________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
૧૬૭
૨. કારણથી ગુરુજનના વર્ણવાદના કરણથી અચજનના પ્રવર્તન વડે. ૩. સંપાદન ગુરુને ઔષધાદિનું પ્રદાન.
૪. ભાવ-ગુરુજતના ચિત્તનું અનુવર્તન-અનુસરણ, આ ચાર પ્રકારે ગુરુજનની=આરાધ્યવર્ગની, શુશ્રષાને કરતો ગુરુશમૂષક થાય છે. જોકે ગુરુ માતા-પિતાદિ પણ કહેવાય છે. તોપણ અહીં=ભાવશ્રાવકના વિષયમાં, ધર્મનો અધિકાર હોવાથી ધર્માચાર્યાદિ જ પ્રસ્તુત છે. એ પ્રકારનો હાર્દ છે.
હવે પ્રવચનકુશલ એ છઠું ભાવશ્રાવકનું લક્ષણ આ પ્રકારનું છે.
“સૂત્રમાં, અર્થમાં, ઉત્સર્ગ, અપવાદ, ભાવ અને વ્યવહારમાં જે કુશલપણાને પ્રાપ્ત છે તેથી પ્રવચનકુશલ છ પ્રકારનો છે.” (ધર્મરત્વ પ્રકરણ, ગા. પ૨)
(૧) સૂત્રમાં=સૂત્રના વિષયમાં, જે કુશલપણાને પ્રાપ્ત છે. પ્રાપ્ત' શબ્દ પ્રત્યેકની સાથે જોડવો. સૂત્રવિષયક કુશલપણું સ્પષ્ટ કરે છે –
શ્રાવકપર્યાયને ઉચિત સૂત્રઅધ્યેતા તે સૂત્રવિષયક-કુશલપણું છે. (૨) અને અર્થમાં=સૂત્રથી વાંચ્ય=કહેવાતા, અર્થમાં સંવિજ્ઞગીતાર્થ પાસે સૂત્રાર્થશ્રવણથી કુશલપણાને પ્રાપ્ત છે. (૩) ઉત્સર્ગમાં=સામાન્ય કથનમાં (૪) અપવાદ=વિશેષ કથનમાં, કુશલ છે. આ ભાવ છેઃઉત્સર્ગ-અપવાદના કુશલનો આ ભાવ છે. કેવલ ઉત્સર્ગનું જ અવલંબન કરતો નથી. વળી, કેવલ અપવાદનું અવલંબન કરતો નથી. પરંતુ ઉભય પણsઉત્સર્ગ-અપવાદનું પણ, યથાયોગ યથાસ્થાન આલંબન કરે છે. (૫) ભાવમાં=વિધિસાર ધર્માનુષ્ઠાનના કરણરૂપ ભાવમાં, કુશલ છે.
આ કહેવાયેલું થાય=ભાવમાં કુશલ શબ્દથી આ કહેવાયેલું થાય – વિધિકારી એવા અચજનને બહુ માને છે. સ્વયં પણ સામગ્રીનો સદ્ભાવ હોતે છતે યથાશક્તિ વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનમાં પ્રયત્ન કરે છે. સામગ્રીના અભાવમાં=વિધિપૂર્વક કરવાને અનુકૂળ સામગ્રીના અભાવમાં, વળી વિધિઆરાધનાના મનોરથને મૂકતો નથી જ. વ્યવહારમાંeગીતાર્થ આચરિતરૂપ વ્યવહારમાં, કુશલ-દેશકાળાદિ અપેક્ષાએ ઉત્સર્ગ-અપવાદના જાણનાર, ગુરુ-લાઘવ પરિક્ષાનથી નિપુણ એવા ગીતાર્થ આચરિત વ્યવહારને દૂષિત કરતો નથી એ પ્રકારનો ભાવ છે.
“આ પ્રવચનકુશલ છ ભેટવાળો ભગવાન વડે નિર્દિષ્ટ છે. ભાવશ્રાવકના ક્રિયાગત છ પ્રકારના લિગો છે. (ધર્મરત્વ પ્રકરણ, ગાથા-૫૫)
ભાવશ્રાવકનાં ક્રિયાથી ઉપલક્ષણ એવાં ક્રિયાથી જણાય એવાં, આ છ જ લિંગો છે. હવે ભાવગત એવા તેને કહે છેઃલિંગોને કહે છે –
આના=ભાવશ્રાવકનાં, ભાવગત સત્તર લિગો મુનિઓ કહે છે. જે કારણથી જાગ્યો છે જિનમતનો સાર એવા પૂર્વાચાર્યો કહે છે.
સ્ત્રી, દિ ઇંદ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ગૃહ, દર્શનમાં, ગાડરિયા પ્રવાહને, પુરસ્સર આગમ પ્રવૃત્તિ, દાનાદિ યથાશક્તિ પ્રવર્તન, વિહિ-વિહિક, અરડૂદ્ધિ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાર્થકામ ઉપભોગી, વેશ્યાની જેમ ગૃહવાસનું