________________
૨૭૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૯
ધાન્ય ૨૪ પ્રકારનાં છે. જે આ પ્રમાણે – * “ધાન્ય ૨૪ છે – ૧. જવ ૨. ગોધૂમ=ઘઉં ૩. સાલિ=ચોખા ૪. વીહિ પ. સઠી ૬. કોદ્રવ ૭. અણઆ ૮. કંગૂ ૯. રાલગ ૧૦. તલ ૧૧. મગ ૧૨. માસા અડદ. ||૧||
૧૩. અયસિ=અળસી, ૧૪. હરિમંથ ૧૫. તિઉડય ૧૬. નિફાવ ૧૭. સિલિંદ ૧૮. રાયમાસા ૧૯. ઈફખુ ૨૦ મસૂર ૨૧. તુવેર ૨૨. કુલ– ૨૩ ધન્વય ૨૪ કલાયા.” રાા (દશવૈકાલિક નિર્યુક્તિ ગાથા ૨૫૨-૨૫૩, સંબોધ પ્રકરણ શ્રાદ્ધવ્રતાધિકાર ૫૪-૫૫, પ્રવચનસારોદ્ધાર ૧૦૦૪-૧૦૦૫)
આ પ્રાયઃ પ્રસિદ્ધ છે. ફક્ત ષષ્ટિકા=સઠી, નામનો પાંચમો ભેદ શાલિભેદ છેઃચોખાનો ભેદ છે. અણવ=અણુઆ નામનો ૭મો ભેદ મિણચવ નામના ધાન્યના ભેદો છે. એ પ્રમાણે હેમસ્યાશ્રયવૃત્તિમાં કહેલ છે. અથવા અણુકા યુગધરી છે એ પણ કોઈક ઠેકાણે દેખાય છે=કોઈક ગ્રંથોમાં દેખાય છે. અતસી પ્રતીત છે. હરિમળ્યા હરિમંથ નામનો ચૌદમો ભેદ કૃષ્ણચનકા છે. ત્રિપુટક=તિઉડય નામનો પંદરમો ભેદ માલવક દેશપ્રસિદ્ધ ધાવ્યવિશેષ છે. નિષ્પાવાગનિષ્કાવ નામનો ૧૬ મો ભેદ વાલ છે. સિલિન્દા સિલિંદ નામનો ૧૭મો ભેદ મુકુષ્ટા છે. રાજમાસા રાજમાષા નામનો ૧૮મો ભેદ ચપલકા છે. ઈખુર્વરદ્દિકા=ઈફખુ નામનો ૧૯મો ભેદ ઈખુવરટ્ટિકા સંભાવન કરાય છે. મસૂર-તુવેર ધાન્ય દ્વય માલવકાદિકમાળવાદિ દેશમાં પ્રસિદ્ધ છે. કલાપકા=કલાયા નામનો ૨૪મો ભેદ વૃત્તજનક છે. રત્નો ૨૪ પ્રકારનાં છે. જે આ પ્રમાણે –
રત્નાદિ ચોવીસ છે. ૧. સુવર્ણ ૨. તઉ ૩. તંબ ૪. રયય-ચાંદી ૫. લોહાઈ ૬. સીસગ=સીસું ૭. હિરણે ૮. પાષાણ ૯. વઈર ૧૦. મણિ ૧૧. મોતી ૧૨. પ્રવાલ. ૧II
૧૩. સંરવો શંખ ૧૪. તિણિસા ૧૫. અગુરુ ૧૬. ચંદન ૧૭. વત્થા ૧૮. અમિલાણિ ૧૯. કઠાઈ ૨૦. ચર્મ ૨૧. દાંત ૨૨. વાલા ૨૩ ગંધ ૨૪. ડબ્બોહાઈ.” રા (સંબોધ પ્રકરણ, શ્રાદ્ધ ૫૭-૮).
આ પ્રસિદ્ધ છે=ઉપરના ચોવીસ ભેદો પ્રસિદ્ધ છે. ફક્ત રજત નામનો ૪થો ભેદ રૂપ્ય છે. હિરણ્ય નામનો ૭મો ભેદ રૂપકાદિ છે. પાષાણ નામનો ૮મો ભેદ વિજાતીય રત્ન છે. મણિ જાત્ય છે. તિનિસ-તિનિસ નામનો ૧૪મો ભેદ વૃક્ષવિશેષ છે. અમિલાણિ નામનો ૧૮મો ભેદ ઊનનાં વસ્ત્રો છે. કાષ્ઠા=કઠાઈ નામનો ૧૯મો ભેદ શ્રીપણદિ ફલકાદિ છે. ચર્મ કામનો ૨૦મો ભેદ સિંહાદિનાં ચામડાં છે. દત્ત નામનો ૨૧મો ભેદ હાથી આદિના દાંતો છે. વાલા નામનો ૨૨મો ભેદ ચમરી આદિ ગાયોના વાળો છે. દ્રવ્ય ઔષધ નામનો ૨૪મો ભેદ પિપ્પલાદિ છે.
સ્થાવર ત્રણ પ્રકારના છે અને દ્વિપદ બે પ્રકારના છે. જે આ પ્રમાણે – “ભૂમિ, ધરા અને તરુગણ વળી ત્રણ પ્રકારનો સ્થાવર જાણવો. વલી, ચક્કારબદ્ધ ગાડું આદિ, માણસ=દાસ આદિ બે પ્રકારનો દ્વિપદ છે." ૧ (દશવૈકાલિક નિર્યુક્તિ - ૨૫૬, સમ્બોધપ્ર. શ્રાદ્ધ - ૫૮)
ભૂમિ ક્ષેત્ર છે. ગૃહ શ્લોકમાં રહેલ ‘ધરા' શબ્દ પ્રાસાદના અર્થમાં છે. તરુગણ=શ્લોકમાં રહેલ તરુગણ નામનો ત્રીજો ભેદ નાળિયેર આદિના બગીચા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના સ્થાવર છે.