________________
૧૪પ
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ અને ચારિત્રની પરાકાષ્ઠાને પામેલા એવા અરિહંત ભગવંતોની શક્તિના પ્રકર્ષથી વૈયાવચ્ચ કરે છે અર્થાત્ તીર્થકરોના ગુણોનું સ્મરણ કરીને ઉત્તમ સામગ્રીથી તીર્થંકરની ભક્તિ કરીને સદા સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. સુસાધુના ગુણોના સ્મરણપૂર્વક તેઓના સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે આહારાદિનું દાન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. જેના બળથી નક્કી થાય છે કે આ જીવમાં સમ્યગ્દર્શન છે.
અહીં પ્રશ્ન થાય કે વૈયાવચ્ચ તપના ભેદરૂપ છે અને તપ ચારિત્રરૂપ છે. અવિરતસમ્યગ્દષ્ટિમાં ચારિત્ર હોય નહીં તેથી ચારિત્રના પરિણામરૂપ વૈયાવચ્ચ સમ્યગ્દષ્ટિને કઈ રીતે સંભવે ? તેથી કહે છે –
અનંતાનુબંધી કષાયના વિગમનથી અલ્પચારિત્રનો પરિણામ સમ્યગ્દષ્ટિ જીવોમાં છે તોપણ તે ચારિત્ર દેશવિરતિધર શ્રાવકના ચારિત્રની અપેક્ષાએ અતિઅલ્પ હોવાને કારણે અચારિત્રપણાથી શાસ્ત્રકારોએ વિવક્ષા કરી છે. જેમ સંમૂર્છાિમ જીવોમાં સંજ્ઞા માત્રનો સદ્ભાવ હોવા છતાં પણ વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ હોવાને કારણે સંમૂર્છાિમ જીવોને અસંજ્ઞી કહેવાય છે, તેમ અવિરત સમ્યગ્દષ્ટિને અચારિત્રી કહેવાય છે. માટે સમ્યગ્દષ્ટિ જીવોમાં વૈયાવચ્ચનો નિયમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. - અહીં પ્રશ્ન થાય કે ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો પણ સમ્યગ્દષ્ટિ છે. તેથી તેઓમાં શુશ્રુષાદિ ગુણો હોવા જોઈએ અને ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો વીતરાગ હોવાથી સાક્ષાત્ શુશ્રુષાદિ ગુણોવાળા નથી તેથી સમ્યક્તના લિંગોનો વ્યભિચાર છે. તેના નિરાકરણ માટે કહે છે –
ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવો કૃતકૃત્ય છે, તેથી સાક્ષાત્ શુશ્રુષાદિ લિંગો નહીં હોવા છતાં શુશ્રુષાદિ ગુણના ફલરૂપ વીતરાગતાનો સદ્ભાવ-હોવાથી તેઓમાં ફલથી શુશ્રુષાદિ ગુણો છે. માટે વ્યભિચાર નથી.
આશય એ છે કે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરીને વીતરાગ થવાના ઉપાયનો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરવાનો છે. વીતરાગ થવાના સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરીને વીતરાગતાના ઉપાયભૂત ચારિત્રધર્મ સેવવાનો છે. તે ચારિત્રધર્મનું સેવન કરીને વિતરાગતાની પ્રાપ્તિ કરવાની છે. ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવોએ વીતરાગતા પ્રાપ્ત કરી છે. તેથી ફલથી શુશ્રુષાદિ ગુણોની પ્રાપ્તિ હોવાને કારણે ફળની અપેક્ષાએ ઉપશાંતમોહગુણસ્થાનક આદિ ગુણસ્થાનકવાળા જીવોમાં શુશ્રુષાદિ ગુણો છે, જ્યારે જેઓને શુશ્રુષાદિ ગુણોનું ફળ પ્રાપ્ત થયું નથી તેઓમાં સ્વરૂપથી શુશ્રુષાદિ ગુણો છે. તેથી ઉપશાંતમોહગુણસ્થાનક આદિ જીવોને સમ્યક્ત સ્વીકારવામાં કોઈ દોષ નથી. (૩) દસવિધ વિનય :
સમ્યગ્દષ્ટિ જીવોમાં દસ પ્રકારનો વિનય હોય છે તે સ્પષ્ટ કરે છે – (i) અરિહંતવિનય :
સમ્યગ્દષ્ટિ જીવોને અરિહંત પ્રત્યે વિનય હોય છે, કેમ કે અરિહંત ભગવંતે શુદ્ધમાર્ગ બતાવ્યો છે અને