________________
૧૩૬
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / શ્લોક-૨૨ ત્રિલિંગ છે, એમ અર્થ કરવો, દશવિધ વિનય દસ વિનય છે એમ અર્થ કરવો, ત્રિવિધ શુદ્ધિ એ ત્રિશુદ્ધિ ઈત્યાદિ વ્યુત્પતિ જાણવી.
ત્રિલિંગમાં :- (૧) સાંભળવાની ઈચ્છા શુશ્રુષા છે સબોધનું અવંધ્ય કારણ એવા ધર્મશાસ્ત્રના શ્રવણની વાંછા. એ પ્રકારનો શુશ્રષાનો અર્થ છે. અને - સમ્યક્ત હોતે છતે તે=શુશ્રષા, વૈદધ્યાદિ ગુણવાન તરુણતરના કિન્નરના ગામના શ્રવણના રાગથી પણ અધિકતમ છે. જેને કહે છે –
સ્ત્રીથી યુક્ત, કામી પણ=સાંભળવાની કામનાવાળો પણ, વૈદધ્યવાળા યુવાનની=વિચક્ષણ એવા યુવાનની, દઢ કિન્નરના ગેયના શ્રવણથી અધિક ધર્મસ્મૃતિમાં રાગ.” શુશ્રષા છે. એમ અવય છે.” (ષોડષક-૧૧/૩) (૨) અને ચારિત્રલક્ષણ ધર્મમાં રાગ.
અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિને શ્રુત ચારિત્રધર્મમાં રાગ છે તેમ ન કહેતાં ચારિત્રધર્મમાં રાગ છે તેમ કેમ કહ્યું ? તેમાં હેત કહે છે –
વળી, શ્રતધર્મરાગનું શુશ્રષાપદથી જ ઉક્તપણું છે અને તે=ચારિત્રધર્મનો રાગ, કર્મદોષને કારણે તેના અકરણમાં પણ ચારિત્રધર્મના અસ્વીકારમાં પણ, અટવીને ઓળંગીને આવેલ દરિદ્ર, ભૂખથી ક્ષીણ થયેલા કુક્ષિવાળા બ્રાહ્મણને ઘીના ભોજનના અભિલાષથી પણ અધિક હોય છે.
(૩) અને ગુર=ધર્મ- ઉપદેશકો, દેવો=અરિહંતો, તેઓની વૈયાવચ્ચમાં તેમની પ્રતિપત્તિ વિશ્રામણાઅભ્યર્ચનાદિમાં, નિયમ=અવશ્ય કર્તવ્યતાનો અંગીકાર, અને તે=નિયમ, સમ્યક્ત હોતે છતે થાય છે એથી તે=શુશ્રુષાદિ ત્રણ ધર્મધર્મીના સમ્યગ્દષ્ટિના અભેદ ઉપચારથી સખ્યત્વનાં લિંગો છે. આ ત્રણ લિંગો વડે સખ્યત્ત્વ સમુત્પન્ન છે એ પ્રમાણે નિશ્ચય થાય છે એ પ્રકારનો ભાવ છે અને વૈયાવચ્ચના નિયમનું તપનું ભેદપણું હોવાને કારણે ચારિત્ર અંશરૂપપણું હોવા છતાં પણ અને સમ્યક્ત હોતે છતે અવશ્યભાવિપણું હોવાને કારણે પણ અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકના અભાવની પ્રયોજકતા ઉભાવળ કરવી નહિ; કેમ કે આ રૂપ ચારિત્રનું દેવ અને ગુરુના વૈયાવચ્ચના નિયમરૂપ ચારિત્રનું, અલ્પતમપણું હોવાને કારણે અચારિત્રપણાથી વિવક્ષિતપણું છે તેમાં દષ્ટાંત કહે છે -
સંમૂચ્છિમ જીવોને સંજ્ઞામાત્રના સદ્ભાવમાં પણ વિશિષ્ટ સંજ્ઞાના અભાવને કારણે અસંશીના વ્યપદેશની જેમ અચારિત્રી કહેવાય છે, એમ અત્રય છે. વળી, ઉપશાંતમોહાશિવાળા જીવોમાં= ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓમાં, કૃતકૃત્યપણું હોવાથી આમતોત્રશુશ્રષાદિ ગુણોનો, સાક્ષાત્ અભાવ હોવા છતાં પણ ફલપણાથી સદ્ભાવ હોવાને કારણે તેઓમાં પણsઉપશાંત મોહાશિવાળા જીવોમાં પણ, આમતોત્રશુશ્રુષાદિનો, વ્યભિચાર નથી અને વૈયાવચ્ચનો નિયમ આગળમાં શ્રાદ્ધવિધિના પાઠથી બતાવાશે. એથી તેનાથી=આગળમાં બતાવાશે એ પાઠથી, જાણવું વૈયાવચ્ચના નિયમનું સ્વરૂપ જાણવું. દસ વિનય - વિનયના દસભેદો બતાવ્યા તેમાંથી કેટલાક શબ્દોના અર્થ કરે છે – “ચૈત્ય” શબ્દથી અરિહંત પ્રતિમાનું ગ્રહણ કરવાનું છે.