________________
૧૫૪
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨
મજબૂત કરીને જ પ્રાસાદ કરે છે તે પ્રકારે વિવેકી શ્રાવક પણ આ પ્રકારની ભાવનાના બળથી વારંવાર સમ્યવરૂપી પાયાને મજબૂત કરે છે અને વિચારે છે કે ભગવાનના વચનની સ્થિરરુચિ મારામાં નહીં હોય તો સ્વીકારાયેલો દેશવિરતિધર્મ પણ ધર્મના ફળને આપશે નહીં. તેથી ભગવાનના વચનની સ્થિરરુચિ કરવાંર્થે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે. જાણ્યા પછી તેના સૂક્ષ્મભાવોથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે અને પોતે સ્વીકારેલી દેશવિરતિ કઈ રીતે જિનવચનાનુસાર સેવીને સર્વવિરતિ આદિ ઉત્તરોત્તર ગુણસ્થાનકની નિષ્પત્તિ દ્વારા યોગનિરોધનું કારણ બનશે તેના પરમાર્થને જાણવા સદા યત્ન કરે છે અને તે રીતે સ્વીકારાયેલા ધર્મને સેવવા માટે શક્તિ અનુસાર યત્ન કરે છે તેથી સમ્યક્ત રૂપી પાયાના બળથી દેશવિરતિરૂપ ધર્મપ્રાસાદ સુરક્ષિત બને છે. (iv) આધારભૂત ભાવના :
જગતવર્તી જીવો કે જગતવર્તી પ્રાસાદ આદિ વસ્તુઓ ધરાતલરૂપ આધાર વગર રહી શકે નહિ. તેની જેમ દેશવિરતિ કે સર્વવિરતિધર્મ પણ સમ્યક્ત રૂપ આધાર વગર રહી શકે નહીં. આ પ્રકારે ભાવન કરવાથી બુદ્ધિમાં સ્થિર થાય કે સર્વધર્મનો એક-આધાર સભ્યત્ત્વ છે. માટે જિનવચનાનુસાર પદાર્થનું યથાર્થ દર્શન મારે કરવું જોઈએ કે જેથી પદાર્થના પરમાર્થને જોનારી મારી નિર્મળદૃષ્ટિ ક્યારેય પણ પ્લાન થાય નહીં અને પદાર્થને યથાર્થ જોનારી નિર્મળદૃષ્ટિ વિદ્યમાન હશે તો સમ્યક્ત રૂપી આધાર ઉપર ટકી રહેલ દેશવિરતિ આદિ ધર્મ ઉત્તરોત્તર ધર્મની નિષ્પત્તિ દ્વારા અવશ્ય સર્વ કલ્યાણની પરંપરાનું કારણ બનશે. (v) ભાજનભૂત ભાવના :
ક્ષીરાદિ ભોજનનું ભાજન પાત્રવિશેષ છે. તે પાત્રવિશેષ વગર ક્ષીરાદિ ભોજન વિનાશ પામે છે તેમ સમ્યક્ત ભાજન વગર ધર્મ પણ વિનાશ પામે છે. આ પ્રકારે ભાવવાથી સમ્યક્ત પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે અને સમ્યક્તની શુદ્ધિ માટે સદા ઉચિત ઉદ્યમ થાય છે. જેના બળથી ધર્મરૂપ વસ્તુ પણ સુરક્ષિત બને છે. (vi) નિધિભૂત ભાવના :
નિધિ=ધન. જેમ ધન વગર મહા કીમતી મણી, મોતી, માણિક્યાદિ દ્રવ્યની ખરીદી થતી નથી તેમ સમ્યક્ત રૂપી ધન વગર મહા કીમતી એવું ચારિત્રરત્ન પણ પ્રાપ્ત થતું નથી.
આ પ્રકારે ભાવન કરવાથી સ્થિરબુદ્ધિ થાય છે કે ભગવાનના વચન પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા જીવો જે દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ધર્મ સ્વીકારે તે જિનવચનના પરમાર્થના બોધપૂર્વક અને જિનવચનના નિયંત્રણથી નિયંત્રિત હોવાથી મહામૂલ્યવાન રત્નતુલ્ય દેશવિરતિધર્મને પ્રાપ્ત કરે છે. જો સમ્યક્ત વગર દેશવિરતિ વગેરે સ્વીકારવામાં આવે અને સ્કૂલથી તેના આચારો પાળવામાં આવે તોપણ જિનવચન પ્રત્યેની સ્થિરરુચિ નહીં હોવાથી પરમાર્થથી તે દેશવિરતિ નથી પરંતુ દેશવિરતિ આદિ તુલ્ય ભાસતો એવો ધર્મ, રત્નના જેવા ભાસતા કાચના ટુકડા જેવો છે; કેમ કે ધનવ્યય વગર ઉત્તમ રત્નો મળે નહીં અને ધનની મૂડી