________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૩૧ “ક્ષાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત થાય છે અને પથમિક સમ્યક્ત પછી નિર્મળ દૃષ્ટિમાં કંઈક મલિનતા આવે તો મિશ્ર મોહનીયના ઉદયથી ત્રીજું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અને પશમિક સમ્યક્ત પામ્યા પછી નિર્મળ દૃષ્ટિ જીવ જાળવી શકે નહિ તો મિથ્યાત્વનો ઉદય થાય છે. માટે જીવે સમ્યક્ત પામ્યા પછી સતત માર્ગાનુસારી ઊહ કરીને નિર્મળ દૃષ્ટિને જાળવવા અને સ્થિર કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. અને આ કથન ગ્રંથકારશ્રીએ કાર્મગ્રંથિક મતાનુસાર કરેલ છે. પૂર્વમાં કાર્મગ્રંથિક મત બતાવ્યો. હવે સૈદ્ધાંતિક મત બતાવતાં કહે છે – અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવમાંથી કોઈક જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે. વળી અન્ય કોઈ જીવ પ્રથમ જ પશમિક-સમ્યક્ત પામે છે અને અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ લાયોપથમિક સમ્યક્ત કઈ રીતે પામે છે ? તે બતાવતાં કહે છે –
અનાદિ મિથ્યાદષ્ટિ જીવને નિર્મળ મતિ પ્રગટ થાય તેવી સામગ્રીની પ્રાપ્તિ થાય તો યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણ કરે છે. તેમાંથી અપૂર્વકરણ નામના બીજા કરણથી મિથ્યાત્વના દળિયાના ત્રણ પુંજ કરે છે અને આ ત્રણ પુંજની ક્રિયા અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણકાળમાં ચાલુ રહે છે અને અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી તે ત્રણ પુંજમાંથી સમ્યક્વમોહનીયના દળિયા ઉદયમાં આવવાથી પ્રથમ જ લાયોપથમિક સમ્યક્ત તે જીવ પ્રાપ્ત કરે છે. અર્થાત્ કાર્મગ્રંથિક મતાનુસાર અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમ પરામિક સમ્યક્ત પામે ત્યારપછી જ ક્ષાયોપથમિક સમ્યક્ત પામે છે, પરંતુ સિદ્ધાંતકારના મતાનુસાર તો અનાદિ મિથ્યાદષ્ટિ જીવ પ્રથમ જ ક્ષાયોપથમિક-સમ્યક્ત પામે છે. વળી, કોઈ અન્ય જીવ યથાપ્રવૃત્તિકરણ આદિ ત્રણ કરણના ક્રમથી મિથ્યાત્વના દળિયામાં ત્રણ પુંજ કરવાને બદલે અંતઃકરણ કરે તો અનિવૃત્તિકરણ પછી ઔપશમિક સમ્યક્તને જ પામે છે અને ક્ષાયોપથમિક સભ્યત્વ પામનાર જીવ-જેમ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા પુંજત્રય કરે છે તેમ પથમિક સમ્યક્ત પામનાર જીવ મુંજત્રય કરતો નથી. પથમિક સમ્યક્ત પામ્યા પછી તે અવશ્ય મિથ્યાત્વને જ પામે છે.
સૈદ્ધાંતિક મતમાં પ્રથમ ઉપશમ સમ્યક્ત પામનાર જીવ અવશ્ય મિથ્યાત્વને પામે છે તેમ કહ્યું તેમાં કલ્પભાષ્ય'ની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
કોઈ ઇલિકા=ઇયળ, વૃક્ષ ઉપર ચઢતી હોય ત્યારપછી તે વૃક્ષની ડાળીથી આગળ જવા માટે કોઈ આલંબન ન મળે તો તે સ્વસ્થાનમાં જ રહે છે પરંતુ ઉપર જતી નથી તેમ ત્રણ કરણ દ્વારા જે જીવો અંતઃકરણ કરે છે તે જીવો સિદ્ધાંતકારના મતાનુસાર ત્રણ પુંજ કરતા નથી તેથી અંતઃકરણનો કાળ પૂરો થાય ત્યારપછી સમ્યક્ત મોહનીયના દળિયા સત્તામાં નહિ હોવાથી સમ્યક્ત મોહનીયના દળિયાનું આલંબન તે ઔપશમિક સમ્યક્ત પામનાર જીવને પ્રાપ્ત થતું નથી. તેથી મિથ્યાત્વના અંતઃકરણનો કાળ પૂરો થાય ત્યારપછી ક્ષાયોપથમિક સમ્યક્ત પામવાનું આલંબન નહિ હોવાને કારણે અને મિથ્યાત્વના દળિયાનો વિપાકોદય શરૂ થવાને કારણે આંતર્મુહુર્તિક એવા અંતઃકરણના કાળની સમાપ્તિ પછી તે જીવ અવશ્ય મિથ્યાત્વને પામે છે.