________________
૧૫૨
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ (v) ભક્તિથી આહારત્યાગજયણા :
વળી, અન્યતીર્થિક એવા સાધુની અનુકંપાને છોડીને ગુરુબુદ્ધિથી આહારાદિ શ્રાવક આપે નહિ; કેમ કે ગુરુબુદ્ધિથી આપવામાં મિથ્યાત્વની પ્રાપ્તિ થાય તે રૂપ પાંચમી યતના છે. (vi) પૂજા અર્થે ગંધ-પુષ્પ આદિ પ્રદાન ત્યાગજયણા -
વળી, અન્યતીર્થિક દેવોની પૂજા અર્થે ગંધ-પુષ્પાદિક કોઈને આપે નહિ; કેમ કે અન્યતીર્થિકોના દેવોની ભક્તિ અર્થે અપાયેલાં પુષ્પોથી પોતાનામાં અન્યતીર્થિકદેવો પ્રત્યે કંઈ દેવબુદ્ધિ થવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય.
આ પ્રકારે છ યતનાનું પાલન કરવાથી કુદેવ અને કુગુરુ પ્રત્યે સુદેવ અને સુગુરુની બુદ્ધિ નહીં થવાથી મિથ્યાત્વથી આત્માનું રક્ષણ થાય છે. (૯) છ આગાર :
જે શ્રાવકે સમ્યક્ત ઉચ્ચરાવ્યું છે તે શ્રાવકને પરતીર્થિકાદિના વંદનનો શાસ્ત્રમાં નિષેધ છે. અને તે શ્રાવકને પરતીર્થિકને વંદન કરવાની લેશ પણ ઇચ્છા ન હોય તોપણ રાજાદિ દ્વારા અનિચ્છાથી પણ તેને અન્યદર્શનના દેવ અને અન્યદર્શનના ગુરુને વંદનાદિ માટે વ્યાપારવાળો કરવામાં આવે તો તે રાજાભિયોગાદિથી પરતીર્થિકોને ભક્તિ રહિત દ્રવ્યથી વંદનાદિ કરે તો તેના સમ્યક્તનું ઉલ્લંઘન થતું નથી.
અહીં ‘કાન્તારવૃત્તિ રૂ૫” અભિગ્રહ ગ્રહણ કર્યો તેનો અર્થ એ છે કે જંગલમાં હોય અને આજીવિકાનો બાધ થતો હોય તે વખતે જીવનનિર્વાહ અર્થે પરતીર્થિકોને અર્થાત્ પરતીર્થિકાદિ એવા તાપસાદિને વંદેનું કરવું પડે તો દોષ નથી. જેમ કલાવતી આદિ તાપસ આશ્રમમાં રહે છે ત્યારે તે તાપસાદિને વંદન કરે તો તે દોષરૂપ નથી.
અથવા . બીજો અર્થ કાન્તારનો એ કર્યો કે આજીવિકાના બાધનો હેતુ છે તેથી જંગલમાં ન હોય આમ છતાં પોતાના પ્રાણના રક્ષણ કરવારૂપ આજીવિકાનો બાધ થતો હોય અર્થાત્ કષ્ટથી જીવનનિર્વાહ થતો હોય તે વખતે અન્યતીર્થિકની સહાયથી જીવનનિર્વાહ થાય તેમ હોય તો દ્રવ્યથી અન્યતીર્થિકાદિને વંદન કરે તો સમ્યક્તનું અતિક્રમણ થાય નહિ. તે માટે સમ્યક્ત ઉચ્ચરાવતી વખતે સમ્યક્તમાં છ આગારો રાખવામાં આવ્યા છે. (૧૦) છ ભાવના :
સમ્યત્ત્વ સ્વીકાર્યા પછી સમ્યક્ત પ્રત્યે અત્યંત પક્ષપાત નિષ્પન્ન કરવાર્થે છ ભાવનાથી સમ્યક્તનું મહત્ત્વ ઉપસ્થિત કરવામાં આવે છે. જેથી સ્તિરબુદ્ધિ થાય કે મોક્ષને અનુકૂળ ધર્મની નિષ્પત્તિ સમ્યક્ત વગર થઈ શકે નહીં માટે દેશવિરતિ કે સર્વવિરતિની ક્રિયા કરવા માત્રથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહીં પરંતુ