SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૬ અનુચિત છે. પરંતુ પુત્રાદિના લગ્નની ચિંતા કોઈ કરે તેમ હોય તો પણ તેમના લગ્નાદિની પ્રવૃત્તિમાં શ્રાવકે રસ લેવો ઉચિત નથી. અને કોઈક કારણસર પુત્રાદિના હિત અર્થે તેના લગ્નની ચિંતા કરવી પડે તોપણ સતત ભાવન કરવું જોઈએ કે સંસારના ભોગની ક્રિયા સુખ માટેની ક્રિયા નથી. આ તો જીવની વિડંબના છે. છતાં પુત્રાદિ લગ્ન કર્યા વિના જીવી શકે તેમ નથી અને ઉચિત રીતે લગ્ન નહીં કરે તો ઉન્માર્ગમાં જશે અને તેઓ ઉન્માર્ગમાં ન જાય તેવા શુભાશયપૂર્વક અશક્ય પરિહાર હોય તેટલો જ તેના લગ્નમાં યત્ન કરે તો શ્રાવકને અતિચારની પ્રાપ્તિ થાય નહિ. વળી, “પરવિવાહકરણ'નો અર્થ બીજા અન્ય પ્રકારે કરે છે – પોતાની સ્ત્રી સમર્થ વિદ્યમાન હોય તોપણ તેટલાથી તેને સંતોષ ન થતો હોય અને તેના કારણે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો તેને અતિચારની પ્રાપ્તિ થાય છે, કેમ કે જે શ્રાવકે પોતાની સ્ત્રીમાં સંતોષ માનવો જોઈએ તેવા આશયથી સ્વદારાસંતોષવ્રત લીધેલું છે, તે શ્રાવકે પોતાની સ્ત્રીથી અન્ય સ્ત્રીમાં ભોગની ઇચ્છા ન થાય તેવો જ પરિણામ ધારણ કરવો જોઈએ. આમ છતાં સ્વદારાસંતોષવ્રત ગ્રહણ કર્યા પછી પણ પ્રબળ કામવૃત્તિને કારણે બીજી સ્ત્રી પરણે ત્યારે તેને થાય કે તે પણ સ્ત્રી મારી જ છે. અને હું મારા સ્વદારાસંતોષવ્રતનું પાલન કરું છું તે અપેક્ષાએ વ્રતનો પરિણામ છે. વ્રત ગ્રહણ કરતી વખતે જે પોતાની સ્ત્રી છે તેટલામાં સંતોષ હું માનીશ તેવો પરિણામ હતો અને તેટલામાં સંતોષ નહીં થવાથી નવી સ્ત્રીનું ગ્રહણ કરે છે. માટે વ્રતનું ઉલ્લંઘન જ છે. માટે અતિચારની પ્રાપ્તિ છે. ફક્ત પોતાની સ્ત્રી ભોગ માટે અસમર્થ હોય અર્થાત્ રોગાદિને કારણે અસમર્થ થઈ હોય કે મૃત્યુ પામી હોય અને સ્વદારાસંતોષ વ્રત હોય તોપણ કામના સેવન ” વગર રહી શકે તેમ ન હોય તો અન્ય સ્ત્રીને પરણે તો અતિચારની પ્રાપ્તિ થાય નહીં છતાં સ્વદારાસંતોષ વ્રત લેનાર શ્રાવકે હંમેશાં કામવિકાર ક્ષીણ-ક્ષીણતર થાય તે રીતે કામની કુત્સિતતાનું સદા ભાવન કરવું જોઈએ અને કામની વૃત્તિ અલ્પ થાય તે રીતે જ કામનું સેવન કરવું જોઈએ. જેથી દેશથી ગ્રહણ કરાયેલું બ્રહ્મચર્યવ્રત સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રાપ્તિનું કારણ બને. જો એ રીતે પ્રયત્ન ન કરવામાં આવે તો તે દેશથી ગ્રહણ કરેલું બ્રહ્મચર્યવ્રત પરમાર્થથી દેશથી બ્રહ્મચર્યવ્રત બને નહિ; કેમ કે સર્વવિરતિની લાલસાવાળો દેશવિરતિનો પરિણામ છે. (૨) અનારગમન – નહીં ગ્રહણ કરાયેલી સ્ત્રીનું સેવન, અને (૩) ઇત્વર આરૂગમન=અલ્પકાળ માટે ગ્રહણ કરાયેલી સ્ત્રીનું ગમન : અનાત્તસ્ત્રી ૧. “પરિગૃહીતા વેશ્યા'=નહિ ગ્રહણ કરાયેલી સ્ત્રી અપરિગૃહીત વેશ્યા હોય છે. ૨. ‘રિણી' પરણ્યા વગરની સ્વેચ્છાચારી સ્ત્રી છે. ૩. ‘પ્રતિમર્ઝા' - જેના પતિએ તેનો ત્યાગ કર્યો છે તેવી સ્ત્રી છે. ૪. ‘કુત્તાંનાડનાથ' - કુલવાન એવી સ્ત્રી જે પરણેલી હતી હવે પતિ વગરની છે તે કુલાંગના અનાથ છે. ઇત્વર આરસ્ત્રી - ઇત્વર પરિગૃહીત થોડા સમય માટે ધનાદિ આપી ગ્રહણ કરાયેલી વેશ્યા છે. નહીં
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy