________________
૧૧૧
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૨ રાજાભિયોગાદિને છોડીને આ પ્રતિજ્ઞા છે. ૧. રાજાના આગ્રહથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ.
૨. ગણાભિયોગથી અર્થાતુ લોકોના આગ્રહથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ. - ૩. બભિયોગથી અર્થાત્ કોઈની બળજબરીથી (બલાત્કારથી) અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ.
૪. દેવાભિયોગથી અર્થાત્ દેવતાના અભિયોગથી=દેવતાના ઉપદ્રવથી, રક્ષણનો અન્ય ઉપાય ન હોય ત્યારે અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ.
૫. ગુરુના નિગ્રહથી અર્થાત્ વડીલોની આજ્ઞાથી અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રત ભંગ થાય નહિ.
૬. વૃત્તિકાંતારથી અર્થાત્ તેવા સંજોગોમાં આજીવિકા ન થાય ત્યારે અન્યતીર્થિકોને વંદનાદિ કરવું પડે અને દાનાદિ આપવું પડે તો વ્રતભંગ થાય નહિ; કેમ કે તે વખતે અન્યતીર્થિકો ઉપાસ્યરૂપે બુદ્ધિમાં જણાતા નથી પરંતુ સંયોગથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવી પડે છે. - યોગશાસ્ત્રની વૃત્તિમાં પણ કહેવાયું છે.
શું કહેવાયું છે ? તે બતાવે છે –
આવા પ્રકારનું સમ્યક્ત વિશિષ્ટ દ્રવ્યાદિ સામગ્રી હોતે છતે ગુરુ સમીપ વિધિપૂર્વક સ્વીકારીને શ્રાવક સમ્યત્ત્વનું યથાવત પાલન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું તેવું સમ્યક્તનું સ્વરૂપ ધારણ કરીને મારે જિનવચનમાં સ્થિર શ્રદ્ધા કરવી છે તેવી બુદ્ધિને કરીને વિશિષ્ટ દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવની સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે ઉચિત વિધિથી ગુરુ પાસે સમ્યક્તને ઉચ્ચરાવે અને સમ્યક્ત ગ્રહણ કર્યા પછી તે સમ્યક્તને સ્થિર કરવા માટે વિધિનું સમ્યક પાલન કરે. જો સમ્યક્ત ઉચ્ચરાવ્યા પછી સમ્યત્ત્વની શુદ્ધિ માટે, ભગવાનના વચનને જાણવા માટે, જાણીને જીવનમાં ઉતારવા માટે કોઈ યત્ન કરે નહીં તો તે ગ્રહણ કરાયેલા સમ્યક્તનું વિધિપૂર્વક પાલન થતું નથી; કેમ કે આ દેવ, આ ગુરુ, આ ધર્મ કલ્યાણને કરનારા છે તેવી બુદ્ધિ કર્યા પછી શક્તિ અનુસાર દેવની ઉપાસના કરવામાં ન આવે, શક્તિ અનુસાર ગુરુની ભક્તિ કરવામાં ન આવે અને શક્તિ અનુસાર જિનવચનને જાણવા માટે યત્ન કરવામાં ન આવે તો સમ્યત્વનું સમ્યફ પાલન થાય નહિ
જે કારણથી “મૂલશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં કહેવાયું છે તેનો અર્થ આ પ્રમાણે છે. શ્રમણોપાસક પ્રથમ દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરે છે અને સમ્યત્વને સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પોતાના વ્રતોને ગ્રહણ કરવા અર્થે પ્રથમ કુદેવ-કુગુરુ-કુધર્મને નહીં સેવવારૂપ પ્રતિજ્ઞા કરીને મિથ્યાત્વનો ત્યાગ કરે છે. તેમાં મિથ્યાત્વના આચારો નહીં સેવવાની પ્રતિજ્ઞા કરે