________________
૨૦૧૮
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૪ આ રીતે “એકવિધ-ત્રિવિધ'ના બે વિકલ્પમાંથી શ્રાવક પોતાની શક્તિ અનુસાર પ્રતિજ્ઞા કરે છે. (૫) વળી કોઈ શ્રાવક “એકવિધ-દ્વિવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે પાંચમો ભાગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધથી કરણ અથવા કરાવણ અને દ્વિવિધથી=મનથી અને વચનથી ૧. અથવા મનથી અને કાયાથી ૨. અથવા વચનથી અને કાયાથી ૩. પાંચમા ભાંગામાં છ વિકલ્પોની પ્રાપ્તિ છે. તે આ
પ્રમાણે –
૧. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૨. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૩. વચનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૪. મનથી અને વચનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ૫. મનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં.
. વચનથી અને કાયાથી સ્થૂલ હિંસાદિ હું-કરાવું નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે આ પાંચમા ભાંગામાં જે શ્રાવકની કરણને આશ્રયીને શક્તિ હોય અથવા કરાવણને આશ્રયીને શક્તિ હોય તે શ્રાવક કરણનો કે કરાવણનો જે બે યોગથી પરિહાર કરી શકે તેમ હોય તે બે યોગને સામે રાખીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી પ્રતિજ્ઞા અનુસાર સમ્યક્ પાલન કરીને સ્વીકારેલા વ્રતના ફળને પ્રાપ્ત કરે છે.
(૯) વળી, કોઈ શ્રાવક “એકવિધ-એકવિધથી સ્થૂલ હિંસાદિની નિવૃત્તિ કરે છે ત્યારે છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. તેમાં એકવિધથી કરણ અથવા કરાવણ અને એકવિધથી=મનથી અથવા વચનથી અથવા કાયાથી. આ છઠ્ઠા ભાંગામાં છ વિકલ્પોની પ્રાપ્તિ છે. તે આ પ્રમાણે – ૧. મનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૨. વચનથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૩. કાયાથી સ્થૂલ હિંસાદિ સ્વયં હું કરું નહીં. ૪. મનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ' ૫. વચનથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં. ૬. કાયાથી સ્થૂલ હિંસાદિ હું કરાવું નહીં.
આ છઠ્ઠા ભાંગામાં જે શ્રાવકની કરણને આશ્રયીને શક્તિ હોય અથવા કરાવણને આશ્રયીને શક્તિ હોય તે શ્રાવક કરણનો કે કરાવણનો જે એક યોગથી પરિહાર કરી શકે તેમ હોય તે એક યોગને સામે રાખીને તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે જેથી પ્રતિજ્ઞા અનુસાર સમ્યક પાલન કરીને સ્વીકારેલા વ્રતના ફળને પ્રાપ્ત કરે છે.