________________
ધર્મસંગ્રહ ભાગ-૩ | સંકલના
સ્વભૂમિકાનુસાર યત્ન કરવાથી અને સ્વીકારેલા વ્રતના સમ્યફ પાલનથી ઉત્તર-ઉત્તરના ગુણોની પ્રાપ્તિ દ્વારા તે પ્રકારનો કરાયેલો યત્ન અવશ્ય મોક્ષનું કારણ બનશે. માટે વિવેકીએ પ્રસ્તુત ગ્રંથના હાર્દને જાણવા અવશ્ય યત્ન કરવો જોઈએ. - ધર્મસંગ્રહ ભાગ-૩ શબ્દશઃ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૧૭, તા. ૬-૧૦-૨૦૧૧, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪