________________
૧૧૦
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૩૯
આહારપૌષધ સર્વથી ગ્રહણ કરે અને દિવસ દરમિયાન અંગશૈથિલ્યના કારણે સર્વ પ્રવૃત્તિનો વ્યાઘાત થતો હોય તો તે પૌષધની ક્રિયા પણ ગુણવૃદ્ધિનું કારણ બને નહીં, તેથી તેવા શ્રાવકે પોતાની શક્તિ અનુસાર દેશથી પૌષધ કરવો જોઈએ. વળી, કેટલાક જીવોની શારીરિક-માનસિક એવી પ્રકૃતિ હોય છે કે વારંવાર શરીરનો સત્કાર કરે તો જ સ્વસ્થતાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે તેવો શ્રાવક શરીરસત્કાર ન કરે તો ઉચિત સ્વાધ્યાયાદિમાં યત્ન કરી શકે નહીં તેમ જણાય તો દેશથી શરીરસત્કારપૌષધ કરે તે ઉચિત છે અને દેશથી શરીરસત્કારપૌષધ કરીને સમભાવના પરિણામની વૃદ્ધિ થાય, સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે સ્વભૂમિકા અનુસાર યત્ન કરે તે ઉચિત છે. આથી જ શાસ્ત્રમાં પૌષધને આશ્રયીને થતા ૮૦ ભાંગા બતાવ્યા છે. જે ભાંગાઓનો બોધ કરીને જે ભાંગાથી શ્રાવક ગુણવૃદ્ધિ થાય તે પ્રકારના ભાંગાને સ્વીકારીને પૌષધમાં યત્ન કરે તે ઉચિત છે.
યોગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે કોઈ શ્રાવક આહારાદિ ચારે પ્રકારના પૌષધો કરે છતાં તે પૌષધ અનાભોગ અને સહસાત્કાર બે આગારથી જ કરે તો પૌષધવ્રત સ્થૂલ રૂપ બને છે અને પૌષધ લીધા પછી સામાયિક ઉચ્ચરાવે તો તે સામાયિક વ્રત સૂક્ષ્મ બને છે, તેથી તે બંનેનું ફળ પ્રાપ્ત થાય છે; કેમ કે પૌષધવ્રતમાં મનથી, વચનથી અને કાયાથી “દ્વિવિધ-ત્રિવિધ થી પચ્ચખાણ નથી પરંતુ નવકારશી આદિ પચ્ચખ્ખાણની જેમ સ્થૂલથી બાહ્ય આચરણ સ્વરૂપ ચાર પૌષધો છે.
જેમ નવકારશીમાં અનાભોગ-સહસાત્કારનો આગાર છે તેમ પૌષધમાં પણ તે ચાર પ્રકારની આચરણામાં અનાભોગ-સહસાત્કાર આગાર છે. જ્યારે સામાયિકમાં તો મનથી, વચનથી અને કાયાથી સાવદ્યના કિરણ અને કરાવણનો પ્રતિષેધ છે તેથી બે આગારપૂર્વક પૌષધમાં સ્થૂલ આચરણાને આશ્રયીને આરંભનો ત્યાગ હતો અને સામાયિકના સ્વીકારવાથી સૂક્ષ્મ સાવદ્યનો ત્યાગ છે. માટે પૌષધથી સ્થૂલથી ત્યાગ સ્વીકારાય છે અને સામાયિકથી વિશેષ ત્યાગ સ્વીકારાય છે. તેથી બંનેનાં સ્વતંત્ર ફળ પ્રાપ્ત થાય છે. વળી, કોઈ શ્રાવક પૌષધ પણ બે આગારપૂર્વક ગ્રહણ ન કરે પરંતુ સામાયિકની જેમ જ દ્વિવિધ-ત્રિવિધથી ચાર પ્રકારના પૌષધ ગ્રહણ કરે તો પૌષધમાં જ પૌષધના પચ્ચખાણથી દ્વિવિધ-ત્રિવિધથી સાવદ્યનો ત્યાગ થઈ જાય છે. તેથી સામાયિકનું ગ્રહણ પણ પૌષધના ગ્રહણથી જ પ્રાપ્ત થાય છે છતાં વ્યવહારથી બુદ્ધિ થાય છે કે મેં સામાયિક કર્યું છે અને પૌષધ પણ કર્યો છે. તેથી બે કૃત્ય કરવાના અધ્યવસાયકૃત ભેદ છે. પરિણામની દૃષ્ટિએ સર્વ સાવદ્યયોગનો દુવિધ-ત્રિવિધથી ત્યાગ પૌષધના પચ્ચખ્ખાણથી પ્રાપ્ત થાય છે અને તેના તે જ ત્યાગની પ્રાપ્તિ સામાયિકના પરિણામથી પણ થાય છે. - અહીં વિશેષ એ છે કે સામાયિકનો પરિણામ સમભાવના પરિણામરૂપ છે. સાધુ જાવજીવ સુધી સર્વભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે. તેથી ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચખાણ કરે છે અને જેઓ ત્રિવિધત્રિવિધનું પચ્ચખ્ખાણ કરીને સર્વ પદાર્થો પ્રત્યે સમભાવનો પરિણામ ધારણ કરે છે, દેહ પ્રત્યે મમત્વ રાખતા નથી તેઓનું સ્વીકારેલું પચ્ચખાણ સફળ છે; કેમ કે પચ્ચખાણને અનુરૂપ પરિણામમાં ઉદ્યમ છે.
જ્યારે શ્રાવક સાધુની જેમ સર્વભાવો પ્રત્યે સમભાવનો પરિણામ કરવા અસમર્થ છે; કેમ કે પૌષધ પાળ્યા પછી ભોગાદિ કરવાનો અધ્યવસાય સૂક્ષ્મ રીતે પૌષધકાળમાં પણ અતરંગ પ્રવિષ્ટ છે. આથી જ એક