________________
૧૪૮
ધર્મસંગ્રહ ભાગ-૨/ દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ છે. આ પ્રકારે પ્રભાવના શબ્દનો અર્થ કરવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનું શાસન યથાર્થ તત્ત્વને બતાવનારું હોવાથી સ્વાભાવિક વિસ્તાર પામે છે. આમ છતાં વિસ્તાર પામતા એવા ભગવાનના શાસનને વિસ્તાર કરવામાં કોઈ વ્યક્તિ પ્રયોજક બને અર્થાત્ નિમિત્ત બને તે વ્યક્તિમાં ભગવાનના શાસનનું પ્રયોજકપણું હોવાને કારણે તેની પ્રવૃત્તિ પ્રભાવના છે. આ પ્રભાવના પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની છે. (i) પ્રવચનિકપ્રભાવક :
તે પ્રભાવકોમાં પ્રથમ પ્રભાવક પ્રાવચનિક છે. જે સાધુ તે કાળમાં વર્તતાં સર્વ શાસ્ત્રોને જાણનારા હોય અને તેના કારણે વિસ્તાર પામતા એવા ભગવાનના શાસનને વિસ્તાર કરવામાં તે નિમિત્ત બનતા હોય તે સાધુ પ્રવચનિક પ્રભાવક છે. (i) ધર્મકથી પ્રભાવક -
પ્રશસ્ત ધર્મકથા જે મહાત્મા કરતા હોય તે ધર્મકથી કહેવાય. ધર્મકથા ચાર પ્રકારની છે –. આપણીકથા - જેના દ્વારા ભગવાનનો શાસન પ્રત્યે શ્રોતા આક્ષેપ પામે. વિક્ષેપણીકથા - જેના દ્વારા શ્રોતા અન્યદર્શનથી વિક્ષેપ પામે. સંવેગજનની કથા – જેના દ્વારા શ્રોતાને તીવ્ર સંગેવ પેદા થાય. નિર્વેદનીકથા - જે કથાથી શ્રોતાને સંસાર પ્રત્યે તીવ્ર નિર્વેદ થાય.
આ ચાર પ્રકારની કથામાંથી શ્રોતાને અનુરૂપ જે ઉચિત કથા હોય તે કરીને લોકોના મનમાં પ્રમોદ પેદા કરે અને જેના કારણે યોગ્ય શ્રોતાને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય છે તે ઉપદેશક ધર્મકથી નામના બીજા પ્રભાવક છે. (iii) વાદીપ્રભાવક :
વાદી, પ્રતિવાદી, સભ્ય-શ્રોતાઓ, અને સભાપતિ વાદી-પ્રતિવાદીના કથનને સાંભળનાર અને ઉચિત નિર્ણય આપનાર, જેમાં હોય તે ચાર અંગવાળી પર્ષદા કહેવાય. આવી પર્ષદામાં જૈનદર્શનના મતથી વિપરીત મતરૂપ પ્રતિપક્ષ તેના પપૂર્વક જૈનદર્શનના મતરૂપ સ્વપક્ષના સ્થાપન માટે જે અવશ્ય બોલે તે - વાદી કહેવાય. આવા સમર્થ વાદી ભગવાનના શાસનની પ્રભાવના કરે છે. (iv) નૈમિત્તિકપ્રભાવક :
વર્તમાન, ભૂત અને ભવિષ્યના લાભાલાભનું પ્રતિપાદક એવું શાસ્ત્ર તે નિમિત્તશાસ્ત્ર કહેવાય. તેને જાણનાર કે તેને ભણનાર નૈમિત્તિક કહેવાય. આવા નિમિત્તોને જાણનારા કોઈ મહાત્મા શાસનની પ્રભાવના થાય તે રીતે વિશિષ્ટ પ્રયોજનોમાં નિમિત્તનું પ્રકાશન કરીને શાસનની પ્રભાવના કરે તે નૈમિત્તિકપ્રભાવક કહેવાય.