________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૪
૨૩૭
કોઈ શ્રાવક વચન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું વચન-કાયાથી હિંસા કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. વળી, કોઈ શ્રાવક મન-વચન-કાયાથી હિંસાનો ત્યાગ કરે તો હું મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી એ પ્રકારનો વિકલ્પ કરે છે. તેથી મન-વચન-કાયાના ૭ વિકલ્પો આ પ્રમાણે થશે.
૧. હું મનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૨. હું વચનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૩. હું કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૪. હું મન-વચનથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૫. હું મન-કાયાથી સ્થૂલ હિસાદ કરતો નથી. ૭. હું વચન કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી. ૭. હું મન-વચન-કાયાથી સ્થૂલ હિંસાદિ કરતો નથી.
આ રીતે સ્થૂલ હિંસાના ત્યાગના વિષયમાં ૭ વિકલ્પમાંથી જે વિકલ્પથી પોતે ત્યાગ કરી શકે તેમ હોય તેનો નિર્ણય કરીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે તેથી મન-વચન-કાયા ત્રણને આશ્રયીને ૭ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તે રીતે સ્થૂલ હિંસાના કરણ-કરાવણ અને અનુમોદનને આશ્રયીને ત્યાગના ૭ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તેથી તે ૭ ભાંગા કરણને આશ્રયીને કઈ રીતે થાય છે ? કરાવણને આશ્રયીને કઈ રીતે થાય છે? અને અનુમોદનને આશ્રયીને કઈ રીતે થાય છે? તેનો યથાર્થ બોધ કરીને સ્વશક્તિ અનુસાર જે વિકલ્પનો પોતે ત્યાગ કરી શકે તેમ હોય તેનો નિર્ણય કરીને તે પ્રકારે શ્રાવક પ્રતિજ્ઞા કરે છે.
જો કે શ્રાવકને હિંસાના વિષયભૂત અનુમતિના નિષેધની પ્રાપ્તિ નથી તોપણ કઈ રીતે પોતાને અનુમતિ પ્રાપ્ત થઈ શકે છે ? તેનો નિર્ણય કરીને જે સ્થાનમાં જેટલી અનુમતિનો નિષેધ પોતે કરી શકે તેમ હોય તેટલો અનુમોદનના પરિવાર માટે યત્ન કરે છે. જેમ સ્વયંભૂરમણસમુદ્ર આદિના મત્સ્ય આદિને આશ્રયીને અનુમોદનનો પરિહાર કેટલાક શ્રાવકો કરે છે. આ રીતે મન-વચન-કાયાને આશ્રયીને અને કરણ-કરાવણઅનુમોદનને આશ્રયીને ૪૯ ભાંગાની પ્રાપ્તિ છે. આ ૪૯ ભાંગા અતીતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને આશ્રયીને વિચારીએ તો ત્રણે કાળના ૪૯-૪૯ ભાંગાની પ્રાપ્તિ થાય તેથી કુલ ભાંગા ૧૪૭ પ્રાપ્ત થાય. અતીતકાલને આશ્રયીને પોતે જે હિંસા કરી હોય તે હિંસાની નિંદા કરવાથી અતીકાલને આશ્રયીને હિંસાના ત્યાગના ભાંગાની પ્રાપ્તિ થાય છે. વર્તમાનમાં સ્વીકારેલા ભાંગા અનુસાર સંવર કરવાથી વર્તમાનના ભાંગાની પ્રાપ્તિ થાય છે. અને અનાગતમાં નહીં કરવાની પ્રતિજ્ઞા કરવાથી અનાગતના ભાંગાની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે હિંસાની વિરતિને આશ્રયીને ૧૪૭ ભાંગાની પ્રાપ્તિ છે. તેમ મૃષાવાદની વિરતિ આદિને આશ્રયીને ૧૪૭ ભાંગાની પ્રાપ્તિ છે. તેથી સ્થૂલ હિંસાદિની વિરતિરૂપ ૫ અણુવ્રતમાં કુલ ૭૩૫ ભાંગાની પ્રાપ્તિ થાય છે. તેથી પાંચ અણુવ્રતને આશ્રયીને ૭૩પ ભેદવાળા શ્રાવકો પ્રાપ્ત થાય છે. તેમાં સાક્ષીપાઠ બતાવે છે તેનો અર્થ આ પ્રમાણે છે.
શ્રાવકના બે ભેદોની પ્રાપ્તિ છે : ૧. વિરતશ્રાવક અને ૨. અવિરતશ્રાવક. અથવા શ્રાવકના આઠ