________________
૧૯૧
ધર્મસંગ્રહ ભાગ-૩) દ્વિતીય અધિકાર | શ્લોક-૪૪ ટીકાર્ચ -
તથા .તૃતીયોતિચાર: રૂ. (૩) ગુહ્ય ભાષણ - અને ગુueગોપનીય, રાજાદિ કાર્ય સાથે સંબંધવાળું જે સર્વને કથનીય નથી, તેનું અનધિકૃત એવા પુરુષ વડે આકાર ઇંગિત આદિ વડે જાણીને અને પ્રકાશન તે ગુહ્યભાષણ છે. જે પ્રમાણે આ લોકો આ અને આ રાજ્યવિરુદ્ધ આદિ મંત્રણા કરે છે. અથવા ગુલ્લભાષણ ચાડી છે. જે પ્રમાણે બે વ્યક્તિની પ્રીતિ હોતે છતે એક વ્યક્તિના આકારાદિ દ્વારા અભિપ્રાય જાણીને ઈતરને તે પ્રકારે કહે છે જે રીતે તેઓની પ્રીતિ નાશ પામે છે. આનું પણ અતિચારપણું રહસ્યાભ્યાખ્યાનની જેમ હાસ્યાદિથી જ છે. એ પ્રમાણે ત્રીજો અતિચાર છે. ભાવાર્થ(૩) ગુહાભાષણઅતિચાર :
કોઈની ગુપ્ત વાત બીજાને કહેવી જોઈએ નહિ; છતાં કોઈ વ્યક્તિ રાજ્યાદિની વિરુદ્ધ કે અન્ય કોઈના વિરુદ્ધ કાર્યની વિચારણા કરતા હોય અને તેની ચેષ્ટા દ્વારા તેના કાર્યનો નિર્ણય કરીને તેનું પ્રકાશન કરે તો તે ગુહ્યભાષણ મૃષાવાદનો અતિચાર છે; કેમ કે પરને પીડાકારી એવું તે વચન હોવાથી દોષરૂપ છે અને તેની ચેષ્ટાદિથી પોતે નિર્ણય કરીને પોતે સત્ય કહે છે, મૃષા કહેતો નથી તેવી બુદ્ધિ છે તેથી અતિચાર છે. ફક્ત જે વ્યક્તિને તે કૃત્યની ચિંતા કરવાની હોય તેવા અધિકારી વ્યક્તિ તે કૃત્ય કરે ત્યારે ગુહ્ય ભાષણ નથી અને જેમ ઘરની જવાબદાર વ્યક્તિ પોતાના સ્વજનાદિના હિત અર્થે તેના આકારાદિ દ્વારા કોઈ ચેષ્ટા જાણીને તેના અતિથી રક્ષણ અર્થે તેનું ગુપ્ત પ્રકાશન કરે તે અતિચારરૂપ નથી. તે બતાવવા માટે અનધિકૃત પુરુષને ગ્રહણ કરેલ છે. વળી, અન્ય રીતે ગુહ્યભાષણરૂપ અતિચાર બતાવે છે –
અને તે ગુહ્ય ભાષણ બીજાની ચાડી ખાવા સ્વરૂપ છે. જેમ કોઈ બે વ્યક્તિ વચ્ચે પ્રીતિ હોય અને એકની કોઈ પ્રવૃત્તિનું કાર્ય તેના આકારાદિથી જાણીને હાસ્યાદિથી બીજાને કહે જેથી તે લોકોની પ્રીતિનો વિનાશ થવાની સંભાવના રહે તેવું કોઈકનું ગુપ્ત એવું કથન તે મૃષાવાદ વિરમણવ્રતનો અતિચાર છે. આથી શ્રાવકે અત્યંત ગંભીરપૂર્વક વિચારીને ઉચિત નિર્ણય કરીને જ વચન પ્રયોગ કરવો જોઈએ. પરંતું હાસ્યથી, કુતૂહલથી કે મુખરપણાથી કોઈની કોઈ વસ્તુ જાણીને કોઈની પાસે ક્યારેય પ્રકાશન કરવી જોઈએ નહિ, ટીકા -
तथा कूटम्-असद्भूतं तस्य लेखो-लेखनं कूटलेखः, अन्यसरूपाक्षरमुद्राकरणम् एतच्च यद्यपि 'कायेनासत्यां वाचं न वदामी'त्यस्य, 'न वदामि न वा वादयामी'त्यस्य वा व्रतस्य भङ्ग एव, तथापि सहसाकारा-ऽनाभोगादिनाऽतिक्रमादिना वाऽतिचारः, अथवा 'असत्यमित्यसत्यभणनं मया प्रत्याख्यातम्, इदं पुनर्लेखनमि'तिभावनया व्रतसापेक्षस्यातिचार एवेति चतुर्थः ४ ।