SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩ तत्र शकटानामिति चतुष्पदवाह्यानां वाहनानाम्, तदङ्गानां चक्रादीनाम्, घटनं स्वयं परेण वा निष्पादनम्, खेटनं वाहनं च शकटानामेव सम्भवंति, स्वयं परेण वा, विक्रयश्च शकटादीनां तदङ्गानां च, इदं कर्मापि सकलभूतोपमर्दजननम्, गवादीनां च वधबन्धादिहेतुः ३ । ટીકાર્ચ - “મનઃ' .. વઘવન્યાતિઃ રૂ મનઃ' શબ્દ શકટ અર્થમાં છે અર્થાત્ ગાડાના અર્થમાં છે. અને તેનું કર્મ=ગાડાને બતાવવું, ગાડાનાં અંગોને બતાવવાં, ગાડાને ચલાવવું અને ગાડાને વેચવું તે સર્વ શકટકર્મ છે, જેને કહે છે – ગાડાને ઘડવું, ગાડાનાં અંગોને ઘડવાં, ગાડાને ચલાવવું અને ગાડાંઓનું વેચાણ કરવું" તે શકટજીવિકા કહેવાય છે." [૧n (યોગશાસ્ત્ર-૩/૧૦૩). ત્યાં=શકટજીવિકામાં, ગાડાંઓના-ચતુષ્પદથી વાહ્ય એવાં વાહનોના અને તેનાં અંગો ચક્રાદિનું ઘડવું=સ્વયં કે પર દ્વારા નિષ્પાદન કરવું, ખેડવું ચલાવવું અને વહન કરવું શકટોનું જ સંભવ છે. સ્વયં કે પરદ્વારા ગાડાંઓનું વેચવું કે બીજા પાસે વેચાવવું અને તેનાં અંગોનું સ્વયં વેચવું કે બીજા પાસે વેચાવવું આ કર્મ પણ બધા જીવોના ઉપમદનનું કારણ છે અને ગાય વગેરેને વધ-બંધાદિનો હેતુ છે. ૩ ભાવાર્થ :(૩) અનકર્મ=સાટીકર્મ - ગાડાં વગેરે બનાવવાં, તેનાં અંગો બનાવવાં, તેને સ્વયં વેચવું, બીજા પાસે વેચાવવું તે સર્વમાં સાક્ષાત્ બીજા જીવોને પીડા હોવાથી શ્રાવકે તેવાં કાર્ય કરવા જોઈએ નહિ; કેમ કે ગાડાં વગેરે ચલાવવાથી ગમનાદિમાં ત્રસાદિ જીવોની હિંસા થાય છે અને તેમાં વપરાતાં પશુઓને વધ-બંધાદિની પ્રાપ્તિ થાય છે. તે સર્વ પ્રવૃત્તિમાં ગાડાં બનાવનાર અને વેચનાર સાક્ષાત્ સંબંધવાળા થાય છે. તેથી તેવાં કૃત્યો દયાળુ શ્રાવકે કરવાં જોઈએ નહિ. અને વર્તમાનમાં જે યાંત્રિક સાધનો ચાલતાં હોય તેમાં પણ તે વાહનાદિના ગમનાદિમાં સાક્ષાત્ જીવોની હિંસા થતી હોય છે તેથી તેવાં સાધનો બનાવવાં કે તેવાં સાધનો ચલાવવામાં પણ તે પ્રકારના હિંસાદિ દોષોની પ્રાપ્તિ છે. માટે દયાળુ શ્રાવક સ્વયં વાહનાદિમાં ગમન કરે તોપણ તેવા આરંભસમારંભનાં કૃત્યો જેમાં ઘણાં હોય તેવાં સાધનો શ્રાવક બનાવે કે વેચે નહિ; કેમ કે તે સર્વ કૃત્યોમાં શ્રાવકનું દયાળુ ચિત્ત ઘવાય છે. સામાન્યથી વિવેકસંપન્ન શ્રાવક ગૃહકાર્યમાં સ્થાવરજીવોની પણ શક્ય એટલી જયણા કરવા પ્રયત્ન કરે છે. ત્રસજીવોની હિંસા ન થાય તેવો ઉચિત યત્ન કરે છે. છતાં વાહનાદિના ગમનકાળમાં તે પ્રકારની યતના સંભવતી નથી તેથી શક્તિ અનુસાર તેવાં ગમનાદિનાં કૃત્યો શ્રાવક સ્વયં પરિમિત કરે છે. જેથી તેનો દયાનો પરિણામ સદા ચિત્તમાં વર્તે છે. જો તેવો શ્રાવક યંત્રો ચલાવવાં વગેરે કાર્યો આજીવિકા માટે કરે તો તેનાથી
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy