________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ ટીકાર્ય :
નન્નિત્યં .... સમત્ત' . વિ . “નનુ'ની શંકા કરતાં કહે છે – આ રીતે-ગાથામાં કહ્યું કે જિવોક્ત તત્વમાં શુદ્ધરુચિ સભ્યત્ત્વ છે એ રીતે, તત્વાર્થ શ્રદ્ધાન સખ્યત્વ એ પ્રમાણે પર્યવસાન થયું=એ પ્રકારે ફલિત થયું. ત્યાં=સમ્યક્તના લક્ષણમાં, શ્રદ્ધાન તથા’ એ પ્રકારના પ્રત્યયરૂપ છે=જે પ્રકારે ભગવાને કહ્યું છે તે પ્રકારે છે તે પ્રકારની પ્રતીતિરૂપ છે અને તેનું તથા” એ પ્રકારનો પ્રત્યય માનસ અભિલાષ છે અને આ= તથા' એ પ્રકારનો, માનસ અભિલાષ અપર્યાપ્તકાદિ અવસ્થામાં=અપર્યાપ્તાવસ્થામાં કે ગર્ભાવસ્થામાં કે અત્યંત બાલ્યાવસ્થામાં ઈચ્છાતો નથી. વળી તે અવસ્થામાં પણ=અપર્યાપ્તાદિ અવસ્થામાં પણ, સમ્યક્ત ઈષ્ટ છે; કેમ કે છાસઠ સાગરોપમ સાદિ અપર્યવસિત કાલરૂપ તેની=સમ્યક્તની, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન છે, એથી કેવી રીતે આગમનો વિરોધ નથી ?=સમ્પર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતિપાદન કરનાર આગમવચન સાથે ગ્રંથકારશ્રી વડે પ્રતિપાદન કરાયેલા સમ્યક્તના લક્ષણો કેવી રીતે વિરોધ નથી ? અર્થાત્ વિરોધ છે. એ પ્રકારની આમાં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં કહેવાય છે= ગ્રંથકારશ્રી વડે કહેવાય છે –
તત્વાર્થ શ્રદ્ધાન સમ્યત્ત્વનું કાર્ય છે. વળી, સમ્યક્ત મિથ્યાત્વના ક્ષયોપશમાદિત્ય શુભ આત્મપરિણામ વિશેષ છે.
અને કહે છે –
“અને તે સમ્યક્ત પ્રશસ્ત સંપ્રાપ્ત મોહનીયકર્મના અનુવેદન, ઉપશમ અને ક્ષયથી સમુત્પન્ન પ્રશમ સંવેગાદિ લિંગવાળું શુભ આત્મપરિણામ કહેવાયું છે.” (આવશ્યક સૂત્ર ૬/૩૬, સમ્યક્ત અધિકાર)
અને આ લક્ષણ=ઉદ્ધરણમાં આપેલ સમ્યક્તનું લક્ષણ, મેત વગરના સિદ્ધાદિમાં પણ વ્યાપક છે. અને આ રીતે પૂર્વમાં ‘નનુ'થી કરેલી શંકાનું ગ્રંથકારશ્રીએ સમાધાન કર્યું કે તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક્ત નથી પરંતુ સમ્યત્ત્વનું કાર્ય છે માટે અપર્યાપ્તાદિ અવસ્થામાં સખ્યત્ત્વની અપ્રાપ્તિ નથી એ રીતે, સમ્યક્ત થયે છતે જ પૂર્વમાં કહ્યું એવા જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન થાય છે અને યથોક્ત શ્રદ્ધાન થયે છતે સમ્યક્ત થાય જ છે. એથી શ્રદ્ધાવાળા જીવોમાં સમ્યક્તના અવયંભાવિત્વના ઉપદર્શન માટે કાર્યમાં=સમ્યત્ત્વના કાર્યમાં, કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનના કારણરૂપ સખ્યત્વનો ઉપચાર કરીને, તત્વમાં રુચિ એ પ્રકારનો આનો=સમ્યક્વતો, તત્વાર્થ શ્રદ્ધાન એ પ્રકારના અર્થનું પર્યવસાન=કથન દોષ માટે નથી અને તે પ્રમાણે કહેવાયું છે –
“જીવાદિ નવ પદાર્થો જે જાણે છે તેને સમ્ય હોય છે. નહિ જાણતા પણ જીવાદિ નવતત્વને નહિ જાણતા પણ, ભાવથી શ્રદ્ધા કરનારને સમ્યક્ત છે.” (નવતત્વ પ્ર.-ગા. ૫૧) ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે જિનોક્ત તત્ત્વમાં શુદ્ધ શ્રદ્ધાન સમ્યક્ત છે. ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે આ પ્રમાણે અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વનું શ્રદ્ધાને એ સમ્યક્ત છે. શ્રદ્ધાન એટલે આ વસ્તુ આ પ્રમાણે છે એવો