્રાવક પાસે તેવી ઋદ્ધિ નથી તોપણ પોતાની શક્તિ અનુસાર તૃણની ભીંત આદિવાળું નાનું ચૈત્યાલય કરે અને એક પુષ્પ પણ ભગવાનને અર્પણ કરે તો પણ પરમગુરુ એવા તીર્થંકરની ભક્તિના ફળથી મહાપુણ્યનું અર્જન કરે છે. જેના ફળરૂપે સુદેવત્વને અને સુમનુષ્યત્વને પામીને સંસારસાગરથી તરે છે. વળી, જિનાલય નિર્માણ કર્યા પછી તેના નિભાવ માટે જે કોઈ પણ વ્યવસ્થા કરે તે પણ જિન ભવનમાં ધનનો વ્યય છે. વળી, જીર્ણ થયેલાં ચૈત્યોનું સમારકામ કરે, નાશ પામેલાં ચૈત્યોનું ઉદ્ધરણ કરે ? તે સર્વ પણ જિનભવનના નિર્માણમાં ધનવ્યય છે. તેથી પોતાના કાળમાં વિદ્યમાન સંયોગ અનુસાર વિવેકપૂર્વક જિનભવનમાં ધનવ્યય કરવાથી શ્રાવકને મહાન લાભની પ્રાપ્તિ થાય છે. અહીં કોઈક વિચારકને શંકા થાય કે ભગવાનનો ધર્મ તો નિરવદ્ય આચરણારૂપ છે. તેથી જિનભવનનું નિર્માણ, જિનપ્રતિમાનું નિર્માણ કે જિનપ્રતિમાની પૂજા આદિ કરવી તે ઉચિત કહી શકાય નહિ; કેમ કે સ્થૂલદષ્ટિથી જોવાથી તે સર્વ કૃત્ય છજીવનિકાયની વિરાધના સ્વરૂપ છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – જેઓ પોતાની જીવનવ્યવસ્થા માટે છકાયના વધમાં પ્રવર્તે છે તેઓ ભગવાનની ભક્તિમાં હિંસા છે તેમ વિચારીને અપ્રવૃત્તિ કરે છે તે તેઓનો મોહ છે. તેથી એ ફલિત થાય કે જે શ્રાવકો અત્યંત નિરવદ્ય પ્રવૃત્તિવાળા થઈને સુસાધુની જેમ પ્રતિમાઓને વહન કરે છે, સંસારના સર્વ આરંભોનો ત્યાગ કરે છે અને કેવલ શ્રુતથી આત્માને વાસિત કરીને આત્માના સંવરભાવને ઉલ્લસિત કરવા સમર્થ છે તેવા શ્રાવકો ભગવાનની પૂજાદિ ન કરે અને સાધુની જેમ અત્યંત નિરવદ્ય જીવન જીવવા ઇચ્છે તે ઉચિત છે. પરંતુ જેઓનું ચિત્ત તે પ્રકારે સંપન્ન થયું નથી અને જેઓ પોતાના ગૃહસ્થજીવનમાં શાતા અર્થે અને કુટુંબના પાલન અર્થે આરંભ-સમારંભ કરીને જ જીવી શકે તેવા છે તેવા શ્રાવકોને તીર્થંકર પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક જિનગૃહનું નિર્માણ કરવું ઉચિત છે; કેમ કે તે પ્રકારની પ્રવૃત્તિથી વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે છે. અને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવથી સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાની
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy