________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૪૧
૧૪૯
સમ્યક્તમાં અતિચાર લાગે છે અને દેશવિરતિનાં આપાદક કર્મોમાં અતિ ક્લિષ્ટ કર્મોનો ઉદય થાય ત્યારે દેશવિરતિના અતિચાર લાગે છે. તેથી જે શ્રાવક સતત અમૂઢભાવને ધારણ કરીને સમ્યક્તને સ્થિર કરવા યત્ન કરે છે તેને સમ્યક્તમાં અતિચારની પ્રાપ્તિ થતી નથી. અર્થાત્ આત્માને માટે એકાંત હિતકારી અવસ્થા સિદ્ધ અવસ્થા જ છે. તેથી તે અવસ્થાને પામતા એવા અરિહંત જ ઉપાસ્યદેવ છે. તેવી અવસ્થાને પ્રાપ્ત કરવા માટે અપ્રમત્ત રીતે યત્ન કરનારા સુસાધુ ગુરુ છે. અને વીતરાગ થવાનો એક ઉપાય બતાવનાર વીતરાગનું વચન છે. તે જ ધર્મ છે અને તે વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવી તે જીવના માટે એકાંત હિત છે. આ પ્રકારે સૂક્ષ્મબુદ્ધિથી જેઓ પ્રતિદિવસ પરિભાવન કરે છે તેઓમાં સતત અમૂઢભાવ વર્તે છે. તેથી સમ્યક્તમાં અતિચાર આપાદક અતિક્લિષ્ટ મિથ્યાત્વનો ઉદય પ્રાપ્ત થતો નથી અને પોતે સ્વીકારેલાં વતોને જે મર્યાદાથી પોતે સ્વીકારેલાં છે તે મર્યાદા અનુસાર પાલન કરવાથે પોતાના વ્રતનું નિત્ય સ્મરણ કરે છે. તેવા જીવોમાં ક્ષાયોપથમિકભાવરૂપ નિર્મળ આત્મપરિણામ વર્તે છે અને તેનાથી નિરતિચાર વ્રતોનું પાલન કરી શકે છે. टी :ननु सर्वविरतावेवातिचारा भवन्ति, संज्वलनोदय एव तेषामभिधानात् यदाह - “सव्वेवि अ अइआरा, संजलणाणं तु उदयओ हुँति । मूलछिज्जं पुण होइ, बारसहं कसायाणं ।।१।।" [आवश्यकनि. ११२, पंचाशक १७/५०]
संज्वलनोदयश्च सर्वविरतानामेव, सम्यग्दृष्टिदेशविरतानां तु अप्रत्याख्यानप्रत्याख्यानावरणोदय इति न सम्यक्त्वे देशविरतौ चातिचारसंभवः युज्यते चैतद्, अल्पीयत्वादेशविरतेः कुन्थुशरीरे व्रणाद्यसंभवात्, तथाहि-प्रथमाणुव्रते स्थूलं संकल्पं निरपराधं द्विविधं त्रिविधेनेत्यादिविकल्पैर्विशेषितत्वेनातिसूक्ष्मतां गते देशाभावात्कथं देशविराधनारूपा अतिचाराः स्युः?, अतः सर्वनाश एव तस्योपयुज्यते, महाव्रतेषु तु ते संभवन्ति, महत्त्वादेव, हस्तिशरीरे व्रणपट्टबन्धादिवदिति ।
उच्यते-सम्यक्त्वे देशविरतौ चातिचारा न संभवन्तीत्यसंगतम् उपासकदशादिषु प्रतिव्रतमतिचारपञ्चकाभिधानात् । 'सव्वेवि अ अइआरा' इति च सर्वविरतिमेवाश्रित्य, नतु सम्यक्त्वदेशविरती, यतः 'सव्वेवि अ अइआरे'त्यादि गाथाया एवं व्याख्या, तथाहि-'संज्वलनानामुदये सर्वविरतावतिचारा भवन्ति, शेषाणामुदये तु मूलच्छेद्यमेव तस्यामिति' एवं च न देशविरतावतिचाराभावः ।
यदप्यधिकृतगाथापश्चार्द्ध प्रकारान्तरेण व्याख्यायते यथा-मूलच्छेदः सर्वविरतेः तृतीयानामुदये, देशविरतेर्द्वितीयानाम्, सम्यक्त्वस्य प्रथमानामिति, तेनापि देशविरत्यादौ नातिचाराभावस्तथाहियथा संज्वलनोदये सर्वविरतिरवाप्यते, तत्रातिचारश्च भवन्ति, एवं प्रत्याख्यानावरणोदये देशविरतिस्तदतिचाराश्च, अप्रत्याख्यानोदये सम्यक्त्वं तदतिचाराश्च भवन्तु, न्यायस्य समानत्वात् ।