________________
૧૬૦
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ ૧. માતા-પિતા સમાન શ્રાવક :
જેમ માતા-પિતા પુત્રના હિતની ચિંતા કરે છે અને પુત્રની કોઈ પ્રમાદી પ્રવૃત્તિ હોય તોપણ પુત્ર પ્રત્યે સ્નેહ ધારણ કરે છે તેમ જે શ્રાવક ગુણવાન સાધુના હિતની ચિંતા કરનારો હોય છે અને ગુણવાન સાધુ પણ કોઈક વખત પ્રમાદથી સ્કૂલના પામે તોપણ તે શ્રાવકને તે સાધુ પ્રત્યે સ્નેહ રહે છે. તેથી વિચારે છે કે આ મહાત્મા આરાધક છે છતાં કર્મદોષને કારણે અત્યારે પ્રમાદમાં પડ્યા છે માટે હું શું કરું ? કે જેથી તેમનો પ્રમાદ દૂર થાય તે પ્રમાણે વિચારીને શક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને તેમના પ્રમાદનું નિવારણ કરે છે અને ગુણવાન સાધુ પ્રત્યે એકાંત ભક્તિવાળો હોય છે તેવો શ્રાવક સાધુ માટે માતાતુલ્ય છે અને ઉપલક્ષણથી પિતાતુલ્ય છે. ૨. ભાઈસમાન શ્રાવક :
જેમ ભાઈને ભાઈ પ્રત્યે સ્નેહ હોય છે તેમ જે શ્રાવકને હૈયામાં ગુણવાન સાધુ પ્રત્યે સ્નેહ વર્તે છે અને ભાઈ તુલ્ય બુદ્ધિ હોવાને કારણે વિનય કરવામાં મંદ આદર હોય છે અને જેમ ભાઈનો કોઈ પરાભવ કરે તો તે ભાઈ તેને સહાય કરે તેમ તે શ્રાવક પણ સાધુનો કોઈ પરાભવ કરે તો તેના ઉપદ્રવના નિવારણ માટે સહાયક બને છે તે શ્રાવક ભાઈ જેવો છે. પ્રથમ શ્રાવક કરતાં આ બીજા પ્રકારના શ્રાવકમાં વિનયકર્મમાં મંદ આદર હોવાને કારણે કંઈક ભક્તિમાં ન્યૂનતા છે તોપણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે, ગુણવાન ગુરુ પ્રત્યે રાગ છે અને તીર્થકરો પ્રત્યે ભક્તિ છે અને પોતાના શ્રાવકાચારમાં સમ્યક ઉદ્યમ કરનાર છે માટે ભાવશ્રાવક છે. ૩. મિત્ર સમાન શ્રાવક
જેમ મિત્રને પૂછ્યા વગર કોઈ કાર્ય કરે તો મિત્રને માનકષાયને કારણે કંઈક રોષ થાય છે અને પોતાના મિત્ર કરતાં પોતે કંઈક અધિક છે તેમ માનનારા હંમેશાં અપેક્ષા રાખે છે કે આ મારા મિત્રે મને પૂછીને કાર્ય કરવું જોઈએ. તેમ કોઈ શ્રાવક શાસ્ત્ર ભણેલો હોય, બુદ્ધિમાન હોય અને કોઈ અન્ય આરાધક સાધુને જોઈને તે એમ માને કે આ સાધુ મારા કરતાં ઊંચા છે તોપણ હું શાસ્ત્રનો ઘણો જાણકાર છું. માટે મિત્ર તુલ્ય એવા આ સાધુએ ઉચિતસ્થાને મને પૂછીને જ કરવું જોઈએ તેમ માનતો અને કોઈક સ્થાનમાં મહાત્મા તેને પૂછ્યા વગર કરે તો માનને કારણે થોડો તેમના પ્રત્યે રોષ કરે છે. આમ છતાં મિત્રની જેમ સાધુની સદા હિતચિંતા કરે છે તેવો શ્રાવક મિત્રતુલ્ય છે; કેમ કે ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાપૂર્વક વ્રતો પાળે છે. સાધુ પ્રત્યે ભક્તિવાળા પણ છે છતાં કંઈક સાધુ પ્રત્યે રોષ કરે છે તેથી ભાઈ સમાન શ્રાવક કરતાં પણ કંઈક ન્યૂન આરાધક છે છતાં ભાવશ્રાવક છે; કેમ કે ભાવશ્રાવકના સર્વ ઉચિત આચારો સેવે છે. ૪. શોક્ય સમાન શ્રાવક :
જેમ શોક્ય સ્ત્રી પોતાની શોક્યનાં છિદ્રો જ જુએ છે અને પોતે હંમેશાં તે સ્ત્રી પાસેથી માનની આકાંક્ષા રાખે છે અને તે પત્નીની કોઈ પ્રમાદથી સ્કૂલના થાય તો હંમેશાં રોષ કરે છે અને તેને તૃણની જેમ ગણે છે તેમ જે શ્રાવક માની હોય તે શ્રાવક, તેને હંમેશાં સાધુ આદરપૂર્વક બોલાવે તેવી અપેક્ષા રાખે છે. સાધુનાં