________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ વળી, સંસારની સર્વ પ્રવૃત્તિ કર્મબંધનું કારણ છે અને જે કર્મબંધ આત્મા માટે દુઃખની પરંપરાનું કારણ છે તેવી સંસારની પ્રવૃત્તિમાં શ્રાવક ૨તિ કરતો નથી પરંતુ સંયમમાં જ રતિને કરે છે તેથી સ્વભૂમિકાનુસા૨ સંયમની શક્તિ સંચય કરવા માટે સદા યત્ન કરે છે.
૧૭૨
વળી, શ્રાવક ગૃહસ્થવાસમાં છે તેથી વિષયોમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વિષયોમાં વૃદ્ધિને કરતો નથી.
વળી, સંસારની પ્રવૃત્તિ આરંભ-સમારંભરૂપ છે તોપણ જે પ્રવૃત્તિમાં ઘણો આરંભ હોય તેવી પ્રવૃત્તિ કરતો નથી. ક્વચિત્ આજીવિકાનો પ્રશ્ન થાય તો આ તીવ્ર આરંભવાળી પ્રવૃત્તિ કરવી પડે તોપણ તેવા આરંભની અનિચ્છાને ધા૨ણ ક૨તો જ કરે છે.
વળી, શ્રાવક તત્ત્વનું ભાવન કરે છે કે ગૃહવાસ એ પાશના બંધન જેવો છે; કેમ કે ઘર, કુટુંબ સ્વજન બધા પ્રત્યેના સ્નેહના પરિણામો જીવને સંસારમાં બાંધી રાખે છે. માટે આ બંધનથી મુક્ત થવાને અનુકૂળ શક્તિ સંચય ક૨વામાં સદા યત્ન કરે છે.
વળી, શ્રાવક વારંવાર વિચાર છે કે ભગવાને જે કહ્યું છે તે જ તત્ત્વ છે તેમાં કોઈ સંદેહ નથી અને ભગવાને સર્વ ઉદ્યમથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ ભાવમલને દૂર કરવાનો માર્ગાનુસા૨ી ઉપદેશ આપેલ છે તે જ ‘તત્ત્વ' છે. તેમ વિચારીને ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધારૂપ સમ્યક્ત્વથી ચલાયમાન થતો નથી.
વળી, શ્રાવક ગતાનુગતિકરૂપ ગાડરિયા પ્રવાહનો ત્યાગ કરે છે અને જીવનની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વમાં આગમને આગળ કરીને ક્રિયાઓ કરે છે. આથી જ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ઉચિત ધર્માનુષ્ઠાન કરે છે તેમાં પણ આગમને આગળ કરીને સર્વ ક્રિયાઓ કરે છે.
એટલું જ નહિ, પણ ભોગાદિની ઇચ્છા થાય ત્યારે પણ ભગવાનના વચનનું સ્મરણ કરે છે. ભગવાને ‘સલ્લું કામા વિષે કામા...' ઇત્યાદિ કહેલ છે અને તે વચનના સ્મરણથી ભોગાદિની ઇચ્છાના શમન માટે ઉદ્યમ કરવા છતાં ઇચ્છા શાંત ન થાય તો જિનવચનના સ્મરણપૂર્વક યતનાથી તે રીતે ભોગાદિની પ્રવૃત્તિ કરે કે જેથી ધર્મથી નિયંત્રિત થયેલી ભોગાદિની પ્રવૃત્તિ પણ ક્લેશનું કારણ ન બને.
વળી, પોતાની શક્તિનું સમાલોચન કરીને જિનવચનાનુસાર દાનાદિક ઉચિત કૃત્યોમાં પ્રવર્તે છે. વળી, શ્રાવક ભગવાનની ભક્તિ કે શીલાદિની ઉચિત એવી નિરવઘ ક્રિયાને કરતો લોકોથી લજ્જા પામતો નથી.
વળી, શ્રાવક પ્રતિદિન આત્માને જિનવચનથી ભાવિત કરે છે તેથી સંસારગત પદાર્થોમાં તેના રાગ-દ્વેષ ક્ષીણ-ક્ષીણતર થતા હોય છે તેથી સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ વગરના વર્તે છે.
વળી, ધર્માદિના સ્વરૂપના વિચારમાં મધ્યસ્થ હોય છે પરંતુ મેં આ પક્ષ સ્વીકાર્યો છે માટે મારે એ પક્ષ અનુસા૨ જ ધર્મ ક૨વો જોઈએ એવો મિથ્યા અભિનિવેશ ધારણ કરતો નથી.