________________
ધર્મસંગ્રહ ભાગ- ૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪
૨૩૫
મૃષાવાદ સંબંધી ૬ ભાંગા પ્રાપ્ત થાય છે. આ રીતે આદ્ય વ્રતસંબંધી બીજા પણ યાવત્ છઠો પણ ભાંગો અવસ્થિત જ મૃષાવાદ સંબંધી છ ભાંગાને પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી “છ'તે છ વડે ગુણવાથી ૩૬ થાય. અને અહીં ૧૦ દ્વિકસંયોગ છે. આથી દસથી ગુણિત ૩૬=૧૦ ગુણ્યા ૩૬=૩૬૦ થાય છે. આટલા પાંચ વ્રતોના દ્વિકસંયોગના ભાંગા, એ રીતે ત્રિકસંયોગાદિમાં પણ ભંગ સંખ્યાનું ભાવત કરવું.
પંચમદેવકુલિકાની સ્થાપના જાણવી. (અહીં ચાર્ટ જોવો. પાના નં. ૨૨૩) એ રીતે સર્વ પણ દેવકુલિકાની નિષ્પત્તિ સ્વયં જાણવી અને આ પ્રરૂપણા આવશ્યકનિયુક્તિ ગ્રંથના અભિપ્રાયથી કરાઈ છે.
વળી, ભગવતી સૂત્રના અભિપ્રાયથી નવભંગી છે. તે પણ પ્રસંગથી બતાવાય છે. તે આ પ્રમાણે - ૧. મતથી હિંસા કરતો નથી. ૨. વચનથી હિંસા કરતો નથી. ૩. કાયાથી હિંસા કરતો નથી. ૪. મતથી વાચાથી હિંસા કરતો નથી. ૫. મતથી કાયાથી હિંસા કરતો નથી. ૬. વચનથી કાયાથી હિંસા કરતો નથી. ૭. મન-વચન-કાયાથી હિંસા કરતો નથી.
આ કરણ વડે સાત ભાંગાનો એક વિકલ્પ છે. એ રીતે કારણથી=નરાવણથી ૭ ભાંગાનો બીજો વિકલ્પ છે. અનુમતિથી ત્રીજો, કરણ-કરાવણથી ચોથો, કરાવણ અનુમતિથી પાંચમો, કરણ-અનુમતિથી છઠ્ઠો અને કરણ-કરાવણ-અનુમતિથી ૭મો. ૭ ભાંગાનો વિકલ્પ છે. આ પ્રમાણે=મન, વચન, કાયાના ૭ વિકલ્પ અને કરણ-કરાવણ-અનુમોદનના ૭ વિકલ્પ, બધા મળીને ૪૯ થાય છે. (૭x૭=૪૯) પ્રત્યાખ્યાનનું ત્રિકાલ વિષયપણું હોવાથી આ=૪૯ ભાંગા કાલત્રયથી ગુણિત ૧૪૭ ભેદો થાય છે. જેને કહે છે. (પાના નં. ૨૨૧ ઉપર દેવકુલિકાનો ચાર્ટ છે.)
મન-વચન-કાયાના યોગમાં, કરણમાં કરાવણમાં અને અનુમતિમાં એક, બે, ત્રણના યોગમાં સાત સાત જ વિકલ્પ થાય છે. ગુણવત્તાત્રગુણાકારને પામ્યા=૭ને ૭ વડે ગુણવાથી ૪૯ પ્રાપ્ત થયા.
પ્રથમનો એક, ત્રણના ત્રણ, બેના નવ, ત્રણના બે અને નવ, કાલ ત્રણની સાથે ગુણવાથી ૧૪૭ ભાંગા થાય છે. પચ્ચકખાણમાં ૧૪૭ ભાંગા જેને ઉપલબ્ધ છે જેને જ્ઞાન છે તે જ પચ્ચખાણમાં કુશલ છે. સેસ જેને જ્ઞાન નથી તે, અકુશલ છે. (શ્રાવકવ્રતભંગ, પ્ર. ૫, ૬, ૮)
અને ત્રિકાલવિષયતા અતીતની નિંદાથી=પચ્ચકખાણમાં વિષયભૂત અતીતમાં સેવાયેલા પાપની નિંદાથી, વર્તમાનતા સંવરથી=વર્તમાનમાં સ્વીકારેલા ભાંગાને અનુસાર સંવરના પરિણામથી અને