________________
૨૫૬
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પપ અવિધિથી કરાયેલા કરતાં નહીં કરાયેલું સારું છે. અસૂયાવચન સમયને જાણનાર કહે છે. જે કારણથી નહીં કરવામાં ગુરુ પ્રાયશ્ચિત્ત છે. કરવામાં અવિધિથી પણ અનુષ્ઠાન કરવામાં, લઘુ પ્રાયશ્ચિત્ત છે.” ().
તે કારણથી ધર્માનુષ્ઠાન નિરંતર કરવું જ જોઈએ. પરંતુ તેને=ધર્માનુષ્ઠાનને, કરતા પુરુષે સર્વશક્તિથી વિધિમાં યત્ન કરવો જોઈએ, આ જ શ્રદ્ધાળુનું લક્ષણ છે. અને કહે છે –
શક્તિમાન શ્રદ્ધાળુ વિધિસાર જ અનુષ્ઠાન સેવે છે. દ્રવ્યાદિ દોષથી વિહત પણ તેમાં વિધિમાં, પક્ષપાતને ધારણ કરે છે. [૧] (ધર્મરત્વ પ્રકરણ ગા. ૯૧)
ધન્ય જીવોને વિધિનો યોગ છે પરિપૂર્ણ વિધિપૂર્વક અનુષ્ઠાનનું સેવન છે. વિધિના પક્ષના આરાધકો સદા ધન્ય છે. વિધિના બહુમાની ધન્ય છે. વિધિ પક્ષના અદૂષકો ધન્ય છે. રા (સંબોધપ્રકરણ સુગુરુ ૩૪૦)
આસન્નસિદ્ધિ જીવોને હંમેશાં વિધિનો પરિણામ હોય છે. અભવ્ય જીવ અને દુર્ભવ્યોને વિધિનો ત્યાગ અને અવિધિથી ભક્તિ હોય છે.” iડા (સંબોધપ્રકરણ - દેવાધિ૧૯૩).
કૃષિ-વાણિજ્ય સેવાદિ ભોજન-શયન-આસન-ગમન-વચનાદિ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની વિધિથી પૂર્ણ ફલવાળાં છે. અન્યથા નથી. આથી જ સકલ પુણ્યક્રિયાના પ્રાંતમાં સકલ ધર્મક્રિયાના અંતમાં, અવિધિ-આશાતનાના નિમિત્તે મિથ્યાદુષ્કૃત્ય આપવું જોઈએ જ. એથી પ્રસંગથી સર્યું. પપા ભાવાર્થ :
શ્રાવકે પ્રતિદિન પોતાનાં નિયત કૃત્યો ઉચિત કાળે કરવાં તે કર્તવ્ય છે. જે શ્રાવક સામાયિક વ્રત ગ્રહણ કરે છે તે શ્રાવક પ્રતિદિન કે અમુક દિવસ માટે મારે સામાયિક કરવું જોઈએ તેવી પ્રતિજ્ઞા કરે છે અને કરેલી તે પ્રતિજ્ઞાનું શ્રાવકે નિત્ય સ્મરણ રાખવું જોઈએ. જેથી વિસ્મરણ વગર સામાયિકના ઉચિત કાળે સામાયિકની ક્રિયા કરે અને કોઈ લાભાલાભનું કારણ હોય અને સામાયિકના નિયત કાળમાં ફેરફાર કરવાનો આવે તોપણ નિત્ય સામાયિકના ગ્રહણ કરવાના કાળનું સ્મરણ કર્યા પછી આજે આ પ્રકારનો વિશેષ લાભ છે. માટે સામાયિકના સમય વખતે હું અત્યારે સામાયિક કરતો નથી, છતાં પછી કરીશ એવો સંકલ્પ કરે છે. પરંતુ તેનું કોઈ કારણ ન હોય તો સામાયિક કરવાના ઉચિત કાળે શ્રાવક અવશ્ય સામાયિક કરે અને જે શ્રાવક પોતાના ઉચિત કૃત્યની નિત્ય સ્મૃતિ કરવાની પ્રકૃતિવાળા નથી તેઓને સામાયિક કરવાના અવસરનું વિસ્મરણ થાય અને પાછળથી સામાયિક કરે તોપણ સ્મૃતિમાં સામાયિકનું અનવધારણ પ્રબલ પ્રમાદદોષને કારણે થાય છે તે સામાયિક વ્રત માટે અતિચારે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સામાયિક વ્રતના અર્થીએ શક્તિ હોય તો નિયતકાળે જ સામાયિક કરવાનો સંકલ્પ કરવો જોઈએ. નિયતકાળે જ ભગવાનની પૂજા કરવી જોઈએ. કોઈક કારણથી તે નિયતકાળે જ કરવું અશક્ય જણાય તોપણ તે કાળે સામાયિક કરવાના કૃત્યનું સ્મરણ કરવું જોઈએ; કેમ કે મોક્ષના અનુષ્ઠાનની નિત્ય સ્મૃતિ રાખવાથી મોક્ષ પ્રત્યે રાગ સ્થિર રહે છે. અને ઉચિતકાળે તે અનુષ્ઠાન કરવાનો પ્રયત્ન થાય છે. સામાયિક કરવામાં ઉચિતકાળનું વિસ્મરણ થયું તે બતાવે છે કે ચિત્તમાં સામાયિક કરવાના કાળનું સ્મરણ રાખવાની તે જીવની પ્રકૃતિ નથી. તેથી તે પ્રકારનો સામાયિક પ્રત્યે આદર નથી. તે રૂપ પ્રબલ પ્રમાદ દોષ છે.