________________
૧૯૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ અને દેશવિરતિ સામાયિકના આરોપણ માટે કરેમિ કાઉસગ્ગ ઇત્યાદિ બોલે છે. અને સત્તાવીસ ઉવાસના ચિંતનરૂપ લોગસ્સ બોલે છે અને ખમાસમણપૂર્વક નમસ્કારત્રયરૂપ નંદીનું શ્રાવણ કરે છે–ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર ગુરુ શિષ્યને સંભળાવે છે. અહીં વ્રતના આરોપણનું ઉસ્સગ્ન=કાયોત્સર્ગ નામનું અગિયારમું દ્વાર પૂરું થાય છે.
ત્યારપછી પૃથક પૃથક્ નમસ્કારપૂર્વક ત્રણવાર સમ્યક્તદંડકનો પાઠ કરે અર્થાત્ એક નવકાર બોલે અને તે રીતે નવકાર બોલીને બીજી વખત અને ત્રીજી વખત સમ્યક્ત દંડકનો પાઠ બોલે. અને તે સમ્યક્તદંડકના પાઠનો અર્થ આ પ્રમાણે છે –
શિષ્ય ગુરુને કહે છે હે ભગવન્! તમારી સમીપે આજથી મિથ્યાત્વનો ત્યાગ કરું છું અને સમ્યક્તનો સ્વીકાર કરું છું.
આ પ્રકારના ઉચ્ચારણથી એ પ્રકારનો અધ્યવસાય થાય છે કે અરિહંતદેવ, સુસાધુગુરુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ આ ત્રણ જ પોતાને એકાંતે કલ્યાણ કરનાર છે. તેનાથી અન્ય કોઈ કલ્યાણ કરનાર નથી તે પ્રકારનો સ્થિર અધ્યવસાય કરવા અર્થે ગુરુ સમક્ષ તે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે.
વળી સમ્યક્તને દૃઢ કરવા અર્થે મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરવા માટે અને સમ્યક્તનાં કારણોનો સ્વીકાર કરવા માટે પોતે પ્રતિજ્ઞા કરે છે અને તે પ્રતિજ્ઞા જ ‘તંગથી સ્પષ્ટ કરે છે –
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હું મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરું છું અને સભ્યત્વનાં કારણોનો સ્વીકાર કરું છું, જેથી જિનવચનમાં મારી શ્રદ્ધા દૃઢ થાય. તેમાં પ્રથમ દ્રવ્યથી મિથ્યાત્વનાં કારણોનું પચ્ચખ્ખાણ કરે છે અને સમ્યક્તનાં કારણોનો સ્વીકાર કરે છે.
કયા પ્રકારના મિથ્યાત્વનાં કારણોનો ત્યાગ કરે છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – - આજથી માંડીને અન્યતીર્થિક, અન્યતીર્થિકદેવો કે અન્યતીર્થિકથી પરિગૃહીત અરિહંતચૈત્યોને નમસ્કાર કરવા કે વંદન કરવાં મને કહ્યું નહિ.
આ રીતે પ્રતિજ્ઞા કરવાથી અધ્યવસાય થાય છે કે જિનવચન પ્રમાણે ચાલનારા પાંચ મહાવ્રતધારી સુસાધુઓથી અન્ય ત્યાગીઓને પોતે ગુરુબુદ્ધિથી વંદન-નમસ્કાર કરશે નહીં અને અન્યતીર્થિકના દેવોને કે અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાને પોતે દેવબુદ્ધિથી વંદન-નમસ્કાર કરશે નહિ.
આ પ્રકારની દ્રવ્યથી પ્રતિજ્ઞા કરવાને કારણે કુગુરુ પ્રત્યે સુગુરુની બુદ્ધિ થાય નહીં અને કુદેવ પ્રત્યે સુદેવની બુદ્ધિ થાય નહીં તેથી મિથ્યાત્વની પ્રાપ્તિ થવાનો પ્રસંગ આવે નહિ. વળી, અન્યતીર્થિકો વડે ગ્રહણ કરાયેલી જિનપ્રતિમા જોકે અરિહંતની પ્રતિમા છે તોપણ અન્યદર્શની દ્વારા તે અરિહંત પ્રતિમા પોતાના દેવ તરીકે પૂજાય છે અને તે અરિહંત પ્રતિમાને વંદન-નમસ્કાર કરવાથી અન્યદર્શનના દેવોનું માહાસ્ય વૃદ્ધિ પામે છે. તેથી અન્યદર્શનના દેવોની માહાત્મની વૃદ્ધિમાં પોતે નિમિત્ત બને તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. માટે તેવી જિનપ્રતિમાને પણ વંદન-નમસ્કાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરાય છે.