________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ “ચાર પ્રકારના શ્રમણોપાસક કહેવાયા છે તે આ પ્રમાણે – ૧. માતાપિતા સમાન ૨. ભાઈ સમાન ૩. મિત્ર
સમાન ૪. શોક્ય સમાન.
૧૫૮
અથવા ચાર પ્રકારના શ્રમણોપાસક કહેવાયા છે. તે આ પ્રમાણે – ૧. આયંસ સમાન=અરીસા સમાન ૨. પડાગ સમાન=ધજા સમાન ૩. સ્થાણુ સમાન=થાંભલા સમાન ૪. ખરંટ સમાન." (૪/૩/૩૨૧ ઇતિ)
પરંતુ આ ભેદો=સ્થાનાંગમાં કહ્યા છે તે ભેદો, સાધુને આશ્રયીને જાણવા=સાધુ પ્રત્યેના શ્રાવકના વર્તનને આશ્રયીને જાણવા. એથી પૃથક્ ભેદોની આશંકાનો લેશ નથી અને આમનો પણ=ઠાણાંગ સૂત્રમાં કહેવાયેલા ૪ ભેદવાળા શ્રાવકોનો પણ, નામશ્રાવકાદિમાં અવતારનો વિચાર કરાયે છતે વ્યવહારનયના મતે ભાવશ્રાવક જ આ છે; કેમ કે શ્રાવકપદની વ્યુત્પત્તિ નિમિત્ત માત્રનો યોગ હોવાને કારણે=શ્રાવકપદની વ્યુત્પત્તિનું નિમિત્ત ચારે પ્રકારના ભેદોમાં યોજન થતું હોવાને કારણે, તે પ્રકારે વ્યવહિયમાણપણું છે=ભાવશ્રાવક તરીકે વ્યવહાર થાય છે. વળી, નિશ્ચયનયના મતે, સપત્ની=શોક્ય અને ખરંટ સમાન એવા છેલ્લા બે ભેદો મિથ્યાદષ્ટિપ્રાયઃ દ્રવ્યશ્રાવક છે, વળી, શેષ=પૂર્વના બંને પ્રકારના ભેદોમાં બતાવેલા ત્રણ-ત્રણ પ્રકારના શ્રાવકો ભાવશ્રાવકો છે જે કારણથી તેઓનું સ્વરૂપ જ=ચાર-ચાર ભેદવાળા શ્રાવકોનું સ્વરૂપ જ, આગમમાં આ પ્રમાણે વ્યાખ્યાન કરાય છે.
“કાર્યોને ચિંતવન કરે=સાધુનાં કાર્યોની ચિંતા કરે, જોયેલી સ્ખલનાવાળો પણ=સાધુની જોયેલી સ્ખલનાવાળો પણ, નિ:સ્નેહ થાય નહિ=સાધુ પ્રત્યે સ્નેહ રહિત થાય નહિ. એકાંતવત્સલ=સાધુ પ્રત્યે એકાંત પ્રીતિવાળો, શ્રાવક યતિજનનો માતા તુલ્ય જાણવો. ।।૧।।
હૃદયમાં સ્નેહવાળો જ હોય=સાધુ પ્રત્યે હૃદયથી પ્રીતિવાળો જ હોય, મુનિના વિનયકર્મમાં=સાધુ પ્રત્યેના વિનયકૃત્યમાં, મંદ આદરવાળો હોય, સાધુના પરાભવમાં=સાધુને કોઈ દ્વારા આપત્તિ આવે ત્યારે, સુસહાયવાળો હોય તે શ્રાવક ભાઈ જેવો છે. ।।૨।।
*
મુનિઓના સ્વજન કરતાં પોતાને અધિક માનતો, માનના કારણે કોઈ કાર્યમાં નહીં પૂછાયેલો થોડો ગુસ્સે થાય તે શ્રાવક મિત્ર સમાન છે. ।।૩।।
સ્તબ્ધ=અભિમાની, છિદ્રોને જોનારો=સાધુનાં દૂષણોને જોનારો, પ્રમાદસ્ખલિત=પ્રમાદથી સ્ખલના કરનારા સાધુઓ પ્રત્યે નિત્ય રોષ કરે છે, સાધુજનને તૃણ સમાન ગણે છે એવો શ્રાવક સપત્નીકલ્પ છે=શોક્ય સમાન છે." ।૪।। અને બીજા ચતુષ્કમાં=બીજા ચાર ભેદમાં, આ ગાથાઓ છે
-
“ગુરુથી કહેવાયેલાં સૂત્રો અને અર્થો જેના મનમાં અવિતથયથાર્થ, પ્રતિબિંબિત થાય છે—નિર્ણીત થાય છે, તે સુશ્રાવક શાસ્ત્રમાં આયંસ સમાન=આરીસા સમાન જાણવો. પા
પવનથી ધજાની જેમ જે=શ્રાવક, મૂઢ જન વડે ભ્રમણ કરાય છે, અવિનિશ્ચિંત ગુરુવચનવાળો=ગુરુના ઉચિત ઉપદેશનો, સ્પષ્ટબોધ નથી તેવો, તે=શ્રાવક, પતાકા તુલ્ય છે. ।।૬।।
પ્રતિપા=સ્વીકારાયેલાં શ્રાવકનાં વ્રતોવાળો, અસગ્રહવાળો=વિપરીત બોધવાળો, ગીતાર્થ વડે અનુશાસન અપાયેલો પણ જાણતો નથી=યથાર્થ બોધ પામતો નથી ફક્ત સાધુજનમાં અપ્રદ્વેષવાળો છે=સાધુનો દ્વેષી નથી એવો શ્રાવક થાંભલા જેવો છે. ।।૭।।
-