SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૯ ક્યાં સુધી વાંચન કરે ? તેથી કહે છે એક પોરિસી સુધી. ત્યારપછી ખમાસમણપૂર્વક મુહપત્તિનું પડિલેહણ કરીને તે પ્રમાણે જ ફરી સ્વાધ્યાયમાં બેસે છે. આ પ્રકારે સ્વાધ્યાયની વચમાં પોરિસીના સ્મરણ અર્થે અને પોરિસીનો કાળ સ્વાધ્યાયમાં સારી રીતે પસાર થયો છે તેને દઢ કરવા અર્થે મુહપત્તિના પડિલેહણપૂર્વક ફરી સ્વાધ્યાયની ક્રિયા કરે છે. ત્યારપછી ઉચિતકાળ થાય ત્યારે ભગવાનનાં દર્શન કરવા અર્થે દહેરાસર જાય છે અને જતી વખતે ‘આવસ્તિઅ' કહી જાય છે જેથી સ્મરણ ૨હે છે કે હું સામાયિકના પરિણામની વૃદ્ધિ માટે આવશ્યકી ક્રિયા કરું છું. માટે ઇર્યાસમિતિપૂર્વક મારે ચૈત્યાલયમાં જવું જોઈએ અને ત્યાં જઈને ભગવાનના ગુણોમાં ચિત્તને સ્થિર કરીને દેવવંદન ક૨વું જોઈએ જેથી ભગવાનની ભક્તિના બળથી પણ સામાયિકનો પરિણામ દૃઢ થાય. ત્યારપછી જો આહાર વા૫૨વો હોય તો પચ્ચક્ખાણ પાળીને જે પ્રકારે પોતે પચ્ચક્ખાણ કર્યું હોય તેને અનુસાર એકાસણું આયંબિલ આદિમાં યત્ન કરે અને આહાર વાપરતા પૂર્વે પણ સામાયિકના પરિણામમાં ક્યાંય મ્લાનિ ન થાય તે પ્રકારે જીવરક્ષાનો સર્વ ઉચિત યત્ન શ્રાવકે ક૨વો જોઈએ. તેથી આહા૨ વા૫૨વા અર્થે ઘરે જાય ત્યારે પણ અત્યંત ઉપયોગપૂર્વક જાય. વાપરવાની પ્રવૃત્તિ પણ અત્યંત ઉપયોગપૂર્વક કરે. જેથી આહાર સંજ્ઞાની પુષ્ટિ ન થાય. પરંતુ કરેલી સામાયિકની પ્રતિજ્ઞાને સહાયક થાય તે પ્રકારે મર્યાદાપૂર્વક આહાર વાપરે. વળી, કેટલાક શ્રાવકો પૂર્વમાં સ્વજનાદિને કીધેલું હોય તે પ્રમાણે તેઓ, પૌષધ કરનાર માટે પૌષધશાળામાં આહાર લઈ આવે અને ત્યાં વિધિપૂર્વક શ્રાવક આહાર વાપરે પરંતુ પૌષધમાં શ્રાવક સાધુની જેમ ભિક્ષા માટે જાય નહિ; કેમ કે તેમ ક૨વાથી ધર્મનો લાઘવ થાય છે. ભિક્ષા ગ્રહણ ક૨વાની અનુજ્ઞા માત્ર સાધુને જ છે અને અગિયારમી પ્રતિમાધારી શ્રાવકને પણ ધર્મનો લાઘવ ન થાય તે અર્થે પોતાના સ્વજનાદિના કુળમાં ભિક્ષા માટે જાય છે પરંતુ અન્યત્ર જતા નથી. ટીકાઃ तओ पोसहसालाए गंतुं इरियं पडिक्कमिय देवे वंदिय वंदणं दाउं तिहारस्स चउहारस्स वा पच्चक्खाइ, जइ सरीरचिंताए अट्ठो तो आवस्सियं करिय साहुव्व उवउत्तो निज्जीवे थंडिले गंतुं विहिणा उच्चारपासवणं वोसिरिय सोयं करिय पोसहसालाए आगंतुं इरियं पडिक्कमिय खमासमणपुवं भणइ-इच्छाकारेण संदिसह भगवन् ! गमणागमण आलोयउ ! इच्छं, वसति हुंता आवसी करी अवरदक्खिणदिसि जाइउ दिसालोअं करिय अणुजाणह जस्सुग्गहत्ति भणिय, संडासए थंडिलं च पमज्जिअ, उच्चारपासवणं वोसिरिय, निसीहियं करिय, पोसहसालाए पविट्ठा, आवंतजंतेहिं जं खंडिअं जं विराहिअं तस्स मिच्छामि दुक्कडं' । ओ सज्झायं करेति जाव पच्छिमपहरो, तओ खमासमणपुव्वं पडिलेहणं करोमि, बीयखमासमणेण
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy