SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ “સર્વકાળ અને સર્વ પર્વોમાં પ્રશસ્ત યોગ જિનમતમાં કરવો જોઈએ. અને આઠમ-ચૌદશમાં નિયમથી પૌષધવાળા થવું જોઈએ.” ।।૧।। (આવશ્યકચૂર્ણિ આદિમાં, ભા. ૨, ૫. ૩૦૪) એ પ્રમાણે આવશ્યકચૂર્ણિમાં તે પ્રકારે દર્શન છે=સદા પૌષધ થઈ શકે તે પ્રકારે દર્શન છે. ૧૨૮ “ચૌદશ, આઠમ, ઉદ્દિષ્ઠ પૂનમ અને અમાસમાં સ્વીકારેલા પૌષધની અનુપાલના કરતા શ્રાવકો હોય છે." એ પ્રમાણે સૂત્રકૃતાંગ આદિમાં શ્રાવકના વર્ણનના અધિકારીય અક્ષરનું દર્શન હોવાથી અષ્ટમી આદિ પર્વોમાં જ પૌષધ કરવો જોઈએ, શેષ દિવસોમાં નહીં તેમ ન કહેવું; કેમ કે ‘વિપાકસૂત્ર'માં સુબાહુકૃત પૌષધત્રયનું અભિધાન છે અને તે પ્રમાણે સૂત્ર છે - “ત્યારે તે સુબાહુકુમાર અન્યદા ક્યારેક ચૌદશ, આઠમ, ઉદ્દિદ્ઘ પૂનમ અને અમાસમાં યાવત્ પૌષધશાળામાં પૌષધવાળા અઠ્ઠમ ભક્તથી પૌષધને કરતો વિહરે છે.” (વિપાકસૂત્ર-શ્રુત સ્કન્ધ-૨, અઘ્ય-૧, પૃ. ૬૩૮) ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. વળી આ વ્રતનું ફલ=પૌષધવ્રતનું ફળ, આ પ્રમાણે કહેવાયું છે - “સુવર્ણ-મણિના સોપાનવાળું, હજાર થાંભલાઓથી સુશોભિત, સુવર્ણના તલવાળું જિનાલય જે કરાવે છે તેનાથી પણ તપ-સંયમ અધિક છે.” ।।૧।। (સંબોધ પ્રકરણ, શ્રા. ૧૩૦) “એક મુહૂર્તમાત્ર સામાયિકમાં બાણું ક્રોડ ...” સંબોધ પ્રકરણની એ ગાથાથી (સં.પ્ર. શ્રા.-૧૧૫) પ્રાગુક્ત=પૂર્વમાં કહેવાયેલો, લાભ છે=સંબોધ પ્રકરણમાં જે લાભ બતાવ્યો તે લાભ છે. તે ૩૦ (ત્રીસ) મુહૂર્ત માનવાળા અહોરાત્ર પૌષધમાં ત્રીશ ગણો બાદરવૃત્તિથી છે=સ્થૂલવૃત્તિથી છે, અને તે આ છે “સત્તાવીશ અબજ, સિત્તોતેર ક્રોડ, સીત્યોત્તેર લાખ, સીત્તોતેર હજાર સાતસો સિત્તોતેર પલ્યોપમ અને પલ્યોપમના સાત નવમાંશ ભાગ, (એટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો એક પૌષધ કરવાથી બંધાય છે.) (સંબોધ પ્રકરણ શ્રા. ૧૩૪) અંકથી પણ ૨૭,૭૭,૭૭,૭૭,૭૭૭ ૭/૯ આટલા પલ્યોપમનું આયુષ્યબંધ એક પૌષધમાં (બંધાય છે.) ૫૩૯। ભાવાર્થ : શ્રાવક પૌષધવ્રતમાં કઈ રીતે આહા૨ વાપરે તેની વિધિ બતાવી. તે રીતે આહા૨ વાપર્યા પછી પૌષધશાળામાં જાય છે. તે વખતે અત્યંત ઇર્યાસમિતિપૂર્વક પૌષધશાળામાં જાય છતાં પ્રમાદવશ કોઈ સૂક્ષ્મ વિરાધના થઈ હોય તેના માટે ઇર્યા પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી દેવવંદન કરે છે. દેવને વંદન કરીને તિવિહાર કે ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે છે. તેથી જેને પાણી વગર ચાલે તેમ હોય તેવો શ્રાવક ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે છે અને જે શ્રાવકને પાણી વાપર્યા વગર સ્વાધ્યાયાદિ થઈ શકે તેમ ન હોય તેવો શ્રાવક તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. જો માતરું આદિ અર્થે જવું હોય તો ‘આવસ્તિઅ' કહીને સાધુની જેમ અત્યંત ઉપયુક્ત થઈને નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક માતરું-સ્થંડિલ વોસિરાવે છે. શરીરની શુદ્ધિ કરીને ઇર્યાસમિતિપૂર્વક પૌષધશાળામાં આવે. અનાભોગથી કોઈ સ્ખલના થઈ હોય તેની શુદ્ધિ અર્થે અત્યંત
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy