________________
૨૬૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૭-૨૮ ચોરી કરનાર પુરુષને આ ભવમાં જ ગધેડા ઉપર આરોપણ કરાય છે. લોકો તેની નિંદા કરે છે, તેને ધિક્કાર આપે છે અને તેને મરણ પર્યત દુઃખો પ્રાપ્ત થાય છે. ચોરીને કરનારા પુરુષો પરભવમાં નરકને પામે છે. અને નરકમાંથી નીકળીને હજારો ભવો સુધી ખરાબ મનુષ્યના ભવો પ્રાપ્ત કરે છે. માછીમાર થાય છે. ટૂંઠા, હીન અંગવાળા, બહેરા-મૂંગા થાય છે. તેથી સંસારના અનર્થોથી ભય પામેલા શ્રાવકો જિનવચનાનુસાર ત્રીજા વ્રતના સ્વરૂપને જાણીને તેની વિરતિને કરે છે. IIળા અવતારણિકા :
प्रतिपादितं तृतीयमणुव्रतम्, अथ चतुर्थं तदाह - અવતરણિતાર્થ - ત્રીજું અણુવ્રત પ્રતિપાદન કરાયું. હવે ચોથા એવા તેને અણુવ્રતને, કહે છે – શ્લોક :
स्वकीयदारसन्तोषो, वजनं वाऽन्ययोषिताम् ।
श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ।।२८ ।। અન્વયાર્થ
સ્વશીયારસન્તોષો=પોતાની સ્ત્રીઓમાં સંતોષ, વા=અથવા, ગોષિતામ્ વનં=અન્યની સ્ત્રીઓતો. ત્યાગ, ત–તે, શ્રમણોપાસનાં=શ્રમણોપાસકોનું શ્રાવકોનું, ચતુર્થીનુવ્રતં ચોથું અણુવ્રત, મતમતાર્યું છે. ૨૮ શ્લોકાર્ચ -
પોતાની સ્ત્રીઓમાં સંતોષ અથવા અન્યની સ્ત્રીઓનું વર્જન તે શ્રાવકોનું ચોથું અણુવ્રત મનાયું છે. Il૨૮II. ટીકા -
स्वकीयदाराः स्वकलत्राणि, तैस्तेषु वा संतोषस्तन्मात्रनिष्ठता, 'वा' अथवा 'अन्ययोषितां' परकीयकलत्राणां 'वर्जनं' त्यागः, अन्येषामात्मव्यतिरिक्तानां मनुष्याणां देवानां तिरश्चां च योषितः परिणीतसंगृहीतभेदभिन्नानि कलत्राणि तेषां वर्जनमित्यर्थः, यद्यप्यपरिगृहीता देव्यस्तिरश्च्यश्च काश्चित्संग्रहीतुः परिणेतुश्च कस्यचिदभावाद्वेश्याकल्पा एव भवन्ति, तथापि प्रायः परजातीयभोग्यत्वात्परदारा एव ता इति वर्जनीयाः 'तत्' स्वदारसंतोषोऽन्ययोषिद्वर्जनं वा 'श्रमणोपासकानां' श्रावकाणां संबन्धि 'चतुर्थाणुव्रतं' 'मतं' प्रतिपादितं जिनवरैरित्यन्वयः ।