SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૯ ૪. ક્ષેત્રવૃદ્ધિ - અને દિફવ્રતના વિષયવાળા પૂવદિ દેશના ક્ષેત્રનું હસ્વ હોવા છતાં=પરિમિત પ્રમાણ હોવા છતાં, વૃદ્ધિ વર્ધન=પશ્ચિમ આદિ ક્ષેત્રના પરિમાણના પ્રક્ષેપ દ્વારા દીર્ઘકરણ, ક્ષેત્રવૃદ્ધિ છે. જે પ્રમાણે કોઈના વડે પૂર્વ-પશ્ચિમ દિશામાં પ્રત્યેકને આશ્રયીને સો યોજત ગમન પરિમાણ કરાયું, અને ઉત્પન્ન પ્રયોજતવાળો એવો તે શ્રાવક, એક દિશામાં તેવું યોજનનું વ્યવસ્થાપન કરીને વળી અત્યદિશામાં એકસો દશ યોજી ગમન કરે છે. બંને પણ પ્રકારથી બસો યોજનરૂપ પરિમાણનું અવ્યાહતપણું હોવાથી=પ્રતિજ્ઞા અનુસાર હોવાથી, એ રીતે એક સ્થાનમાં ક્ષેત્રને વધારવાથી વ્રતસાપેક્ષપણાને કારણે અતિચાર છે. ૫. સ્મૃતિભ્રંશ :- અને સ્મૃતિનું=સો યોજનાદિરૂપ દિક્પરિમાણના વિષયરૂપ સ્મરણનું, અતિવ્યાકુલપણાથી, પ્રમાદીપણાથી અને મતિના અપાટવાદિથી ભંશ=ધ્વસ સ્મૃતિભ્રંશ છે. તે આ પ્રમાણે - કોઈકના વડે પૂર્વદિશામાં સો યોજવનું પરિમાણ કરાયું હતું અને ગમતકાળમાં સ્પષ્ટપણા રૂપે સ્મરણ નથી. શું સ્મરણ નથી ? એ સ્પષ્ટ કરે છે – સો યોજન પરિમાણ કરાયું છે કે ૫૦ થોજન કરાયું છે? એ પ્રમાણે સ્મરણ નથી. તેની આ પ્રકારની અસ્મૃતિમાં ૫૦ યોજનના અતિક્રમણથી અતિચાર થાય અને સો યોજનના અતિક્રમણથી ભંગ થાય. સાપેક્ષપણું હોવાથી પ૦ યોજના ઉલ્લંઘનમાં અતિચાર થાય છે. અને નિરપેક્ષપણું હોવાથી ૧૦૦ યોજનના ઉલ્લંઘનમાં ભંગ છે. તેથી ગ્રહણ કરાયેલું વ્રત સ્મરણ જ કરવું જોઈએ; કેમ કે સ્મૃતિમૂલ જ સર્વ અનુષ્ઠાન છે. એ પ્રમાણે પાંચમો અતિચાર છે=સ્મૃતિભ્રંશરૂપ પાંચમો અતિચાર છે. અને અહીં સ્મૃતિભ્રંશ અતિચારના વિષયમાં, આ વૃદ્ધસંપ્રદાય છે. જો સ્મૃતિભ્રંશ કે અનાભોગથી પરિમાણ અતિક્રાન્ત થાય તો તેના વડે=પચ્ચકખાણ કરનાર શ્રાવક વડે, જ્ઞાત થયે છd=મર્યાદાનું ઉલ્લંઘન થયું છે તેવું જ્ઞાત થયે છતે, લિવર્તન થવું જોઈએ અને પરતઃ=આગળ, જવું જોઈએ નહિ. અન્યને પણ વિસર્જન કરવું જોઈએ નહિ પોતાની સાથે કોઈ અન્ય હોય તેને પણ તે કાર્ય કરવા માટે મોકલવો જોઈએ નહિ. હવે અનાજ્ઞાથી=પોતાના સૂચન વગર કોઈપણ ગયેલો થાય ત્યારે તેના વડે જે પણ પ્રાપ્ત કરાયું અથવા સ્વયં વિસ્મરણ કરીને ગયેલા વડે જે પ્રાપ્ત કરાય તે ગ્રહણ કરાતું નથી. વળી, તીર્થયાત્રાદિ ધર્મ નિમિત્ત નિયમિત ક્ષેત્રથી આગળમાં પણ સાધુની જેમ ઈર્યાસમિતિના ઉપયોગથી જતા એવા શ્રાવકને દોષ નથી. ધનાર્જનાદિ એહિક ફલ માટે જ અધિક ગમનનું નિયમન છે. એ પ્રમાણે દિગુપરિમાણ વ્રતના અતિચારો છે. ૪૯ ભાવાર્થ શ્રાવક સંપૂર્ણ સાવદ્યથી નિવૃત્તિના પરિણામવાળા નથી. તેથી ત્રસકાયની રક્ષા કરે છે, સ્થાવરમાં જયણા કરે છે. તોપણ જેમ લોખંડનો તપાવેલો ગોળો જ્યાં જાય ત્યાં ઘણા જીવોની વિરાધના કરે છે તેમ
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy