________________
૨૭૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૯ ઈચ્છાવૃદ્ધિના સંભવને કારણે કયો ગુણ છે=પરિગ્રહ પરિમાણમાં કોઈ ગુણ નથી, એ પ્રમાણે કોઈ કહે, તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે સંસારી જીવોને સર્વદા ઇચ્છાવૃદ્ધિ વિદ્યમાન છે. (તેથી જે ઇચ્છાવૃદ્ધિ વિદ્યમાન છે તેમાં વ્રતગ્રહણથી પરિમિત પરિમાણનું નિયંત્રણ થાય છે માટે ગુણ છે.) સંસારી જીવોની સદા ઈચ્છાવૃદ્ધિ છે તેમાં દાંત બતાવતાં કહે છે – જે કારણથી ઇજ પ્રત્યે તમિરાજર્ષિનું વચન છે – “લોભવાળા પુરુષને સિયા કદાચિત્, કૈલાસ જેટલા અસંખ્ય સુવર્ણ-રૂપ્યના પર્વતો થાય તેનાથીeતેટલા સુવર્ણરૂપ્યના પર્વતોથી તેને કાંઈ થતું નથી તેને સ્વલ્પ પણ પરિતોષ થતો નથી; કેમ કે ઇચ્છા આકાશ સમાન અનંતી છે.” II૧il (ઉત્તરાધ્યયન ૯/૪૮)
અને આ રીતે ઇચ્છાના અનંતપણામાં તેનું ઇયત્તાકરણ=ઈચ્છાનું પરિમિતકરણ, મહાન ગુણ માટે છે. જે કારણથી કહેવાયું છે –
જે જે પ્રમાણે અલ્પલોભ થાય છે, જે જે પ્રમાણે અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ થાય છે તે તે પ્રમાણે સુખ પ્રવર્તે છે અને ધર્મની સંસિદ્ધિ થાય છે.” In૧u (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૨)
તે કારણથી ઇચ્છાના પ્રસરનો વિરોધ કરીને સંતોષમાં યત્ન કરવો જોઈએ; કેમ કે સુખનું સંતોષ મૂલપણું છે. જે કારણથી કહે છે –
“આરોગ્યસાર મનુષ્યપણું છે. સત્યસાર ધર્મ છે. નિશ્ચયસાર વિદ્યા છે અને સંતોષસાર સુખાદિ છે.” II૧|| , (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ - ૬૩)
તે કારણથી આ વ્રતના=પરિગ્રહ પરિમાણ વ્રતતા, અહીં પણ =આ લોકમાં પણ, સંતોષનું સુખ, લક્ષ્મીનું ધૈર્ય, જનપ્રશંસાદિ ફલ છે. વળી પરત્ર=અત્યભવમાં, નર-અમરની સમૃદ્ધિ=મનુષ્ય અને દેવભવની સમૃદ્ધિ અને સિદ્ધિ આદિ છે. અને અતિલોભથી અભિભૂતપણાને કારણે આ વ્રતના અસ્વીકારમાં ઇચ્છા પરિમાણરૂપ પાંચમા અણુવ્રતના અસ્વીકારમાં અથવા વિરાધનામાં=સ્વીકારેલા પાંચમા અણુવ્રતની વિરાધનામાં દરિદ્રપણું, દાસપણું, દૌર્ભાગ્ય અને દુર્ગતિ આદિ પ્રાપ્ત થાય છે જે કારણથી કહેવાયું છે –
“મહારંભથી, મહાપરિગ્રહથી અને કુણિમ આહારથી=માંસાહારથી અને પંચેદ્રિયવધથી જીવો નરકાયુષ્યનું અર્જન કરે છે.” III (). ‘ત્તિ' શ્લોકની સમાપ્તિ અર્થે છે. મૂર્છાવાળો ઉત્તરોત્તર આશાથી કદર્ધિત જીવ દુઃખને જ અનુભવે છે. જેને કહે છે –
ઉખન્ન કરે છે–પોતાનું ધન ભૂમિમાં સ્થાપેલું છે તેનું ઉખનન કરે છે. ખનન કરે છે અન્યત્ર ખનન કરે છે. સ્થાપન કરે છે=અન્યત્ર ખનન કરેલા સ્થાનમાં સ્થાપન કરે છે. શાંતિપૂર્વક સૂતો નથી. દિવસમાં પણ સશક છે. લિપે છે–પોતે સ્થાપન કરેલ નિધાન ઉપર લીંપણ કરે છે. સતત લાંછન સ્થાપન કરે છે=જ્યાં નિધાન સ્થાપન કર્યું છે ત્યાં