________________
૯૪
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૮ દ્વારા સ્વીકારવું જોઈએ આ વસ્ત્રની ગાંઠ હું છોડું નહીં ત્યાં સુધી મારું પચ્ચખાણ છે' ઇત્યાદિ દ્વારા સ્વીકારવું જોઈએ અને “દિનકૃત્ય' ગ્રંથમાં કહેવાયું છે –
અને અંગીકૃત સર્વ ઉપભોગ પરિભોગને છોડીને=રાત્રે સૂતી વખતે સ્વીકારાયેલા પથારી આદિ ઉપભોગ પરિભોગના સાધનને છોડીને ગૃહ મધ્યે દિશિગમનને છોડીને, મશગ જ આદિ છોડીને પ્રાણીવધ, મૃષા, અદત્ત, મૈથુન, દિણલાભ=વિદ્યમાન પરિગ્રહ, અનર્થદંડ વચન અને કાયાથી હું કરીશ નહીં અને કરાવીશ નહીં એ પ્રમાણે ગ્રંથિ સહિત પચ્ચખ્ખાણ કરે.” I૧-૨ા (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૩૦૦-૩૦૧)
ઉદ્ધરણના “દિલાભનો અર્થ કરે છે – વિદ્યમાન પરિગ્રહ અને દિવસનો લાભ, સવારમાં નિયમિત નહીં કરાયેલો હમણાં તેને પણ નિયમિત કરું છું એ પ્રકારનો અર્થ છે. “વવાદ' એ પ્રકારના કથન દ્વારા મનનો વિરોધ કરવો અશક્ય હોવાથી વાણી અને કાયા દ્વારા હુ ત કરું અને ન કરાવું એ પ્રકારનો અર્થ છે.
અને આનું ફળ=દેશાવગાસિકવ્રતનું ફળ, આ પ્રમાણે છે. જે પ્રમાણે કોઈ માંત્રિક વડે સર્વ અંગગત સાપાદિનું વિષ પોતાના મંત્રના પ્રયોગથી દંશના સ્થાનમાં લેવાય છે એ રીતે ધાર્મિક વડે પણ આ વ્રતના યોગથી બહુસાવધ વ્યાપાર સંક્ષેપ કરીને અધિકૃત દેશમાત્ર સ્થાનમાં લેવાય છે. અને તેના સંક્ષેપમાં=બહુસાવદ્ય વ્યાપારના સંક્ષેપમાં, કર્મોનો પણ સંક્ષેપ થાય છે. અને તેથી ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ૩૮ ભાવાર્થ
શ્રાવક સંસારના પારમાર્થિક સ્વરૂપને જાણે છે અને સંસારના ઉચ્છેદનો ઉપાય સંપૂર્ણ સાવદ્યના ત્યાગપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક સાધુ, જીવન જીવે છે તેવો સ્પષ્ટ બોધ શ્રાવકને હોય છે. આવા સાધુજીવનના શક્તિના સંચય અર્થે પોતે દેશવિરતિ સ્વીકારે છે અને તે દેશવિરતિમાં છઠ્ઠા અણુવ્રત દ્વારા જાવજીવ કે ૧૨ મહિના આદિની મર્યાદા રૂપ ક્ષેત્રનો સંકોચ કરે છે. જેથી પોતાના દેશથી અવિરતિના પરિણામને કારણે જે આરંભ-સમારંભનો પરિણામ છે તેનો સંકોચ થાય છે. તે સંકોચનો અતિશય કરવા અર્થે પ્રતિદિન શક્તિ અનુસાર જઘન્યથી બે ઘડીનું કે તેથી અધિક કાલ-અવધિનું દેશાવગાસિક વ્રત ગ્રહણ કરે છે અને સંકલ્પ કરે છે કે ગૃહના શવ્યાસ્થાનાદિ સિવાય હું બહાર ક્યાંય જઈશ નહીં અને આ વ્રત ગ્રહણ કર્યા પછી ઘરમાં બેસીને શક્તિ હોય તો ધર્મધ્યાનાદિને અનુકૂળ સ્વાધ્યાયાદિ કરે અને કદાચ તેવા સંયોગ ન હોય તો કોઈ ગૃહનાં કાર્ય કરે છતાં તે ગૃહાદિથી બહારના ક્ષેત્રથી કોઈ વસ્તુ મંગાવે નહીં કે કોઈ વસ્તુ પોતે લેવા જાય નહિ, કોઈને લેવા મોકલે નહીં અને કોઈ બહાર રહેલો પુરુષ હોય અને તેની પાસેથી કોઈ કામ કરાવવું હોય તો તેને બોલાવવા માટે કોઈપણ ઇશારાદિથી પ્રયત્ન કરે નહિ; કેમ કે તેમ કરવાથી બહારના ક્ષેત્રના કાર્ય સાથે સંબંધનો પરિણામ થાય છે. આ રીતે, સંકોચ કર્યા પછી સર્વવિરતિનો અત્યંત અર્થી એવો શ્રાવક અન્ય હિંસાદિનાં વ્રતોના સંકોચ અર્થે સૂતી વખતે વિશેષથી ગ્રંથિ સહિત પચ્ચખ્ખાણ કરે