________________
૧૯૧
•
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩ આપે છે=શિષ્યની યોગ્યતા અનુસાર તે-તે અભક્ષ્યાદિના અભિગ્રહોને આપે છે. અને તેનું દંડક અભિગ્રહનું દંડક, આ પ્રમાણે છે –
“હે ભગવન્ તમારા સમીપે આજે હું અભિગ્રહને ગ્રહણ કરું છું. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી આ અભિગ્રહ છે=જે વસ્તુનો પોતે ત્યાગ કરવા ઈચ્છે છે તે અભિગ્રહ છે. ક્ષેત્રથી અહીં કે અન્યત્ર અભિગ્રહ છે. કાલથી જાવજીવ સુધીનો અભિગ્રહ છે. ભાવથી જે પ્રમાણે ગ્રહણ કર્યું છે તે પ્રમાણે અભંગથી અભિગ્રહ છે. અરિહંતની સાક્ષીએ, સિદ્ધ સાક્ષીએ, સાધુની સાક્ષીએ, દેવની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ અનાભોગ, સહસાત્કાર, મહત્તરાગાર, સવ્વસમાહિત્તિ આગારને છોડીને વોસિરાવું છે=સંકલ્પ કરેલા ઉદ્દેબરાદિનો હું ત્યાગ કરું છું.” ત્યારપછી એકાસણાદિ વિશેષ તપ કરાવે. અને સમ્યક્ત આદિની દુર્લભતાના વિષયવાળી દેશના આપે છે.” ભાવાર્થ :
પૂર્વમાં સમ્યક્ત આદિના ગ્રહણ પૂર્વની વિધિ બતાવી. હવે વિશેષવિધિ બતાવે છે – વિશેષવિધિનાં ૧૩ દ્વારો છે તે ક્રમસર બતાવે છે –
પ્રશસ્ત ક્ષેત્ર હોય અને તે ક્ષેત્ર જિનભવનાદિરૂપ કે અન્ય કોઈ સુંદર ક્ષેત્ર હોય ત્યાં પ્રશસ્ત તિથિ આદિના દિવસે ગુરુ શિષ્યને સમ્યક્ત આદિ ઉચ્ચરાવે. કઈ રીતે ઉચ્ચરાવે તે સ્પષ્ટ કરે છે. શિષ્યના ગુણની પરીક્ષા કરીને તે-તે ગુણને માટે શિષ્ય યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય કરીને ત્યારપછી ઉચ્ચરાવે. જેમ સમ્યક્ત ઉચ્ચરાવવું હોય તો સમ્યક્તની પ્રાપ્તિને અનુકૂળ પ્રાથમિક કક્ષાનો બોધ થયો છે કે નહીં અને તે બોધ ન થયો હોય તો ગુરુ તેને બોધ કરાવે કે સંસારમાં જીવો ચાર ગતિમાં ભ્રમણ કરીને જે કંઈ વિડંબના પામે છે તે સર્વ કર્મકૃત કર્થના છે અને કર્મથી જીવ મુક્ત થાય ત્યારે આ સર્વ વિડંબના દૂર થાય છે માટે જીવની મુક્ત અવસ્થા સુંદર છે, સંસારઅવસ્થા અસુંદર છે અને જીવ કર્મ સાથે કઈ રીતે સંબંધિત થાય છે તેનો માર્ગાનુસારી બોધ શિષ્યની બુદ્ધિ અનુસાર કરાવે છે અને કહે છે કે આ કર્મની વિડંબનાથી મુક્ત થવાનો ઉપાય જિનવચનનો બોધ, જિનવચન પ્રત્યેની સ્થિરરુચિ અને જિનવચન અનુસાર અપ્રમાદભાવથી કરાયેલો યત્ન છે. અને તે પ્રકારનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ કરાવીને જ્યારે ગુરુને જણાય કે આ શિષ્ય સમ્યક્તને બરાબર ધારણ કરશે અને તેના ઉચિત આચારોમાં પ્રતિજ્ઞા અનુસાર પ્રયત્ન કરીને પાલન કરશે અને સમ્યક્તનું રક્ષણ કરશે, તેની પરીક્ષા કરીને તે શિષ્યને સૂરિ સખ્યત્વે આદિ ઉચ્ચરાવે છે ત્યારે પ્રથમ પોતાની સન્મુખ કરીને ખમાસમણાના દાનપૂર્વક બોલાવે=શિષ્યને કહે કે તું આ પ્રમાણે બોલ.
શું બોલાવે ? તે સ્પષ્ટ કરે છે – “હે ભગવન્! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિક આરોપણ કરવા અર્થે અને નંદી કરાવવા માટે દેવને વંદાવો.”
આનાથી એ પ્રાપ્ત થાય કે શિષ્ય ગુરુને વિજ્ઞપ્તિ કરે છે કે તમને હું વ્રત આપવાને માટે યોગ્ય લાગું તો તમારી ઇચ્છા પ્રમાણે તમે મને સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિ સામાયિકના આરોપણ માટે