________________
રૂપ
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ સમ્યક્ત મોહનીયનો પુંજ સર્વથા નાશ થયેલો નહિ હોવાથી ત્રણ કરણ કર્યા વગર સમ્યક્વમોહનીયના ઉદયથી સમ્યક્ત પ્રાપ્ત કરે છે.)
સમ્યક્તની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ થાય છે તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણ થાય છે, પરંતુ અનિવૃત્તિકરણ થતું નથી. કેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં અનિવૃત્તિકરણ થતું નથી ? તેમાં હેતુ કહે છે –
અપૂર્વકરણના કાળની સમાપ્તિ પછી અનંતર સમયમાં જે દેશવિરતિ અથવા સર્વવિરતિનો પરિણામ પ્રગટે છે. માટે દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિમાં અનિવૃત્તિકરણ નથી. વળી, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ પછી જીવ અન્તર્મુહૂર્ત સુધી અવશ્ય પ્રવર્ધમાન પરિણામવાળો હોય છે તેથી તે જીવ દેશવિરતિ કે સર્વવિરતિના ઉત્તર-ઉત્તરના સંયમના કંડકોને પ્રાપ્ત કરે છે. અને તે અંતર્મુહૂર્ત પછી કોઈક જીવ અવસ્થિત પરિણામવાળો થાય છે, કોઈક જીવ પ્રવર્ધમાન પરિણામવાળો થાય છે અને કોઈક જીવ પ્રમાદવશ થાય તો પાતના પરિણામવાળો પણ થાય છે.
અહીં વિશેષ એ છે કે જે જીવો સમ્યક્ત પામે છે તે જીવો તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ કરીને તત્ત્વ પ્રત્યેની તીવ્ર રુચિના પરિણામવાળા થાય તે દરમ્યાન સમ્યક્તના ત્રણ કરણી સમાપ્ત કરે છે અને તે જીવોને સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને કોઈક જીવ સમ્યક્તની પ્રાપ્તિ પછી કેટલાક કાળ પછી સમ્યક્તના બળથી દેશવિરતિને કે સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. જેઓ સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી કેટલાક કાળે દેશવિરતિની પ્રાપ્તિ કરે છે તેઓ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણો કરે છે. જે બે કરણોના બળથી તે જીવોને દેશવિરતિ આવારક અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય છે અને તેના કારણે અપૂર્વકરણ પૂરું થયા પછી તરત ક્ષયોપશમભાવવાળી દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. અને દેશવિરતિના પાલનના બળથી સંચિત વીર્યવાળા થયેલા તે જીવો જ્યારે ભવથી વિરક્ત થઈને સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ પરિણામવાળા થાય છે. તે વખતે પણ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણરૂપ બે કરણો કરે છે અને અપૂર્વકરણ પૂરું થયા પછી પ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમભાવ થવાથી સર્વવિરતિને પ્રાપ્ત કરે છે. પ્રવ્રજ્યાને સ્વીકારવાની વિધિમાં ઉદ્યમ કરતા હોય ત્યારે પ્રાયઃ કરીને જીવો વિશુદ્ધ થતા પરિણામના બળથી સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણને પ્રાપ્ત કરે છે.
વળી, કેટલાક જીવો સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ ત્રણેય સમકાલે પ્રાપ્ત કરે છે. તેવા જીવો તત્તાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ કરીને તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા બને છે તે વખતે સમ્યક્ત પામે છે. વળી, તત્ત્વાતત્ત્વના ઊહ પછી તરત જ સર્વવિરતિ ગ્રહણ કરવાને અભિમુખ માર્ગાનુસારી ઊહ થાય છે ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ પછી વ્યવધાન વગર પ્રથમ દેશવિરતિ આવારક અપ્રત્યાખ્યાનીય કષાયનો ક્ષયોપશમ થાય છે ત્યારે દેશવિરતિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે. અને દેશવિરતિના ક્ષયોપશમ થયા પછી તરત સર્વવિરતિને અનુકૂળ માર્ગાનુસારી પરિણામ થાય છે. તેથી સર્વવિરતિને અનુકૂળ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ થાય છે. તેથી ભાવથી તેઓને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે અને સમ્યક્તની પ્રાપ્તિનો પ્રારંભ જે ઉપયોગથી થયો છે તે ઉપયોગ જ સર્વવિરતિની પ્રાપ્તિમાં